Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 20
________________ तद्वात्सल्यमितस्समर्पणमितस्तत् सा कृपा सा नतिस्सा प्रीतिस्समुपासना स विरलो विश्वासबन्धो मिथः । सम्पन्नं गुरुशिष्ययोस्तु सहसा सर्वं तदत्यद्भुतमेकं प्रेमणि सद्गुरौ च परमं रामे पदान्तेषदि ॥ ६९ ॥ ( પવીવનમ્ ) ઇન્દ્રો-ધીમુળ-ન્દ્ર-ભૂમિ-ારવ: (૧૮૭) નો તૃતીયાવિને कार्तिक्यां स्थितवानयं गणिपदे पन्यासपीठे समम् । पृथ्वीतत्त्वहरीन्दुवर्षकचतुर्दश्याञ्च (१९९१) चैत्रे सिते लब्धा विश्वविबोधिनाऽथ च महोपाध्यायसंपद् वरा ॥ ७० ॥ श्रीमत् प्रेमगुरोस्तु सूरिपदवीकाले स्वयं सत्यवाक् श्रीमद्दानगुरुस्सुरामविजयं स्थानं ददौ पाठकम् । राज्ञां दुर्दमशत्रुसङ्घजयिनां राज्याभिषेकक्षणे पुत्रं किं न हि यौवराज्यपदवी प्रीत्या पुरस्क्रियते ॥ ७१ ॥ वर्षे बाहुखगग्रहाब्जसुभगे (१९९२) वैशाखशुक्ले विभुष्षष्ठयां निर्जितदुर्मदारिनिवहः सूरीश्वरोऽजायत । आचार्योत्तम ! रामचन्द्र ! विजयाद्योऽसि प्रधानीभव धर्मस्येति ददौ च सङ्घकलितः पूर्णाशिषं श्रीगुरुः ॥७२॥ धर्मोत्साहिनि लालबागनगरात् पार्श्वे हि भूलेश्वरे श्रीमत्प्रेमविभुस्स्वपाणिभिरमुं सूरिं पदं दत्तवान् । तद्भक्तैरूपदीकृताश्च नियमाः श्रद्धायुतैर्द्वादश जातोऽपूर्वनियोजितोऽपि महिमास्फारोत्सवो मासिकः ॥७३॥|| ३१ એક તરફ વાત્સલ્ય હતું. બીજી તરફ સમર્પણ હતું. એક તરફ કૃપાદિષ્ટ હતી. બીજી તરફ ભાવભરી વંદના હતી. એક તરફ કરુણા હતી, બીજી તરફ સેવા હતી. આ હતો વિરલ વિશ્વાસસંબંધ. ગુરુ અને શિષ્ય વચ્ચે આવો અદ્ભુત સદ્ભાવ બંધાયો હતો. એક તરફ શ્રી પ્રેમગુરુ હતા. બીજી તરફ તેમના શિષ્ય શ્રીરામ હતા. ૬૯ (પદવીવર્ણન) વિ. સં. ૧૯૮૭ કાર્તક વદ ત્રીજના દિવસે શ્રીરામવિજયજી મ. ગણિપદ અને પંન્યાસપદ પર એક સાથે આરૂઢ થયા. વિ. સં. ૧૯૯૧માં જગતને જાગ્રત કરનારા એમણે ચૈત્ર સુદ તેરસે ઉપાધ્યાય પર પ્રાપ્ત કર્યું. ૭૦ શ્રીપ્રેમસૂરિજીમ.ના આચાર્ય પદ પ્રદાનના સમયે જ, શ્રીદાનસૂરિજીમ.એ શ્રીરામવિજયજીમ ને ઉપાધ્યાય પદ આપ્યું. મોટામોટા શત્રુઓને જીતનારા રાજાઓનો રાજ્યાભિષેક થાય ત્યારે તેના પુત્રને આનંદપૂર્વક યુવરાજપદ અપાતું જ હોય છે ને ? ૭૧ વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ છઠના દિવસે ભયંકર શત્રુઓ જીતી લેનારા શ્રીરામવિજયજીમ., આચાર્ય બન્યા. સંઘની સાથે રહીને, શ્રીપ્રેમસૂરીશ્વરજીમ.એ ‘તમે આચાર્ય રામચંદ્રસૂરિજી તરીકે સંધમાં સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજો.' તેવા આશીર્વાદ આપ્યા. ૭૨ મુંબઈમુકામેધર્મોલ્લાસથી સદાકાળ છલકાતા લાલબાગની નજીકમાં ભૂલેશ્વરમાં શ્રીપ્રેમસૂરિજીમ.એ પોતાના હાથે તેમને સૂરિપદ આપ્યું. આ વખતે તેમના અનેક ભક્તોએ બાવ્રતો ધારણ કર્યા. આ જ સમયે પહેલેથી નિશ્ચિત ન હોવા છતાં એક મહિના સુધીનો ઉત્સવ ઠાઠમાઠથી ચાલ્યો. ३२ ૭૩

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33