Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 30
________________ अन्यस्मिंश्च तपागणाभ्युदयिनां सूरीश्वराणां स्थितास्सौन्दर्याञ्चितमूर्तयो रजतवत् शुभ्रा किलैकादश । आसाञ्च प्रथमाऽस्ति शासनपतेरानन्दसूरीशितु स्सर्वेषां गणधारिणामिव महावीरप्रभोर्गौतमः ॥११६॥ બીજા ગભારામાં તપાગચ્છનો અભ્યદય કરનારા અગિયાર આચાર્ય ભગવંતોની સુંદરતાથી અંકિત અને ચાંદી જેવી ઉજ્જવળ પ્રતિમાઓ છે. પ્રભુવીરના ગણધરોમાં પહેલા શ્રી ગૌતમ છે, તે રીતે આ સ્થળે પ્રથમ મૂર્તિ શ્રી આત્મારામજીમ.ની છે. ૧૧૬ सूरिश्रीकमलस्य मूर्तिरपरा वैराग्यनिस्स्यन्दिनः सिक्तस्स्नेहरसेन यैरनुपमः श्रीरामकल्पद्रुमः । मूर्तिर्वीरगुरोस्तु वाचकपदाधिष्ठातुरानन्दिनो यस्याऽऽशीर्बलमुन्नतं विहितवद् रामं जगद्भास्वरम् ॥११७।। વૈરાગ્યવાહી શ્રીકમલસૂરિજી મ.ની મૂર્તિ છે. જેમણે રામ-રૂપી, કલ્પવૃક્ષને સ્નેહના રસથી સિંચ્યું હતું, આનંદમગ્ન અને ઉપાધ્યાયપદથી અલંકૃત શ્રીવીરવિજયજીમ.ની મૂર્તિ છે. એમના આશીર્વાદ દ્વારા રામ વિશ્વમાં સૂરજની જેમ દીપ્યા. ૧૧૭ मूर्तिस्सिद्धिगुरोस्तु सूरितिलकस्याराधनाराजिनो रामो येन समर्थितः खलजये पार्थो यथा शार्गिणा । मूर्तिर्दानगुरोर्मुनिव्रजपतेर्योतिष्यविद्यानिधे रामे सर्वजनाऽभिराममहसां धारा निषिक्ता नु यैः ॥११८॥ આરાધનામાં લીન એવા શ્રીસિદ્ધિસૂરિમ ની મૂર્તિ છે, જે રીતે કૃષ્ણએ અર્જુનને શત્રુજયમાં સાથ આવ્યો તે રીતે આ સૂરિજીએ હંમેશા રાજાને ટેકો આપ્યો હતો. મુનિકુલનાયક અને જ્યોતિષ્મવિદ્યાનિધાન શ્રીદાનસૂરિજીમ ની મૂર્તિ છે, એમણે સૌને આકર્ષિત કરે તેવા પ્રભાવની, ધારા રામમાં ભરી હતી. ૧૧૮ सूरीन्दोः कनकस्य चण्डतपसो मूर्तिनिरासङ्गिनो यो रामस्य वचःक्रमं निजवचस्तुल्यं समाख्यातवान् । मूर्तिर्वादजितः कवेर्नयविदः श्रीलब्धिसूरीशितुयच्चित्ते निजशिष्यवत् स्थितिरभूत् रामस्य विद्यावतः ॥११९॥ ઉગ્ર તપસ્યા કરનારા, અણગારભાવના આરાધક શ્રી કનકસૂરીશ્વરજી મ.ની મૂર્તિ છે, તેમણે રામનાં વચનોને મારી આજ્ઞા સમજીને સ્વીકારવા, તેવું જણાવ્યું હતું. વાદવિજેતા, કવિ, નયશાસ્ત્ર કુશળ શ્રી લબ્ધિસૂરીશ્વરજીમ.ની મૂર્તિ છે. તેઓ રામને પોતાના શિષ્યની જેમ, હૈયે ધારણ કરતા હતા. ૧૧૯ मूर्तिर्मेघगुरोवितानितवतो रामस्य वाचां कलां मेघानामिव गर्जनं प्रवचनं येषां हि सर्वप्रियम् । मूर्तिः प्रेमगुरोः पवित्रचरितस्याऽध्यात्ममग्नात्मनो यैस्सर्वस्वमिवाऽऽर्हतस्य वचनं रामस्य निर्घोषितम् ॥१२०॥ શ્રીમેધસૂરિજીમ.ની મૂર્તિ છે. એમનું વ્યાખ્યાન મેઘની ગર્જનાની જેમ સૌને ગમતું હતું, એમણે રામની પ્રવચનકળા ખીલવી હતી. શ્રી પ્રેમસૂરિજીમ ની મૂર્તિ છે. તેમનું ચરિત્ર પાવન છે, તેમનો આત્મા યોગસાધનામાં લીન છે. રામનું વચન સર્વજ્ઞ શાસનનો સાર છે તેવું તેમણે જાહેર કર્યું હતું. ૧૨૦ ५१

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33