Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 8
________________ ક્રિયાઓમાં કુશળ એવા શ્રી યશોભદ્રસૂરિજી તેમની પાટે થયા. તેમના પટ્ટધર બે થયા. શ્રીસંભૂતિ અને શ્રીભદ્રબાહુ. તે બંનેની પાટે અંતિમ શ્રુતકેવલી શ્રીસ્થૂલભદ્રજી થયા. તેમની પાટે શ્રી આર્યમહાગિરિજી અને શ્રીઆર્યસુહસ્તિજી થયા. ૧૩ भद्राऽन्तश्च यश:प्रभुस्तदनुगस्सूरिस्समर्थः कृतौ सम्भूतोऽपि च भद्रबाहुरपि चाऽऽस्तां तस्य पट्टाधिपौ । अन्त्योऽस्मात् श्रुतसर्ववित् समभवत् श्रीस्थलभद्रस्ततः श्रीमानार्यमहागिरि-गुरुसुहस्तीत्यासतुः प्रक्रमे ॥१३॥ ताभ्यां सुप्रतिबद्धसेव्यचरणः श्रीसुस्थितार्योऽभवतेषां कोटिकसूरिमन्त्रजपतः कोटिगणो निर्गतः । एतस्मादथ चेन्द्रदिन्नभगवानस्माच्च दिन्नः प्रभु स्तस्मात् सिंहगिरिर्मतोऽमितगुणो वर्षिरस्मादभूत् ॥१४॥ તેમની પાટે શ્રીસુસ્થિતાચાર્ય થયા. તેમનાં ચરણોની સેવામાં શ્રીસુપ્રતિબદ્ધાચાર્ય સાથે રહેતા હતા. આ બંને આચાર્યોએ એક કરોડ વખત સૂરિમંત્રનો જાપ કર્યો માટે તેમના દ્વારા શ્રીકોટિગણ પ્રવૃત્ત થયો. ૧૪ તેમની પાટે શ્રીઇન્દ્રદિન્નસૂરિજી થયા. તેમની પાટે શ્રીદિન્નસૂરિજી થયા. તેમની પાટે શ્રી શ્રીસિંહગિરિજી થયા. તેમની પાટે અગણિત ગુણોવાળા શ્રીવજસ્વામીજી થયા. एतेनोच्चचरित्रचम्पकवती वज्रीति शाखा स्थिता तस्यां श्रीयुतवज्रसेनगुरवो विद्यानिधाना बभुः । चन्द्राचार्यगुरुस्ततश्च समभूत्तस्माच्च चान्द्रं कुलं जातं पट्टपरम्पराऽथ विमलैस्सूरीश्वरैर्मण्डिता ॥१५॥ તેમના દ્વારા વજી શાખા પ્રવૃત્ત થઈ. આ શાખા ઉત્તમ ચારિત્રરૂપ ચંપકની વેલી સમાન બની. તે શાખામાં વિદ્યાનિધાન એવા શ્રી વજસેનસૂરિજી થયા. તેમની પાટે શ્રીચન્દ્રસૂરિજી થયા. આ આચાર્ય દ્વારા ચંદ્ર કુલની સ્થાપના થઈ. આગળ આ પટ્ટપરંપરા અનેક પવિત્ર આચાર્યો દ્વારા શોભિત બનતી રહી. ૧૫ (શ્રૌતપાછવઈન) (શ્રીતપાગચ્છવર્ણન) तस्यां वीरविभोरनन्यतपसामल्पाऽनुकाराऽऽदृतै स्तीत्रैर्द्वादशवर्षिभिर्नविरतैराचाम्लकाऽऽराधनैः । ख्यातास्सत्त्वसमुच्छ्यास्समभवन् सूरीश्वरश्रीजगच् चन्द्रा यान् हि ददौ तपा इति पदं श्रीजैत्रसिंहो नृपः ॥१६॥ આ પાટપરંપરામાં શ્રીજગચંદ્રસૂરીશ્વરજી મ. થયા. તેમણે પ્રભુવીરનાં અજોડ તપનાં અલ્પ અનુકરણરૂપે બારવરસનાં અખંડ આંબેલની ઉત્કૃષ્ટ તપસ્યા આદરી હતી. શ્રીજૈત્રસિંહ રાજાએ આ આચાર્ય ભગવંતને ‘તપા’ આ બિરૂદ આપ્યું.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33