Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
|
શ્રીમૃતિમંદિરપ્રશસ્તિકાવ્યમ્
(ગુજરાતી અનુવાદ)
: શ્રી સ્મૃતિમંદિરપ્રશસ્તિકાવ્યમ્ : મુનિશ્રી પ્રશમરતિવિજયજી
રચના
પ્રકાશક
: પ્રવચન પ્રકાશન, પૂના
આવૃત્તિ
: પ્રથમ
મૂલ્ય
: રૂા. ૩૦-૦૦
: PRAVACHAN PRAKASHAN, 2004
ન પ્રાપ્તિસ્થાનક
રચના તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
મુનિશ્રી પ્રશમરતિવિજયજી
પૂના
: પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૦૨ ફોન : ૦૨૨-૨૪૪પ૩૪૪
અમદાવાદ
: સરસ્વતી પુસ્તક ભંડાર
૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ ફોન : ૦૭૯-૨૩૫૬૬૯૨ અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ ફોન : ૦૭૯-૬૬૩૩૦૮૫ મો. ૦૭૯-૩૧૦0૭૫૭૯
મુદ્રક
: રાજ પ્રિન્ટર્સ, પૂના
પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ,
પૂના-૨
ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
હૃદયના આશિષ
શ્રીસ્મૃતિમંદિરપ્રશસ્તિકાવ્યમ્ આ ગ્રંથનું વિમોચન આશરે ૩૦૦ સાધુભગવંતો, ૮૦૦ સાધ્વીજીભગવંતો અને ૧૫,૦૦૦ ભાવિકોની ઉપસ્થિતિમાં થયું હતું. આ ગ્રંથનું પ્રકાશન શ્રી સ્મૃતિમંદિરપ્રતિષ્ઠામહોત્સવસમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે આ ગ્રંથને અનુવાદ સાથે પ્રકાશિત કરવાનો લાભ અમને મળી રહ્યો છે એનો આનંદ અમને રોમાંચિત બનાવે છે. જૈનશાસનનો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની શકે તેવું આ પ્રશસ્તિકાવ્ય, ગુજરાતી અનુવાદ પામે તેવી માંગણી મોટે પાયે આવી હતી. આજે એ માંગણીને પૂરતો સંતોષ સાંપડે તેવા રસાળ અનુવાદ સાથે આ ગ્રંથ આપના હાથોમાં આવી પહોંચ્યો છે તે આનંદજનક બીના છે. શ્રમણશ્રમણીભગવંતોમાં આ ગ્રંથનો અનુવાદ ખૂબ જ ઉપયોગી બનશે તે નિશ્ચિત છે માટે દરેક શ્રમણશ્રમણીભગવંતોને સમર્પિત કરી શકાય તેવી યોજના હતી. શ્રી મંચર જૈન સંઘે પોતાના જ સંઘનાં આંગણિયે રચાયેલી આ પ્રશસ્તિને દરેક સાધુસાધ્વીભગવંતો સુધી પહોંચાડવાનો મંગળલાભ લીધો છે તે અનુમોદનીય છે. આપના હાથમાં જે પુસ્તક છે તેનું મુદ્રણ જ્ઞાનખાતામાંથી થયું છે. આપ ગૃહસ્થ હો તો પ્રભુશાસનની મર્યાદા મુજબ, જ્ઞાનદ્રવ્યનો સત્કાર જળવાય એ રીતે તેનો ઉપયોગ કરશો - તેવી અમારી પ્રાર્થના છે.
પૂજયપાદ, તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અને તેમના સ્મૃતિમંદિરની આ ઐતિહાસિક પ્રશસ્તિની રચના મુનિશ્રી પ્રશમરતિવિજયજીએ કરી છે. આ રચના આજે પ્રકાશિત થઈ રહી છે તે જોઈને મારા મનમાં અતિશય આનંદ થઈ રહ્યો છે. વિદ્વદ્વર્ય મુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ની નિશ્રામાં રહીને તેમણે આ કૃતિ થોડા જ સમયમાં રચી છે. આ મહાત્મા શીઘ્રકવિ છે. સ્વાધ્યાયનું તેમને વ્યસન છે. પ્રવચનાદિ દ્વારા પરોપકાર કરવા સાથે તેઓ ગદ્ય-પદ્ય સાહિત્ય રચવામાં સક્રિય છે તે સોનામાં સુગંધ ભળી હોય તેવી હકીકત છે.
સ્મૃતિમંદિરનાં નિર્માણમાં, પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી જે કાંઈ માર્ગદર્શન આપવાનું બન્યું છે તેમાં શ્રીરામચંદ્રપ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિનો અનુભવ સતત થતો રહ્યો છે. આ અનુભૂતિએ મને અધ્યાત્મની ઊંચી સંવેદના આપી છે. મુનિશ્રી પ્રશમરતિવિજયજીએ આ સંવેદનાને શબ્દબદ્ધ કરવા દ્વારા જાણે કે મારાં જ મનોવિશ્વને અહીં સાકાર કર્યું છે.
મોક્ષમાર્ગનો પ્રચાર કરવો એ સાધુઓનો પ્રધાન ધર્મ છે. મુનિશ્રીનું સર્જનકર્મ આ ધર્મ સાથે સતત અનુસંધાન જાળવશે તેવા મારા હૃદયના આશિષ છે. માગસર વદ ૧
વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રીમદ્ વિજય વિ. સં. ૨૦૫૮
ગુણયશસૂરીશ્વરજી મ.નો ચરણચંચરિક અંકલેશ્વર
આચાર્ય વિજય કીર્તિયશસૂરિ
- પ્રવચન પ્રકાશન
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુરુભગવંતનો પ્રભાવ
વિસ્મયભાવ અને આનંદરસ આ બે માનવચેતનાનાં મુખ્ય સંવેદનો છે. વિસ્મય અને આનંદને સંસ્કરણ મળે ત્યારે તે ઉત્કટ કળા બને. આ જ બંને વિકૃત બને તો તે બેડોળ વાસના સુધી પહોંચે. આશ્ચર્યનો અનુભવ થાય છે તે ગમે છે. ખુદ વિસ્મયનો સ્વતંત્ર અનુભવ પણ અદ્દભુત નામનો અલગ રસ છે. મનોવિકાસની સંવેદનાને આનંદ કહીએ તો આ આનંદ પણ પોતાની રીતે સ્વતંત્ર અનુભવ બને છે. કવિતાની રચનામાં આ બે સંવેદન સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. ડૉ. નગેન્દ્રનાં મત-વિસ્મયભાવ અલંકારનો પ્રાણ બને છે અને આનંદરસ એ રસાનુભૂતિની આધારશિલા બને છે. ૨જુઆતનો ચમત્કાર આપણને પ્રભાવિત કરે તે અલંકાર અને રજૂ થયેલ ભાવવિશ્વમાં આપણે તરબોળ બની જઈએ તે રસ. વિસ્મય કરતાં આનંદ વધુ ચિરંજીવ અને વધુ સંતોષપ્રદ છે તે નિશ્ચિત છે. માટે જ કાવ્યોનો આત્મા રસ છે.
સ્મૃતિમંદિરપ્રશસ્તિ નામની આ રચનાનાં કાવ્યતત્ત્વને આ દૃષ્ટિથી તપાસું છું તો ઘણું ઘણું ખૂટતું હોય તેમ લાગે છે.
આપણે લોકો શૈલીને સાહિત્ય માનીને ચાલીએ છે. નવી શૈલી હોય અથવા જરા જુદી શૈલી હોય તેટલા માત્રથી કાવ્યતત્ત્વ સિદ્ધ થઈ શકતું નથી. નવાનવા શબ્દો, અધરી વાક્યરચના અને મોટી સંખ્યામાં શ્લોકો પ્રયોજી દઈને પોતાની જાતને કવિ માની લેવાનો કોઈ અર્થ નથી, કાવ્ય આપણી ભાવધારાને વ્યક્ત કરવાનું ઉત્કટ માધ્યમ છે. સાહિત્યના મહાનું કુલગુરુઓએ કાવ્યરચના માટે જે જે અપેક્ષા રાખી છે તેમાં શૈલીને બહુ મોટું મહત્ત્વ અપાયું નથી. કાવ્ય રચતી વખતે આપણાં મનમાં આપણી મર્યાદાઓ સ્પષ્ટ હોવી જોઈએ. જે રજૂઆત કરવાની છે તે ઉમદા અને સક્ષમ હોય તે જરૂરી છે. પૂર્વવર્તી રચનાકારોનો પ્રભાવ આપણી કૃતિ પર હોય તે માફ કરી શકાય પરંતુ એ
રચનાઓમાંથી શબ્દચૌર્ય, અર્થચૌર્ય કે કલ્પનાચૌર્ય ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજાને નથી આવડતું તેવું મને આવડે છે તેવા અહંભાવથી મુક્ત રહેવું જોઈએ. શબ્દ કરતાં અર્થ અને અર્થ કરતાં અંતરંગ અનુભૂતિ વિશેષ કામની છે તે યાદ હોવું જોઈએ. કાવ્યરચના દ્વારા કથાપ્રબંધ રચવાનો નથી પરંતુ કથાપ્રબંધ દ્વારા રસાનુભૂતિ સિદ્ધ કરીને તેને કાવ્યરચના તરીકે પ્રસ્તુત કરવાની છે.
સ્મૃતિમંદિરપ્રશસ્તિને આ દૃષ્ટિથી તપાસું છું તો ચોક્કસ લાગે છે કે આ રચના એક દસ્તાવેજી અહેવાલને કાવ્યની શૈલીમાં રજૂ કરતી સાદી રચના છે. પ્રભુશાસનનો ઇતિહાસ, સૂરિરામની જીવનગાથા અને સ્મૃતિમંદિરનાં વાસ્તુનો તથા પ્રતિષ્ઠામહોત્સવનો વિસ્તૃત આલેખ અહીં પ્રસ્તુત છે. સંસ્કૃતમાં પ્રશસ્તિ લખાઈ તેના પોણાબીજા વરસે આ અનુવાદ તૈયાર થયો છે. સ્મૃતિમંદિરપ્રશસ્તિની પ્રસ્તાવનામાં લખ્યું હતું તે મુજબ :- કવિઓનું રચના કૌશલ્ય શું હોય અને કાવ્યોનું કવિતાતત્ત્વ શું હોય છે તે હું જાણું છું. મને આવું કશું ન આવડતું હોય તો પણ ગુરુકૃપા દ્વારા મારી આ અશક્તિ ઢંકાઈ જાય તો તે ગુરુભગવંતનો જ પ્રભાવ છે.”
આ ગ્રંથપ્રકાશનના અવસરે મને, પરમ ગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ., પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મ., આ પ્રશસ્તિ લખવાની પ્રેરણા આપનારા પરમ ઉપકારી પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ., મારા પ્રાણપ્રિય બંધુ મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ના અગણિત ઉપકારો યાદ આવે છે.
વિ. સં. ૨૦૫૭ની સાલમાં મહારાષ્ટ્રનાં મંચગામમાં ચોમાસું થયું. ત્યાંનાં નિસર્ગરમ્ય વાતાવરણમાં આ પ્રશસ્તિની રચના થઈ તે ભૂલાશે નહીં.
અનેક શ્રમણશ્રમણીભગવંતોએ આ પ્રશસ્તિનો અભ્યાસ કર્યો છે તેનો અપરિસીમ આનંદ છે. અનુવાદ દ્વારા આ પ્રશસ્તિનો અભ્યાસ વ્યાપક બનશે તેવો વિશ્વાસ છે. પુખરાજ રાયચંદ આરાધનાભવન
પ્રશમરતિવિજય સાબરમતી
કાર્તક વદ ૬, વિ. સં. ૨૦૬૦
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્મૃતિમંદિરપ્રશસ્તિકાવ્યમ્
(ગુજરાતી અનુવાદ)
Page #5
--------------------------------------------------------------------------
________________
ऐन्द्रव्रातकिरीटनिस्सृतमहोधारा महाचक्रिणां चूडारत्नमरीचिभिस्सहगता जातेन्द्रचापप्रभा । नाऽस्तं याति न दृश्यते पदनखोद्योतैर्यदीयैर्वृता श्रीचिन्तामणिपार्श्वनाथ भगवान् जीयात् स शङ्खेश्वरः ॥ १ ॥
स्वस्तिश्रीशुभधोरणिर्गुणखनी विस्तीर्णविद्यावनी गीर्वाणार्चित रेणुरस्ति जगति श्रीभारतस्याऽवनिः । तुङ्गैस्स्वर्गसरैस्सुवर्णशिखरैर्मूलैश्च पातालगैयुक्ताऽऽसागरलम्बिभिर्नगगणैस्त्रैलोक्यशोभामयी ॥२॥
तत्राऽभङ्गतरङ्गरङ्गगगनाऽऽसङ्गाऽऽतुरेवाऽङ्गना प्रस्त्रावप्रतिबिम्बिताऽखिलजगद्भारोद्वहेनोद्धुरा । पुण्या साभ्रमती नदी जिनपतिस्नात्राम्बुधारोज्ज्वला देशे गूर्जरनामनि प्रवहति श्रेयः श्रियां धामनि ॥३॥
तत्तीरोपगतस्य राजनगरस्याऽन्ते पुरं पावनं तन्नामाङ्कितमस्ति साबरमतीत्याख्यास्फुरत्सद्यशः । एतस्योपपुरञ्च रामनगरं जीयादयोध्यासमं सार्वज्ञेश्वर - रामचन्द्रसुगुरूप्रासादरूद्धाम्बरम् ॥४॥
શ્રીશંખેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન જય પામો.
આ પ્રભુને નમસ્કાર કરવા ઇન્દ્રો પણ આવે છે અને ચક્રવર્તી પણ આવે છે. ઇન્દ્રો પ્રભુને નમે છે ત્યારે તેમના મુકુટની તેજધારા પ્રભુના પગ પાસે રેલાય છે. ચક્રવર્તીઓ પણ પ્રભુને નમે છે. તેમના મુગુટનાં રત્નોનાં તેજ, એ તેજધારા સાથે ભળી જાય છે. એમાંથી મેઘધનુષ્ય જેવી રંગછટા સર્જાય છે. પરંતુ આ રંગછટા-પ્રભુના નખની કાંતિથી ઢંકાઈ જવાને લીધે, ન તો દેખાઈ શકે છે, ન તો અદશ્ય બને છે.
૧
આ વિશ્વમાં ભારતની ભૂમિ છે. એ કલ્યાણ અને લક્ષ્મીની શ્રેણિ ધરાવે છે. એ ગુણોની ખાણ છે. એ વિદ્યાનું વિશાલ વન છે. એની રજને દેવો પૂજે છે. આ ભારતભૂમિ પર્વતોને લીધે ત્રણ લોકની શોભાને ધારણ કરે છે કેમ કે આ ભૂમિ પરના પર્વતો સ્વર્ગ સુધી પહોંચે તેવા સોનેરી શિખરો ધરાવે છે, પાતાળ સુધી પહોંચનારા મૂળ ધરાવે છે અને સાગર સુધીનો ફેલાવો ધરાવે છે.
૨
આ ભારતમાં મંગલ અને લક્ષ્મીના આવાસ સમાન ગૂર્જર દેશ છે. તેમાં પવિત્ર એવી સાબરમતી નામની નદી વહી રહી છે. આ નદીનાં પાણી ભગવાનનાં સ્નાત્રજલની ધારા જેવા ઉજ્વળ છે. અવિરત ઉછળી રહેલાં તરંગોને લીધે એ નદી આકાશને ભેટવા ઉત્સુક થયેલી સ્ત્રી જેવી દેખાય છે. આ નદીમાં સમગ્ર વિશ્વનો પડછાયો પડે છે તેથી આ નદી વિશ્વનો ભાર ઉપાડવાનો ગર્વ ધારણ કરી રહી છે.
૩
આ નદીના કિનારે રાજનગર નામનું શહેર છે. આ શહેરની સીમા પર આ નદીનાં નામે ઓળખાતું, સાબરમતી આ નામ દ્વારા નામના પામેલું પવિત્ર નગર છે. આ સાબરમતીનું પરું છે રામનગર. સર્વજ્ઞશાસનના નાથ એવા શ્રીરામચંદ્રગુરુનાં મંદિર દ્વારા આકાશને આંબનારું આ રામનગર અયોધ્યા જેવું છે. તે જય પામો.
૪
Page #6
--------------------------------------------------------------------------
________________
(શ્રીવિન)
(મંદિરવર્ણન)
श्रीरामस्मतिमन्दिरं गजरथाऽऽकारं जयत्यद्भुतं वल्लीम लशिल्पशालिविपुलस्तम्भावलिश्लाषितम् । यहेहोऽमृतचन्द्रकान्तधवलस्सौन्दर्यलीलोत्सवैस्वर्गीयं मदमातनोति सहृदां सोपानमारोहताम् ॥५॥
શ્રીરામચંદ્રગુરુનું સ્મૃતિમંદિર જય પામે છે. તે ગજરથનો આકાર ધરાવે છે. તે ખૂબ જ સુંદર છે. આ મંદિરના વિશાળ થાંભલાઓ નાજુક લતા જેવાં શિલ્પથી સંપન્ન છે. આ મંદિરનું શરીર અમૃત અને ચંદ્રકાંતમણિ જેવું ધવલ છે. આ મંદિરનાં પગથિયાં ચડનાર ભાવનાશીલ જનોને તેનાં સૌન્દર્યની અદ્ભુત લીલાઓનાં દર્શનથી સ્વર્ગીય આનંદ સાંપડે છે. ૫
भूवाहोच्चशिरो हिरण्यघटितः कुम्भश्च सूर्यप्रभो दण्डस्वर्णमयः प्रचण्डपवनं संवाहयन्नञ्जसा । मेघानाञ्च सुहृत्तया ध्वजपटो विश्वग्वियद्विस्तृतस्तत्त्वानामिति सङ्गमो विलसति श्रीरामचन्द्रालये ॥६॥
શ્રીરામચંદ્રમંદિરમાં પાંચેય તત્ત્વોનો સંગમ શોભી રહ્યો છે. કેમકે તેનું શિખર પર્વત સમાન ઊંચું છે. તે શિખર પરનો કળશ સોનેરી હોવાથી સૂર્ય જેવો દેખાય છે. આ શિખર પર રહેલો ધ્વજદંડ પૂરબહાર હવાને સહજ રીતે વહેતી રાખે છે. આ શિખર પરની ધ્વજાનું વસ્ત્ર સંપૂર્ણ આકાશ પર ફેલાયેલું રહે છે. કેમ કે તે વાદળાઓ સાથે મૈત્રી ધરાવે છે. ૬
राजन्ते ननु बोधदृष्टिचरणान्येतस्य शृङ्गत्रये भङ्गं याति चतुर्गतेरनुभवो भव्ये चतुर्थे तले । चक्राणाममुमष्टकञ्च भजते तुम्बासदाराजुषां मातृणामिव मण्डलं मुनिवरान् धर्मक्रियाज्ञानवत् ॥७॥
આ મંદિરનાં ત્રણ શિખરો ઉપર જાણે કે જ્ઞાન-દર્શન અને ચારિત્ર શોભી રહ્યાં છે. શિખરોનાં આધારભૂત એવા ચોથા માળે જવાથી જાણે કે ચારેય ગતિનો રઝળપાટ નાશ પામે છે. જેમ સાધુભગવંતોને ધર્મક્રિયા અને ધર્મબોધથી સહિત એવી આઠ પ્રવચનમાતાઓ સાચવે છે તેમ આ મંદિર, બા અને આરાથી મુક્ત એવાં આઠ ચક્રો ધારણ કરે છે.
૭
संसृष्टं तुहिनतुसोमकिरणैः श्रीखण्डखण्डद्रवैस्सिक्तं चूर्णितमौक्तिकौघरजसा सम्पूरितं सर्वतः । प्रालेयैरिव निर्मितं गुरुगृहे भूसा शीतोपलं दत्ते ध्यानमुदं गुहातलकृतच्छन्नस्थितेर्योगिनः ॥८॥
આ મંદિરનું ભોયરું અતિશય ઠંડકનો અનુભવ કરાવનારું છે. શિયાળાની રાતે ઉગતા ચંદ્રમાનાં કિરણો એની પર પથરાયા હોય, ચંદનકાષ્ટનો રસ તેની પર ઢોળવામાં આવ્યો હોય, ઢગલાબંધ મોતીઓનું ચૂર્ણ બનાવીને તેની રજ એની પર પાથરવામાં આવી હોય અને ઝાકળજળથી એ ઘડવામાં આવ્યું હોય તે રીતે આ ભોંયરાના પથ્થરો અતિશય શીતલ છે. યોગીજનો ગુફાના તળિયે ગુપ્ત રીતે રહીને જે ધ્યાનનો આનંદ પામે છે તેનો અનુભવ આ ભોંયરામાં બેસવાથી મળે છે. ૮
Page #7
--------------------------------------------------------------------------
________________
पञ्चाचारविहारसारचरणानाह्लादनायोत्सुकैद्वारैस्सिद्विवधूस्वयंवरकृते हारर्युतं पञ्चभिः । चैत्यस्याऽस्ति शुभप्रकोष्ठललितं सुस्तम्भमाद्यं तलं पिण्डीभूतसमस्तमण्डनकलाभास्वत्सभामण्डपम् ॥९॥
આ મંદિરનો પહેલો માળ કેવો છે ? દરેક પ્રકારની શિલ્પકળા એમાં એકત્રિત થઈ હોવાથી એનો સભામંડપ દેદીપ્યમાન લાગે છે. એમાં સુંદર થાંભલાઓ છે. પવિત્ર એવી ચોકીઓ છે. પહેલા માળમાં પ્રવેશ કરવા માટે પાંચ દ્વાર છે. પાંચ આચારનું પાલન કરવાના લક્ષપૂર્વક ચારિત્ર પાળનારા મહાત્માઓને આનંદ આપવા માટે એ પાંચ દ્વારા ઉત્સુક રહે છે. આ દ્વારોનો આકાર એવો સુંદર છે કે સિદ્ધિરૂપી કુમારી સાથે સ્વયંવર કરવા માટે એ હાર હોય તેવા લાગે છે.
आश्चर्योत्कटसम्मदोपजननी विन्यासिनां कौशलैर्दीर्घा दीर्घनिबद्धपालिकलिता मध्ये तले वर्तते । नीचैर्दर्शितरम्यभूरुपरि च स्तब्धाभ्ररागच्छदिरालोका तनुते न किं नयनयोराकाशसेतुभ्रमम् ॥१०॥
આ પ્રાસાદના બીજા માળે દીર્ધા-ગેલેરી છે. શિલ્પીઓની રચનાકુશળતા અહીં એવી અદૂભુત જોવા મળે છે કે આપણામાં આશ્ચર્યનો ઉત્કૃષ્ટ આનંદ અવશ્ય જાગે. આ ગેલેરીને લાંબી પાળી બાંધવામાં આવી છે. ત્યાંથી નીચે જોઈએ તો સુંદર મજાની જમીન દેખાય છે અને ઉપર જોઈએ તો થીજેલાં વાદળાં જેવી છત દેખાય છે. (આ ગેલેરી જમીન અને છતની વચ્ચે રહેલી છે અને આ મંદિર વિશાળ છે તેને લીધે) આ ગેલેરી જાણે કે આકાશ પર બાંધેલો સેતુ હોય તેવો ભ્રમ નીપજાવે છે.
૧૦
यद्वातायनकीर्णकोरककलाऽऽसक्तो मरुन्मन्दते गुञ्जत्यन्तरि सूक्ष्मसर्गसरणि जालाक्षमालिङ्गितः । उद्योतोल्बणभित्तिभासुरमथेन्द्राऽऽवासवन्निर्मलं प्रासादस्य विधूतवासुकिमदस्याऽऽस्ते तृतीयं तलम् ॥११॥
આ પ્રાસાદનો ત્રીજો માળ કેવો છે ? (પૃથ્વીનો ભાર ઉપાડનાર) વાસુકિનાગનો મદ આ પ્રાસાદે ઉતારી નાંખ્યો છે. પ્રકાશથી ઝળહળતી ભીંતોને લીધે દેવલોકની જેમ દીપી રહેલા ત્રીજા માળના ઝરૂખામાં કોતરાયેલી સૂક્ષ્મ કોતરણીમાં આસક્ત બનીને પવન જાણે કે અટકી પડે છે. અને પછી એ પવન ઝીણી કોરણીવાળી જાળીને ભેટીને અંદર ગુંજારવ કરવા લાગે છે.
(ગુરુપરંપરાવર્ણન)
( શ્રી ગુરુપરમ્પરાવનમ્) श्रीवीरस्य पदक्रमे गणधरश्रीगौतमस्वामिना माज्ञाभिः प्रथमा स्थितिस्समभवत् श्रीमत्सुधर्मप्रभोः । जम्बूरन्तिमकेवली तदनुगो विश्वप्रबोधार्यमा तस्य श्रीप्रभवोऽभवत्तदनुगश्शय्यम्भवश्शास्त्रकृत् ॥१२॥
પ્રભુવીરની પાટે ગણધરશ્રી ગૌતમસ્વામીજીની આજ્ઞાથી શ્રીસુધર્મ પ્રભુ પહેલા બિરાજમાન થયા. તેમની પાટે અંતિમ કેવલી શ્રીજંબૂસ્વામી થયા. તેમની પાટે વિશ્વને જગાડવામાં સૂર્યસમા શ્રી પ્રભવસ્વામી થયા. તેમની પાટે શાસ્ત્રકાર શ્રી શયંભવસ્વામી થયા.
૧૨
Page #8
--------------------------------------------------------------------------
________________
ક્રિયાઓમાં કુશળ એવા શ્રી યશોભદ્રસૂરિજી તેમની પાટે થયા. તેમના પટ્ટધર બે થયા. શ્રીસંભૂતિ અને શ્રીભદ્રબાહુ. તે બંનેની પાટે અંતિમ શ્રુતકેવલી શ્રીસ્થૂલભદ્રજી થયા. તેમની પાટે શ્રી આર્યમહાગિરિજી અને શ્રીઆર્યસુહસ્તિજી થયા.
૧૩
भद्राऽन्तश्च यश:प्रभुस्तदनुगस्सूरिस्समर्थः कृतौ सम्भूतोऽपि च भद्रबाहुरपि चाऽऽस्तां तस्य पट्टाधिपौ । अन्त्योऽस्मात् श्रुतसर्ववित् समभवत् श्रीस्थलभद्रस्ततः श्रीमानार्यमहागिरि-गुरुसुहस्तीत्यासतुः प्रक्रमे ॥१३॥ ताभ्यां सुप्रतिबद्धसेव्यचरणः श्रीसुस्थितार्योऽभवतेषां कोटिकसूरिमन्त्रजपतः कोटिगणो निर्गतः । एतस्मादथ चेन्द्रदिन्नभगवानस्माच्च दिन्नः प्रभु स्तस्मात् सिंहगिरिर्मतोऽमितगुणो वर्षिरस्मादभूत् ॥१४॥
તેમની પાટે શ્રીસુસ્થિતાચાર્ય થયા. તેમનાં ચરણોની સેવામાં શ્રીસુપ્રતિબદ્ધાચાર્ય સાથે રહેતા હતા. આ બંને આચાર્યોએ એક કરોડ વખત સૂરિમંત્રનો જાપ કર્યો માટે તેમના દ્વારા શ્રીકોટિગણ પ્રવૃત્ત થયો. ૧૪
તેમની પાટે શ્રીઇન્દ્રદિન્નસૂરિજી થયા. તેમની પાટે શ્રીદિન્નસૂરિજી થયા. તેમની પાટે શ્રી શ્રીસિંહગિરિજી થયા. તેમની પાટે અગણિત ગુણોવાળા શ્રીવજસ્વામીજી થયા.
एतेनोच्चचरित्रचम्पकवती वज्रीति शाखा स्थिता तस्यां श्रीयुतवज्रसेनगुरवो विद्यानिधाना बभुः । चन्द्राचार्यगुरुस्ततश्च समभूत्तस्माच्च चान्द्रं कुलं जातं पट्टपरम्पराऽथ विमलैस्सूरीश्वरैर्मण्डिता ॥१५॥
તેમના દ્વારા વજી શાખા પ્રવૃત્ત થઈ. આ શાખા ઉત્તમ ચારિત્રરૂપ ચંપકની વેલી સમાન બની. તે શાખામાં વિદ્યાનિધાન એવા શ્રી વજસેનસૂરિજી થયા. તેમની પાટે શ્રીચન્દ્રસૂરિજી થયા. આ આચાર્ય દ્વારા ચંદ્ર કુલની સ્થાપના થઈ. આગળ આ પટ્ટપરંપરા અનેક પવિત્ર આચાર્યો દ્વારા શોભિત બનતી રહી.
૧૫
(શ્રૌતપાછવઈન)
(શ્રીતપાગચ્છવર્ણન)
तस्यां वीरविभोरनन्यतपसामल्पाऽनुकाराऽऽदृतै स्तीत्रैर्द्वादशवर्षिभिर्नविरतैराचाम्लकाऽऽराधनैः । ख्यातास्सत्त्वसमुच्छ्यास्समभवन् सूरीश्वरश्रीजगच् चन्द्रा यान् हि ददौ तपा इति पदं श्रीजैत्रसिंहो नृपः ॥१६॥
આ પાટપરંપરામાં શ્રીજગચંદ્રસૂરીશ્વરજી મ. થયા. તેમણે પ્રભુવીરનાં અજોડ તપનાં અલ્પ અનુકરણરૂપે બારવરસનાં અખંડ આંબેલની ઉત્કૃષ્ટ તપસ્યા આદરી હતી. શ્રીજૈત્રસિંહ રાજાએ આ આચાર્ય ભગવંતને ‘તપા’ આ બિરૂદ આપ્યું.
Page #9
--------------------------------------------------------------------------
________________
एतेन प्रथितश्च कान्तकमलाकेलीक्षणाऽलङ्कृति रहद्धर्मविभाविभावनविधौ दिव्यस्सहस्त्रांशुमान् । अम्भोधेरिख भूरित्ननिकरो मेरोरिवोत्कर्षवान् आकाशेन समो महानिह तपागच्छस्समच्छच्छविः ॥१७॥
આ સૂરિદેવ દ્વારા શ્રીતપાગચ્છ પ્રવૃત્ત થયો. આ ગચ્છ, પ્રભાવશાળી લક્ષ્મીની કૃપાદૃષ્ટિ પામવાથી શોભાયમાન હતો, જિનધર્મન પ્રકાશિત કરવામાં તે જાજરમાન સૂરજ જેવો હતો. સાગરની જેમ એ અનેક રત્નોનું નિધાન હતો. મેરુપર્વતની જેમ એ મોટી ઊંચાઈએ પહોંચેલો હતો. આકાશની જેમ એ મહાન્ હતો. તેનો પ્રભાવ અતિશય ઉત્તમ હતો. ૧૭
વિ. સં. ૧૨૮૫ની સાલમાં આ તપાગચ્છની સ્થાપના થઈ. આ ગચ્છમાં તપસ્વીઓનો વિશાળ સમુદાય આરાધના કરતો હતો. સુંદર સંયમ સાધના કરનારા સાધુઓ દ્વારા કહેવાતા ધર્મલાભને સાંભળીને પ્રસન્નતા પામનારો શ્રીમાણિભદ્રદેવ આ ગચ્છનો અધિષ્ઠાયક દેવ બન્યો. ૧૮
श्रीमविक्रमभूपतेर्यममदश्रोत्रेन्दु (१२८५) संवत्सरे लेभेऽयं हि जनिं तपोरतमुनीनामेकसन्दोहभाक् । सम्यक्संयमसेविसाधुकथितश्रीधर्मलाभश्रुति प्रीतोऽधिष्ठितिदेवता समजनि श्रीमाणिभद्रोऽस्य च ॥१८॥ वर्षे चाऽथ चरित्रबाणगुहकाऽभ्रे (१६५२) हीरसूरीश्वरस्सञ्जातोऽगणनीयभूपमुकुटैस्सम्पूज्यमानक्रमः । येन ज्ञानवता विशालभरतव्यापे सजीवावलिरक्षाऽकब्बरराजबोधकलयाऽहिंसाऽश्वमेधे कृता ॥१९॥
વિ. સં. ૧૬૫રમાં શ્રીહીરસૂરીશ્વરજીમ. તપાગચ્છમાં થયા. અનેક અનેક રાજાઓના મુગટ દ્વારા તેમનાં ચરણો પૂજાતાં હતાં. તેમણે ભારતભરમાં ફેલાયેલા અહિંસારૂપ અશ્વમેધ દ્વારા અગણિત પ્રાણીઓની જીવનરક્ષા કરી. અકબર રાજાને પ્રતિબોધ પમાડવાની કળા દ્વારા આ શક્ય
૧૯
બન્યું.
तत्पट्टे कुशलाशयो जनमनस्सर्वस्वरूपः प्रभुस्स्याद्वादामृतसागरस्समभवत् श्रीसेनसूरीश्वरः । तत्पट्टस्थितिभिर्महस्विमहितैः श्रीदेवसूरीश्वरैदृब्धा भद्रगुणश्रिता विजययुक्शाखाऽथ शोभामयी ॥२०॥
તેમની પાટે શ્રીસેનસૂરીશ્વરજીમ. થયા. તેઓ પાવન ભાવના ધારણ કરતા હતા, જનસમાજના અંતરમાં સર્વસ્વરૂપે બિરાજતા હતા, સ્યાદ્વાદરૂપી અમૃતનો સાગર હતા. તેમની પાટે શ્રીદેવસૂરીશ્વરજીમ, બિરાજમાન થયા. તપસ્વીઓ દ્વારા પૂજા પામનારા આ આચાર્યે કલ્યાણના સ્થાનભૂત તથા સુંદરતાથી સંપન્ન એવી વિજય શાખા સ્થાપી.
૨)
ऐन्द्रश्रेणिनतिर्ब्रहस्पतिरतिर्वाग्देवतासंस्तुतिगङ्गानीरगभीरशास्त्ररचनैर्येनाऽर्जिता श्रेयसी । यद्वाचां हरिभद्र-हेमगुरवोऽधिष्ठायकाश्शाश्वता स्सोऽयं वादजयी यशोविजयवाख्यातोऽस्य राज्येऽभवत् ॥२१॥
આ આચાર્યનાં સામ્રાજ્યમાં શ્રીયશોવિજયજી ઉપાધ્યાય થયા. તેમણે ગંગાનદી જેવા ઊંડાણ ધરાવતા અર્થગંભીર શાસ્ત્રોની રચના કરીને, ઇન્દ્રોના નમસ્કાર, બૃહસ્પતિની પ્રીતિ અને સરસ્વતીની સ્તવના મેળવી હતી. એમની વાણીના શાશ્વત અધિષ્ઠાયક તરીકે શ્રીહરિભદ્રસૂરિમ., શ્રી હેમચંદ્રસૂરિમ. શોભે છે. એ વાદવિજેતા હતા.
૨૧
Page #10
--------------------------------------------------------------------------
________________
देवाऽऽचार्यपरम्परामनुगताः श्रीसिंहसूरीश्वरा
स्तत्पट्टे भविभाग्यभोगभविता शैथिल्यविद्रावणः । संविज्ञप्रवरोऽथ सत्यविजयो जातः क्रियोद्धारको येनाऽऽचार्यपदं निषिध्य निजकं प्रीतिर्गुरूणां जिता ॥ २२ ॥
कर्पूरादथ सुक्षमाजिन- गुरूणां प्रस्थितोऽनुक्रमस्तस्मादुत्तम-पद्म-रूप-विजयास्तस्माच्च कीर्तिप्रभुः । कस्तूरोऽथ गुरुस्ततो मणिगुरुस्सर्वेऽप्यमी पण्डितासञ्जातास्तरुणारुणोदयगुणाः श्रीजैनधर्माम्बरे ||२३||
अग्रे चाऽथ बभूव बुद्धिविजयः ख्यातो बुटेरायजीत्याख्यातः परिहृत्य ढुण्ढकमतं चैत्यं मतं निश्रितः । नानाऽऽराधनतत्परः परहिताऽऽसक्तः कषायापहृद् हृद्यैर्धर्मवचोभिरात्मनिवहान् संयोजयन् सन्मते ॥ २४ ॥
एतस्मादुदभूदगाधमहिमा पाञ्चालदेशक्षिति मन्दारो मकरन्दसान्द्रवचनैरानन्दसूरीश्वरः । अर्हमूर्तिसमर्हणाप्रणयिनो जाता जना लक्षशो येनोन्मत्तकुवादितर्कदहनोद्दीप्रे महाप्रावृषा ॥ २५ ॥
११
શ્રીદેવસૂરિમ.ની પરંપરામાં શ્રીસિંહસૂરીશ્વરજીમ. થયા. તેમની પાટે શ્રીસત્યવિજયજીમ. થયા. તેઓ ભવ્યજીવોના ભાગ્યનિર્માતા હતા, શિથિલાચારનો નાશ કરનારા હતા, સંવિગ્નોમાં શ્રેષ્ઠ હતા અને ક્રિયાના ઉદ્ધારક હતા. પોતાને મળી રહેલી આચાર્યપદવીનો જાતે જ નિષેધ કરીને તેઓ ગુરુના પ્રીતિપાત્ર બન્યા હતા. ૨૨
પાટપરંપરામાં આમની પછી શ્રીકપૂરવિજયજીમ., શ્રીક્ષમાવિજયજીમ., શ્રીજિનવિજયજીમ. શ્રીઉત્તમવિજયજીમ., શ્રીપદ્મવિજયજીમ., શ્રીરૂપવિજયજીમ., શ્રીકીર્તિવિજયજીમ., શ્રીકસ્તૂરવિજયજીમ., શ્રીમણિવિજયજીમ. થયા. આ બધા જ મહાપુરુષો પંડિત પંન્યાસપદ ધારણ કરનારા હતા. શ્રીજૈન-ધર્મરૂપી આકાશમાં તેઓ ઉગતા સૂરજની જેમ દીપતા
હતા.
૨૩
તેમની પછી શ્રીબૂટેરાયજીમ. તરીકે પ્રસિદ્ધ એવા શ્રીબુદ્ધિવિજયજીમ. થયા. તેમણે સ્થાનકવાસી મતનો ત્યાગ કરીને ચૈત્યમાર્ગનો સ્વીકાર કર્યો હતો. તેઓ વિવિધ આરાધનામાં રત રહેતા હતા, પરહિતમાં રસ ધરાવતા હતા, કષાયને દૂર કરતા હતા, સુંદર વચનો દ્વારા આત્માઓને સાચા માર્ગે વાળતા હતા.
૨૪
આમની પાટે શ્રીવિજયઆનંદસૂરીશ્વરજીમ. થયા. તેમનો મહિમા અપાર હતો. પંજાબદેશની ભૂમિ પર તેઓ કલ્પવૃક્ષ સમાન હતા. તેમનાં વચનો મકરંદબિંદુ જેવા આહ્લાદક હતા. ઉન્મત્ત એવા કુવાદીઓના તર્ક રૂપી અગ્નિના ભડકાઓને તેમણે મહામેધ બની શાન્ત કર્યા હતા. તેમના દ્વારા લાખો લોકો પ્રભુમૂર્તિની પૂજા કરવામાં રસિક બન્યા હતા.
૨૫
१२
Page #11
--------------------------------------------------------------------------
________________
अग्रे ज्ञानरसोपसिक्तविविधध्यानेषु भूनिश्चले मोहध्वंसिनि भूपबोधकुशले मुक्तेर्महामङ्गले । चारित्र्ये विमले स्वभावसरले विद्यावतां वत्सलेड हद्भक्तैर्विजयादिभाजि कमले पट्टोत्सवः कारितः ॥२६॥
તેમની પાટે શ્રીકમલસૂરીશ્વરજીમ.નો પટ્ટાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવ્યો. તેઓ જ્ઞાનરૂપી રસથી મનોહર એવાં વિવિધ ધ્યાનમાં પર્વતની જેમ નિશ્ચલ હતા. તેઓ મોહનો નાશ કરનારા હતા, રાજાઓને બોધ આપવામાં સમર્થ હતા, મુક્તિમાર્ગમાં મહામંગલરૂપ હતા. તેમનું ચારિત્ર નિર્મળ હતું. તેમનો સ્વભાવ સરળ હતો. વિદ્યાવાનો ઉપર તેમને પ્રીતિ રહેતી હતી.
૨૬
काण्डीरो परवादिनां शमदमैरापत्तिधीरः कृती भव्ये नीरधरो जिनागमसरित्क्रीडासमीरः कविः । मायाचीरहरोऽथ सिद्धवचनोऽसौ यौवराज्ये पदे गच्छस्याऽभ्युदयाय वीरविजयोपाध्याय आसन्नवान् ॥२७॥
ગચ્છના અભ્યદય માટે, તેમની પાટ ઉપાધ્યાય શ્રીવીરવિજયજીમ. બિરાજમાન થયા. પરવાદીઓને જીતવામાં તેઓ સફળ ધનુર્ધારી હતા. કષાય અને ઇન્દ્રિયને કાબૂમાં રાખનાર હોવાથી તેઓ આપત્તિમાં ધીરતા ધારણ કરી શકતા હતા. તેઓ પુણ્યવાન હતા. તેઓ ભવ્યજીવો પર વાદળની જેમ વરસતા હતા. જિનાગમરૂપી નદીના કાંઠે તેઓ પવનની જેમ વહેતા હતા. તેમની વાણી હંમેશા સાચી પડતી હતી. તેઓ કવિ હતા. તેઓ માયારૂપી વસ્ત્રને હરનારા હતા.
आधानं सकलागमोपनिषदां ज्योतिर्निधानं श्रियस्सन्तानं जितमानमात्मपदवीं श्रीदानसूरीश्वरम् । सोऽदाच्चारुचरित्रचारचतुरं गाङ्गेयगोत्रं धृतौ विद्वत्पर्षदि गीयमानमतुलैर्विभ्राजमानं गुणैः ॥२८॥
તેમણે શ્રીદાનસૂરીશ્વરજી મ.ને પોતાની પાટે બેસાડ્યા. આ સૂરિજી સઘળાય આગમોનાં રહસ્યોના જાણકાર હતા, જ્યોતિષવિદ્યાના સાગર હતા, લક્ષમીનું સંતાન હતા, અભિમાનરહિત હતા, ચારિત્રનાં સુંદર પાલનમાં કુશળ હતા. તેમની ધીરતા ભીષ્મપિતામહ જેવી હતી, વિદ્વાનોની સભામાં તેમના ગુણોની પ્રશંસા થતી હતી. તેઓ અનેક સદ્ગુણો દ્વારા શોભતા હતા.
૨૮
तत्पट्टे सुविशालगच्छविनताः श्रीप्रेमसूरीश्वरा जाताश्शास्त्रकुले निसर्गनिपुणा वात्सल्यगङ्गाधराः । येषां शीलरसालिनि द्युललना लीलोल्लसच्चारिमाशालिन्याकलयन्ति कौतुककलाकेलि ललल्लालसाः ॥२९॥
તેમની પાટે શ્રીપ્રેમસૂરીશ્વરજીમ. થયા. સાધુઓનો સુવિશાળ સમુદાય તેમની સેવા કરતો હતો. તેઓ અનેક શાસ્ત્રોમાં સહજ રીતે કુશલ હતા. વાત્સલ્યની ગંગા તેઓ સતત વહેતી રાખતા હતા. તેમનું શીલરૂપી આમ્રવન અતિશય સૌન્દર્યવાળું હતું. દેવતાઓની સ્ત્રીઓ આકર્ષણ પામીને તેમનાં શીલરૂપી આમ્રવનમાં કૌતુક ક્રીડા કરતી હતી.
૨૯
Page #12
--------------------------------------------------------------------------
________________
तैः कर्माऽऽगमनीरधेरनितरैर्मन्थानमापादितं लब्धा सारवती नवीनरचितग्रन्थावली रत्नवत् । एतस्यां पठनोद्यतं सुस्गुरुं बुद्धिश्रमत्रासितं दृष्ट्वा किं दिवि निर्निमेषनयना जाताः सुरा विस्मयात् ॥३०॥
(શ્રીરામચંદ્રભૂરિરાસ્તવના) दाहो भानुकरस्य सर्वतपनो मध्याह्नमात्रं श्रितस्सर्वाश्चन्द्रमसश्च पार्वणकला एकां त्रियामां श्रिताः । धर्मद्रोहिषु रुद्रतेजसि शुभ-प्रीतेऽमृतस्राविणि नित्यं श्रीमति रामचन्द्रविजये तत्पट्टमारोहिते ॥३१॥
रे ! पञ्चानन ! मुञ्च तर्जितगजं गर्जारवाऽऽडम्बरं क्रूरः कोमलजन्तुभैरवरवैः किं दृश्यसे त्वं मुधा । धारावाहविघातजातविशदध्वानेऽपि सम्मोहिनि प्रेमस्यन्दिनि रामचन्द्रभगवत्याधेहि सेवाव्रतम् ॥३२॥
તેમણે એકલે હાથે આગમસાગરનું મંથન કર્યું. તેમાંથી તેમણે નવા રચેલા ગ્રંથો રૂપી મૂલ્યવાન રત્નો મેળવ્યાં. એમના આ ગ્રંથો વાંચવામાં બૃહસ્પતિની બુદ્ધિ પણ થાકી જતી હતી તે જોઈને આશ્ચર્ય પામેલા દેવતાઓ આંખોના પલકારા ચૂકી ગયા છે.
૩૦ (શ્રી રામચંદ્રસૂરિરાજસ્તવના) તેમની પાટે શ્રીવિજયરામચંદ્રસૂરિજીમ. આરૂઢ થયા. તેઓ ધર્મવિરોધીઓ પર હંમેશા તીક્ષ્ણ તેજ વરસાવતા, અને ધર્મપ્રેમીઓ પર હંમેશા અમૃત વરસાવતા, (આ જોઈને સૂર્ય અને ચંદ્ર હારી ગયા કેમ કે) સૂર્ય માત્ર મધ્યાહુનના સમયે જ તીર્ણ તાપ ધારણ કરે છે અને ચંદ્ર માત્ર પૂનમની એક જ રાતે પોતાની સોળે કળાઓ ધારણ કરે છે. ૩૧
અરે સિંહ ! તને ગર્જના કરવાનો ખોટો ગર્વ છે તે તું છોડી દે. હાથીને ધ્રુજાવતી ગર્જનાઓ અને કોમળ જીવોને ગભરાવતી ભયાનક ત્રાડ દ્વારા તું અકારણ ક્રૂર દેખાય છે. તું શ્રીરામચન્દ્ર ભગવાનની સેવા કરવાનો નિયમ લઈ લે. તેઓ વાદળાઓની અથડામણમાંથી ઉઠતા ગંભીર ગર્જરવા જેવો જ અવાજ ધરાવે છે અને છતાં તેઓ ક્રૂર નથી. પરંતુ સતત પ્રેમને જ વરસાવે છે.
શ્રીરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પુણ્યમાં શ્રીહીરસૂરિજીમ. જેવા છે, નીતિકુશળતામાં કૃષ્ણ જેવા છે, ગુણવત્તામાં રામ જેવા છે, પરાક્રમમાં અર્જુન જેવા છે, તેજમાં સૂર્ય જેવા છે, સૌભાગ્યમાં ગુરુગૌતમ જેવા છે, વાદ જીતવામાં શ્રીમલ્લવાદિસૂરિજી જેવા છે, કલ્યાણમૈત્રીમાં અભયકુમાર જેવા છે, શાસ્ત્રના બોધમાં સાક્ષાત્ સરસ્વતી જેવા છે અને યશના વિસ્તારમાં મહાન્ સમુદ્ર જેવા છે.
૩૩ હે રામચન્દ્રસૂરિજી મહારાજા ! આજે મોશૈકલક્ષી ધર્મ કરવાની ભાવનાને કુતર્કો દ્વારા ધક્કો લાગી શકતો નથી, પર્વોપર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઈ શકે છે આ સત્યનિર્ણયને આજે કોઈ બદલી શકતું નથી અને ભારે ઠાઠમાઠપૂર્વક આજે દીક્ષા આપી શકાય છે તે આપનું જ સિંહપરાક્રમ છે.
૩૨
पुण्ये हीरगुरुर्विचक्षणमतौ कृष्णो गुणे राघवः कौन्तेयश्च पराक्रमेऽचिषि रविर्भाग्ये गणी गौतमः । वादे मल्लगुरुर्हितेऽभयसखा शास्त्रे स्वयं शारदा गच्छाधीश्वररामचन्द्रभगवानब्धिर्यशोविस्तरे ॥३३॥
नायाति स्खलनां कुतर्करचनैर्मोक्षकलक्षाशयः नाऽध्यास्ते च्छलनां विपक्षवचनैस्सत्यस्तिथेनिर्णयः । दीक्षा दुन्दुभिवादनेन सहिता या दीयते साम्प्रतं तत् सर्वं खलु रामचन्द्र ! भवतश्शार्दूलविक्रीडितम् ॥३४॥
૩૪
१५
Page #13
--------------------------------------------------------------------------
________________
(સૂશિખવેવળનમ્ )
नासा निर्मलदीपिकाऽम्बुजमदस्योन्मोचने लोचने भाले ह्यष्टमचन्द्रतन्द्रितहरे धर्मध्रुवत्वं ध्रुवः । कर्णौ स्वर्णरसौ कपोलयुगलं शीतांशुखण्डोपमं सत्त्वोद्रेकमयस्मितेन सततं लिप्तोऽधरः पाटलः ॥ ३५ ॥
अंसे शासनभारवाहनसमुत्तंसे शिरस्सुस्थिरं शैलाग्रस्थितशारदाभ्रसतुलं नेत्रामृतं धर्मिणाम् । बाहू मोहमहाऽरिबन्धनकरौ सद्धर्मशस्त्राञ्चितौ वक्षोऽन्तःकरणस्थलक्षसमयैर्विस्तारवच्चोन्नतम् ॥३६॥
लक्ष्मीनां निकरौ करौ कटितटं सिंहोपमित्योद्भटं धर्मोल्लासपरम्परौ च परमानन्दास्पदौ श्रीपदौ । चेतश्चेतसिजाऽपराधविकलं कल्याणकृद् दर्शनं सर्वज्ञत्वसमीपताऽनुगुणितश्चाऽऽत्मा विभोर्निर्मलः ||३७||
( सूरिराजव्याख्यानसाराऽऽख्यानम् )
संसारः परिहार्य एव भवता ध्येयश्च मोक्षस्सदा ग्राह्या दोषनिरासनाय सकलैर्दीक्षा सुरक्षाऽऽत्मनः । वाग्देवीकरलेखसुन्दरगिरा भव्यानिति स्थापयनर्हद्धर्मणि रामचन्द्रभगवानेकः शरण्यो मम ॥ ३८ ॥
१७
(સૂરિરાજદેહવર્ણન)
આ સૂરિરાજની નાસિકા દીવાની જ્યોત જેવી નિર્મળ છે, એમની સુંદર આંખો કમળનો સૌન્દર્યમદ ઉતારી દે છે, તેમનું કપાળ અષ્ટમીના ચન્દ્રની તન્દ્રા હરી લે છે, તેમની બંને બ્રૂ-માં ધર્મની સ્થિરતા સોહે છે, તેમનાં કાન સોનેરી વર્ણના છે, તેમના ગાલ ચાંદના ટુકડા જેવા છે. તેમના હોઠ પર સાત્ત્વિકભાવના ઉત્કર્ષ જેવું સ્મિત પથરાયેલું રહે છે માટે એ હોઠ હંમેશ લાલ રહે છે.
૩૫
તેમના ખભા શાસનનો ભાર ઉપાડવામાં સમર્થ છે. પર્વતનાં શિખર પર જે રીતે શરદઋતુનું વાદળ શોભે તે રીતે ધર્મીઓની આંખોને આનંદ આપનારું તેમનું મુખ તેમના ખભા પર બિરાજે છે. તેમના બંને હાથ સધર્મરૂપી શસ્રથી સહિત છે અને મોહરૂપી મહાશત્રુને બંધનમાં મૂકે છે. એમનાં અંતઃકરણમાં લાખો શાસ્ત્રો સમાયેલાં છે માટે તેમની છાતી વિશાળ અને ઉન્નત છે. ૩૬
તેમના હાથ લક્ષ્મીના નિધાન છે, તેમનો કટિપ્રદેશ સિંહની જેવો અદ્ભુત છે, તેમના પવિત્ર ચરણ ધર્મોલ્લાસની પરંપરાને ધારણ કરનારા છે અને અનહદ આનંદનું સ્થાન છે. તેમનાં મનમાં કામદેવનો દોષ જાગ્યો નથી. તેમનાં દર્શનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. તેઓ નજીકનાં ભવિષ્યમાં સર્વજ્ઞ બનવાના છે તે નિશ્ચિત છે માટે જ તેમનો આત્મા નિર્મળ છે. ૩૭
(સૂરિરાજનાં વ્યાખ્યાનોનો સાર)
‘આ સંસાર છોડવા જેવો છે, હંમેશા મોક્ષનું લક્ષ રાખવા જેવું છે, દોષોને ઘટાડવા માટે દરેક જીવોએ આત્માના સંરક્ષણ રૂપે દીક્ષા લેવા જેવી છે.’ આ રીતે સરસ્વતીના હસ્તાક્ષર જેવી સુંદર વાણી પ્રકાશીને ભવ્યજીવોને અરિહંતપ્રભુના ધર્મમાં સ્થિર કરનારા શ્રીરામચંદ્રસૂરિજી મ., મારા માટે એક માત્ર શરણરૂપ છે.
૩૮
१८
Page #14
--------------------------------------------------------------------------
________________
संसारस्य सुखं कुतः परवशं क्लेशप्रधानं क्षयि दद्यादात्मनि शर्ममर्मसरसां सन्तोषसंवेदनाम् । मोक्षश्चात्मवशो विनष्टकलुषश्शश्वत्तु दत्ते मुदमित्यात्मोद्धरणोपदेशकुशलः श्रीरामचन्द्रोऽवतु ॥३९॥
૪૦
सौख्यं पुण्यहरं समस्ति सकलं कष्टञ्च दोषापहृत् तत् सौख्यं परिहत्य दुःखसहने साफल्यमस्त्यायुषः । सौख्ये मढधियं निवारयत च क्लेशे विषण्णां मति धर्मस्येति रहस्यमुक्षति हृदि श्रीरामचन्द्रप्रभुः ॥४०॥
(સૂરિરાનવૃત્તસિદ્ધાન્તરક્ષાવનમ્) मोक्षकाशयिनो भयानकभवोद्विग्नस्य धर्मो वरः सौख्याकाङ्क्षिजनस्य सैष नियतं पापावसानोऽफलः । इत्याख्यातवतो निदाननिहते धर्मे तिरस्कारिणो नूनं मुक्तिकनी स्वयं परिणयायोत्साहवाहिन्यभूत् ॥४१॥
સંસારનું સુખ પરાધીન છે, ક્લેશ આપનારું છે અને ક્ષય પામનારું છે. તે આતમાને (સુખનાં સારથી સુંદર એવી) સંતોષની અનુભૂતિ શી રીતે આપી શકે ? મોક્ષનું સુખ સ્વાધીન છે, દોષ વિનાનું છે અને શાશ્વત છે તે આતમાને જરૂર સાચો આનંદ આપશે.’ આ રીતે આત્માનો ઉદ્ધાર કરનારો ઉપદેશ આપવામાં કુશલ એવા શ્રીરામચંદ્રસૂરિજી મ. અમારી રક્ષા કરો. ૩૯
‘સુખ પુણ્યને ઓછું કરે છે. દુઃખ પાપને ઓછું કરે છે. સુખનો ત્યાગ કરીને દુ:ખ સહન કરીએ તેમાં જ જીવનની સફળતા છે. માટે સુખમાં રાજી થવાનું છોડો અને દુઃખમાં નારાજ થવાનું છોડો. આ રીતે શ્રીરામચંદ્રપ્રભુ ધર્મનું રહસ્ય હૃદયમાં રોપે છે.
(સૂરિરાજની સિદ્ધાન્ત રક્ષા) મોક્ષના એક માત્ર આશયપૂર્વક ધર્મ કરીએ, ભયાનક એવા સંસારનો ઉગ જીવંત રાખીને ધર્મ કરીએ તો એ ધર્મ ઉત્તમ નીવડે છે. સુખ મેળવવાની અપેક્ષા રાખીને ધર્મ કરીએ તો એ અંતે પાપમાં પરિણામ પામતો હોવાથી નિષ્ફળ જાય છે.' આમ સમજાવી નિદાનથી કલંકિત થતા ધર્મનો તિરસ્કાર કરનારા આ સૂરિરાજને મુક્તિરૂપી કન્યા સામે ચાલીને વરવા ઉત્સુક બની હતી.
‘દેરાસરમાં ભગવાનની પૂજા માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરવો યોગ્ય નથી. ભક્ત હૃદયવાળાએ તો પોતાની સંપત્તિ જ પૂજા માટે વાપરવી જોઈએ.' સૂરિદેવે જયારે આ રીતે ધર્મસંપત્તિની રક્ષાનો ઉપદેશ આપ્યો ત્યારે થોડી જ ક્ષણોમાં શ્રાવકોએ શ્રી શત્રુંજયતીર્થનાં મુખ્ય દેરાસર માટે કરોડ રૂપિયાનો સચ્ચય કર્યો હતો.
૪૨ આકાશમાં દરેક તિથિઓ વૃદ્ધિ અને ક્ષયનો આવેધ પામે છે. જ્યોતિષ્યચક્રની ગતિ પર્વતિથિ અને અપર્વ તિથિના વિભાગ પ્રમાણે થતી હોતી નથી. તેથી આરાધના કરવા માટેનો દિવસ વૃદ્ધિ અને ક્ષય મુજબ જ નક્કી કરવો જોઈએ. સુવિહિત આચાર્ય ભગંવતોએ તિથિનો ચોક્કસ નિર્ણય કરવા માટે લૌકિક પંચાંગ માન્ય રાખ્યું છે.
૪૩
देवद्रव्यनियोजनाऽर्चनविधौ नो युज्यते मन्दिरे स्वीयस्वाऽर्पणमेव भक्तमनसां पूजाकृते सङ्गतम् । इत्यादेशितधर्मसम्पदवनस्याऽल्पक्षणैः श्रावका: श्रीशत्रुञ्जयमुख्यदेवनिलये कोटिव्ययं निर्ममुः ॥४२॥
आकाशे हि भवन्ति सर्वतिथयो वृद्धिक्षयाऽऽवेधिताः पर्वाऽपर्वविभागतो न भवति ज्योतिष्यचक्रक्रमः । तेनाऽऽराधनसेवनाय दिवसो वृद्धि क्षयं प्रेक्ष्य वा निर्णेयोऽत्र हि लौकिकं सुविहितैः पञ्चाङ्गपत्रं मतम् ॥४३॥
Page #15
--------------------------------------------------------------------------
________________
क्षीणा चेत्तिथिरत्र पूर्वदिवसे धर्मक्रिया सेव्यता वृद्धावन्यदिने-प्रघोषवचने दिष्टं ह्युमास्वातिभिः । नूनं द्वादशसङ्ख्यपर्वतिथिषु प्रामाणिकोऽयं विधि रासामौदयिकत्वहानकरणे त्वाज्ञाक्षयाद्यापदः ॥४४॥
તિથિનો ક્ષય હોય તો પૂર્વના દિવસે તે તિથિ સંબંધી આરાધના કરવી. તિથિની વૃદ્ધિ હોય તો બીજા દિવસે તે તિથિની આરાધના કરવી આવું શ્રી ઉમાસ્વાતિજી મ. એ પ્રઘોષમાં જણાવ્યું છે. બારેય પર્વતિથિઓમાં આ જ વિધિ પ્રામાણિક છે. આ તિથિઓને ઔદયિક તિથિ તરીકે જેવી હોય તેવી ન સ્વીકારીએ તો આજ્ઞાભંગ, અનવસ્થા વિ. દોષ લાગે છે. ૪૪
वादं दुर्धरसूरिभिस्समममुं सिद्धान्तमाप्त्वा स्थितं जित्वा भारतवर्षविस्तृतमहाकीर्तिश्रियाऽऽवर्जितः । वादी स्फीतवया ह्ययं तनुतनुर्लब्धा तथाप्युन्नति श्चन्द्रस्सागरतर्जनस्समभवत्तच्चित्रमाभासितम् ॥४५॥
આ સિદ્ધાંતને લઈને મહાનું જ્ઞાની આચાર્ય સાથે વાદ થયો. આ વાદમાં જીત થઈ તેથી સમગ્ર ભારતમાં ફેલાયેલી કીર્તિરૂપી લક્ષ્મી તેઓ પામ્યા. સામા પક્ષના વાદીની વય ખુબ મોટી હતી. આ સૂરિજીની વય નાની હતી. તેમ છતાં એ જીત્યા. નાનો એવો ચંદ્ર મોટા સાગરને ક્ષુબ્ધ કરી શકયો સાચે જ આશ્ચર્યજનક વાત બની.
૪૫
काशीस्थैविबुधैश्शतात् समधिकैष्षड्दर्शनेषूद्धरै ग्रन्थो मक्षु समर्थितो नवकृतोऽथाऽर्हत्तिथैर्भास्करः । नैकैस्तत्त्वतरङ्गिकादिसमयैर्यस्मिन् हि रामोदिता पर्वापर्वतिथिक्षयादिघटना प्रामाण्यमापादिता ॥४६॥
કાશીમાં રહેલાં સોથી વધુ ષડ્રદર્શનવિદ્ પંડિતોએ શ્રી અહત્તિથિભાસ્કર નામના (નવરચિત) ગ્રંથનું સમર્થન કર્યું. આ ગ્રંથમાં શ્રીરામે જણાવેલી પર્વાપર્વતિથિની ક્ષયવૃદ્ધિની પ્રરૂપણાને તત્ત્વતરંગિણી વિ. અનેક શાસ્ત્રોના આધારે સાચી પૂરવાર કરવામાં આવી હતી.
आचार्यादिगुरोर्नवाङ्गनिहितां पूजां वदन् शास्त्रगां जैन सूतककर्म धर्मदलनं नास्तीत्यदो दर्शयन् । देवद्रव्यमनन्तकालमहितं रक्षन्नहो ! दुर्व्ययात् सत्यांशुस्नवरामचन्द्रसविता भूयादपायापहा ॥४७॥
આચાર્ય વગેરે ગુરુજનોની નવાંગીપૂજા શાસ્ત્રીય છે તેવું જણાવનારા, જૈન મત મુજબ સૂતકકર્મ એ ધર્મને રોકે છે તેવું નથી-આ સત્ય પ્રકાશિત કરનારા, અનંત કાળથી પૂજાતાં આવેલા દેવદ્રવ્યને (ખોટા વપરાશથી) સુરક્ષિત રાખનારા, સત્યરૂપી કિરણોના પ્રકાશક એવા શ્રીરામચંદ્ર નામના સૂર્યદેવ અમારા અપાયોને દૂર કરનારા બનો.
(શ્રીગન્મપરિવારવિનમ્)
(શ્રીજન્મપરિવારાદિ વર્ણન)
उत्पत्तिश्चरणव्रताङ्कसितरुग्वर्षे (१९५२)ऽभवद् विक्रमाद् धन्ये फाल्गुनकृष्णतुर्यदिवसे श्रीमद्दहेवाणके । छोटालालसमर्थिनीति पितरौ श्रीतारचन्द्रः पितुबन्धुः पुण्यपितामही गुणमयी श्रीरत्नदेवी मता ॥४८॥
| વિ. સં. ૧૯૫૨માં ફાગણ વદ ચોથના દિવસે ધન્ય એવા દહેવાણમાં જન્મ થયો. પિતા છોટાલાલ, માતા સમરથબેન. કાકા તારાચંદભાઈ. અને વડદાદી હતા ગુણસંપન્ન એવા શ્રીરત્નમણિબેન. ૪૮
Page #16
--------------------------------------------------------------------------
________________
जन्मन्यत्ययमाप्तवानिह पिता माता गता शैशवे नीतं तेन च वर्षसप्तदशकं श्रीपादराऽऽख्ये पुरे । धर्माचारसुगात्रमुत्तमधियं श्रीरत्नदेवी मुदा श्रामण्याय समुत्सुकं तमकरोत्तत्त्वोपदेशैस्सदा ॥४९॥
જન્મના સમયે પિતાજી મૃત્યુ પામ્યા. શૈશવના દિવસોમાં મા મૃત્યુ પામી. પાદરા શહેરમાં તે સત્તર વરસ રહ્યા. શ્રીરતનબાએ ધર્મનો ઉપદેશ આપતા રહીને તેમના દેહને ધર્માચારથી પવિત્ર બનાવ્યો, તેમની બુદ્ધિને ઉત્તમ બનાવી અને એમના આત્માને દીક્ષા માટે ઉત્સુક બનાવ્યો. ૪૯
ज्ञानागारगताननेकविषयान् ग्रन्थानसावात्मना बाल्येऽभ्यासितवान् महाजनमतः सक्तस्सदा साधुषु । श्रीभागुद्यमसिंहधर्मवचनाऽभ्यासेन संस्कारवान् सम्यग्दर्शनमूलमन्त्ररचनां दीक्षामियेषाऽऽतुरः ॥५०॥
બાળવયમાં જ જ્ઞાનભંડારમાં રહેલા જુદા જુદા વિષયોનાં પુસ્તકોનો તેમણે જાતે અભ્યાસ કર્યો હતો. પાદરા ગામનું મહાજન તેમને સન્માન આપતું હતું. સાધુની ભક્તિમાં તેઓ રસ ધરાવતા હતા. શ્રીઉજમસિંહ નામના ધર્મશિક્ષક પાસે ધાર્મિક અભ્યાસ કરવા દ્વારા સંસ્કાર પામીને તે સમકિતનાં મૂળમંત્ર સમાન દીક્ષાની ભાવના સેવતા થયા. પ0
दीक्षार्थं घृतपूरमिष्टपरिहृद् वर्षान्नवाङ्कादसौ सर्वाऽऽवश्यककर्मसेवनरतोऽचित्ताम्बुपायी सुधीः । नित्योपाश्रयवासकश्च सततं जीवादितत्त्वाऽनुवाकू श्रीमत्सम्भवपार्श्वदेवसविधे दीक्षाव्रतप्रार्थकः ॥५१॥
દીક્ષા મળે તે માટે નવ વરસની ઉંમરે તેમણે ઘેબરનો ત્યાગ કર્યો હતો. આવશ્યક ક્રિયાઓમાં તે નિયમિત હતા, હંમેશ ઉકાળેલું પાણી વાપરતા, કાયમ ઉપાશ્રયમાં જ રહેતા, જીવાદિ નવ તત્ત્વોના અભ્યાસુ હતા, રોજ શ્રીસંભવનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન પાસે એ દીક્ષા પામવાની પ્રાર્થના કરતા.
तत्काले न हि संयमाय गृहिणां प्रेष्याज्जनाल्लभ्यत आज्ञा सम्मतिरत्र कारणमहो ! मोहातरं मानसम् । तेनैवाऽस्य महाभिनिष्क्रमणमप्येकान्तभागेऽभवदारादेव कुटुम्बकाच्च नगरादत्यन्तदूरस्थले ॥५२॥
તે સમયે ગૃહસ્થને દીક્ષા લેવા માટે આજ્ઞા કે રજા ન મળતી. કેમકે સૌનાં મન મોહથી ઘેરાયેલાં રહેતાં. આથી જ એનું, દીક્ષાગ્રહણ એકાંતમાં થયું. પરિવારથી દૂર અને ગામથી પણ દૂર.
પર
तत्त्वाङ्गाङ्कशिवे (१९६९) त्रयोदशदिने वर्षे च पोषे सितेऽ नापृच्छ्य स्वकुटुम्बमात्मशरणो गन्धारके दीक्षितः । पूर्वा पालकलालिता त्रिभुवनेत्याख्या परावर्तिता जाता श्रीमुनिराजरामविजयेत्याख्या रमारामिणी ॥५३॥
| વિ. સં. ૧૯૬૯ના વરસમાં પોષ સુદ તેરસના દિવસે પોતાના પરિવારને પૂછ્યા વિના તેણે એકલાએ, ગંધારમાં દીક્ષા ગ્રહણ કરી. પૂર્વે વડીલોએ રાખેલું નામ ત્રિભુવન હવે બદલાયું. શ્રીરામવિજયજી એવું લક્ષ્મીની ક્રીડાનું આકર્ષણસ્થાન થનારું નામ રાખવામાં આવ્યું. ૫૩
२४
Page #17
--------------------------------------------------------------------------
________________
श्रीमन्मङ्गलसाधुनाऽऽप्तचरणः श्रीप्रेमसूरीशितुराद्यं शिष्यपदं दुरापमधुनाऽसौ प्राप्तवान् पावनम् । भावी त्वं प्रबलोपसर्गविजयी-वात्यास्फुरद्दीपके निर्वाते हि जगाद मङ्गलमुनिनैमित्तिकानां वरः ॥५४॥
શ્રીમંગલવિજયજી મ.એ દીક્ષા આપી. શ્રી પ્રેમસૂરિજીમ.ના પ્રથમશિષ્ય તરીકેનું દુર્લભ અને પવિત્ર સ્થાન તેમને મળ્યું. દીક્ષાવિધિના સમયે વાવંટોળમાં ધ્રુજતી દીપશિખા બુઝાઈ નહી તે જોઈને, નિમિતશાસ્ત્રના જાણકારોમાં ઉત્તમ એવા શ્રીમંગલવિજયજીમાએ કહ્યું કે ‘તું મોટા ઉપદ્રવોને પણ જીતી જઈશ.’
૫૪
प्रेष्यैरस्य समक्षमेव विहिता क्रुद्धैरूपालम्भना शान्तेनाऽथ नवेन संयमवता सर्वेऽपि सन्तोषिताः । देवी रत्नमणिनिजस्य परमा माता गृहद्वारगा स्वग्रामेऽनुगतेन पुण्यवचनैरुद्बोधिता रागिणी ॥५५॥
દીક્ષા થયા બાદ, એમના પરિવાજનોએ એમની સમક્ષ ઝઘડો માંડ્યો. નૂતનદીક્ષિતે શાંત રહીને સૌને સંતોષ આપ્યો. વિહાર કરીને પોતાના ગામ પાદરામાં જવાનું થયું ત્યારે ઘરના દરવાજે ઊભા રહેલા વડદાદી શ્રીરતનબાને પાવનવાણી દ્વારા ધર્મ પમાડ્યો. રતનબાને તેમની પર અતિશય રાગ હતો.
૫૫
सिन्नोरे शुभनर्मदाजलवतीतीरे स्थिते वाचकैरादिष्टेन हि दर्शनस्य विषये दत्ताऽऽदिमा देशना । मन्ये तत् किरणं सहस्रमहसो नलं तमोनाशकं दृष्ट्वा वीरगुरुर्जगौ परिणतप्रौढप्रतापो भव ॥५६॥
ઉપાધ્યાયશ્રી વીરવિજયમ.ના આદેશથી, પવિત્ર એવી નર્મદાનદીના કિનારે રહેલા સિનોર ગામમાં તેમણે સમકિતના વિષય પર પહેલી દેશના આપી. જાણે સુરજનું એ પહેલું કિરણ અંધકારને હરનારું છે તે જોઈને શ્રીવીરવિ.મ.એ કહ્યું કે ‘તું અતિશય પ્રભાવશાળી બનશે.' પ૬
शास्त्राभ्यासरतस्सदा गुणगणानामर्जने तत्परो धीमानुन्नतलक्षलक्षितमतिस्सौभाग्यशाली शमी । वैयावृत्यरसानुलिप्तहृदयो निर्दम्भचित्तः क्रमाद् सद्धर्मस्य जयाय रामविजयो व्याख्यानदाताऽभवत् ॥५७॥
તે હંમેશા શાસ્ત્રાભ્યાસમાં લીન રહેતા, ગુણોને મેળવવામાં તત્પર રહેતા. તે બુદ્ધિમાન હતા, ઊંચા લક્ષ તરફ નજર રાખનારા હતા, સૌભાગ્યવાન અને શાંત હતા. તેમનાં હૈયે હંમેશા યાવચ્ચ કરતા રહેવાના મનોરથો રમ્યા કરતા. તેમના મનમાં કશો દંભ હતો નહીં. આવા શ્રીરામવિજયજી મ. હવે, સદ્ધર્મને જીત મળે તે કાજે વ્યાખ્યાન આપતા થયા. પ૭
व्याख्यानैश्चविकारसव्यसनिनां पेयं तदुत्त्याजितं रुद्धा निघृणभद्रकालिकहवे हिंसा पशोस्सर्वतः । दिष्टो चाऽन्यविकल्पजल्पदलनै नीमहिंसाञ्जयः सोन्मूलं प्रहतं सुधारकमतं रामेण पापाऽरिणा ।।५८॥
પાપના શત્રુ એવા શ્રીરામવિજયમ.એ, ચા પીવાના રસિયાઓને તેનાં વ્યસનનો ત્યાગ કરાવ્યો, ભદ્રકાળીમંદિરના યજ્ઞમાં થતી નિર્દય પશુબલિરૂપ હિંસા તેમણે બંધ કરાવી, અન્યધર્મી લોકો દ્વારા અયોગ્ય તર્કો થતા હતા તેનો પ્રતિકાર કરીને જૈનશાસનની અહિંસાના સિદ્ધાંતને સર્વોચ્ચ પદે સ્થાપિત કર્યો. સમાજમાં સુધારો લાવવાની વાતો કરનારા સુધારકોની માન્યતાને તેમણે મૂલસોતી ઉખેડી નાંખી.
૫૮
Page #18
--------------------------------------------------------------------------
________________
प्रव्रज्याग्रहणे निजं बहुतरैर्विघ्नैर्यथाऽभूत् श्रमः माभूत् भाविनि कस्यचित् क्वचिदपीत्यालोच्य रामप्रभुः । व्याख्यानैरवरोधरोधकुशलैश्चिते जनानां यममाहात्म्यं भवतापवारणगुणाऽऽख्यानैस्समस्थापयत् ॥५९॥
શ્રીરામવિજયજીમ.એ વિચાર્યું કે “મને દીક્ષા લેવામાં જે રીતનો શ્રમ પડ્યો છે તેવો શ્રમ ભવિષ્યમાં બીજા કોઈને ક્યારેય પડવો ના જોઈએ.’ આ ભાવનાથી તેમણે દીક્ષાવિરોધને દૂર કરનારા વ્યાખ્યાનો આપવા દ્વારા તેમ જ સંસારના તાપને ટાળવાની શક્તિ દીક્ષામાં છે તેવું સમજાવવા દ્વારા લોકોનાં મનમાં સાધુજીવન માટે આદર સ્થાપિત કર્યો.
૫૯
दीक्षादानविधावभूद् बहुविधः क्लेशः स सोढो मुदा यातस्त्रिंशतिवारमुद्धतकृतैायालये प्रासनैः । तत्राऽऽत्मीयचरित्रपूतवचनैायाधिपान् वाक्कलान् जित्वा शत्रुजनान् चकार विरसश्यामाननानेककः ॥६०॥
દીક્ષા આપવામાં જે તકલીફો પડે તે બધી એમણે આનંદપૂર્વક સહી લીધી. વિરોધીઓએ કરેલા આક્ષેપોને લીધે ત્રીસ વખત કોર્ટમાં જવું પડ્યું, તેમને ત્યાં પણ એકલે હાથે જ તેમણે ન્યાયાધીશ અને વકીલોને પોતાના ચરિત્રપૂત વચનોથી જીતી લીધા અને પોતાના વિરોધીઓનાં મુખને ઝાંખાં અને શ્યામ બનાવ્યાં.
૬૦
कालेऽस्मिन्नथ राज्यशासनकृता शिष्टिः प्रवृत्ता यथा बालानां गृहवासिना सवयसां दीक्षाऽपराधो महान् । आदाताऽथ समर्पकस्तदुभयं दण्डास्पदं राज्यतो हन्ताऽऽर्येऽपि भुवि ह्यनार्यचरितं दीक्षाविनाशि स्थितम् ॥११॥
આ સમય દરમ્યાન રાજયશાસન દ્વારા એ કાયદો નક્કી થવાનો હતો કે- ‘બાળકો અને યુવાન કે મોટી વયના ગૃહસ્થોની દીક્ષા એ અપરાધ છે. દીક્ષા લેનાર અને આપનાર આ બંનેને રાજય તરફથી શિક્ષા કરવામાં આવશે.’ કેવું વિચિત્ર ? આર્ય દેશમાં પણ દીક્ષાને રોકનારું અનાર્ય આચરણ આવી પડ્યું !
रामेणोगविरोधबोधनिपुणेनाऽऽपाद्य सूरिव्रजस्याज्ञामाहितमेतदन्धनियमस्योद्दण्डनिर्भर्त्सनम् । जाता भारतदेशसर्वजनता तच्छिष्टिनिर्बाधिका तस्मात् सर्वकृता कृताऽहितकृतस्तस्या विसृष्टिर्भयात् ॥६२॥
અનેક વડીલ આચાર્ય ભગવંતોની આજ્ઞા મેળવીને, શ્રી રામવિજયજીમ.એ આ અન્યાયી નિયમનો જબરદસ્ત વિરોધ કર્યો. તેઓ ઉગ્ર પ્રતિકાર કરવામાં કુશળ હતા. આખા ભારતનો જનસમાજ એ નિયમનો વિરોધ કરવા લાગ્યો તેથી સરકારે ગભરાઈને એ અહિતકારી કાયદાને રદબાતલ જાહેર કર્યો.
૬૨
दीक्षाधर्ममुरभ्रवृन्दगतिभिर्भोगाऽऽपथप्रस्थितो लोको विस्मरति स्म लक्षितरसः कामार्थनिष्पादने । दुष्कालेऽधिकमासवत् कलिवशै रे ! साक्षरम्मानिभिर्दीक्षामार्गविरोधिभिर्विनिहतप्रायश्च धर्मोऽभवत् ॥६३॥
કામ અને અર્થની પ્રાપ્તિમાં રસ ધરાવનારા લોકો, ઘેટાનાં ટોળાની જેમ આનંદપ્રમોદના માર્ગે ચાલી રહ્યા હતા તેથી દીક્ષાધર્મ ભૂલાઈ ગયો હતો. અને દુકાળમાં અધિક માસ હોય તે રીતે કેટલાક કલિયુગના પ્રચારકો પોતાને જ વિદ્વાન તરીકે ખપાવી રહ્યા હતા તેમણે ધર્મને મરણતોલ અવસ્થાએ પહોંચાડી દીધો.
૨૭
Page #19
--------------------------------------------------------------------------
________________
प्रव्रज्यापरिपन्थिपिञ्जलकुले जाज्वल्यमानाऽनलो रागव्यालहलाहलाऽऽकुलबलेषूत्तालितो जाङ्गली । तेने नव्ययुगप्रवर्तनयशः श्रीरामचन्द्रस्तदा भव्येष्वस्खलितोत्सवेन शतशः श्रामण्यमारोपयन् ॥६४॥ (युग्मम्)
ત્યારે શ્રીરામચંદ્રગુરુએ નવા યુગનું પ્રવર્તન કર્યું. તેઓ દીક્ષાના વિરોધ કરનારા લોકો રૂપ ઘાસ પર ભડભડતી આગની જેમ પથરાઈ જતા, રાગરૂપ સાપના ઝેરથી બેભાન થઈ ચૂકેલા લોકો માટે તેઓ ઝેરમારણ ઔષધિ ધરાવનારા મદારીનું કામ કરતા. તેમણે ઘણી વાર અનેક ભવ્યજીવોમાં દીક્ષાધર્મની સ્થાપના કરીને દીક્ષાના નવા યુગનું પ્રવર્તન કર્યું. ૬૪
दीक्षाया नवयौवने विलसिते सद्धर्मशृङ्गारिणि भव्या रामगुरुं व्रजन्ति भवतो भीता यमार्थं सुखम् । दीक्षाः षोडश विंशतिर्गुरुवरैर्दत्ता चतुर्विंशतिश्चैका त्वर्थिन एकविंशतिरहो षड्विंशतिस्सङ्ख्यया ॥६५॥
(ગુરુકૃપાવન)
સદ્ધર્મની શોભા વધારનારા દીક્ષાની નવયુવાનીના એ દિવસોમાં ભવ્યજીવો સુખપૂર્વક દીક્ષા પામવા માટે શ્રીરામગુરુ પાસે જતા. એમણે ભવ્યજીવોને સોળ, વીશ, ચોવીશ, એકવીશ, છવીશ, એક વગેરે સંખ્યામાં દીક્ષા આપી.
૬૫
मातेवाऽऽत्मजमेकतानमनसा संस्कारयत्युत्तमस्नेहानां सुधया च सिञ्चति तथा श्रीदानसूरीश्वरः । रामं काममसङ्ख्यसद्गुणनिधि प्रेम्णा सदाऽस्नापयद् धर्मोद्भासविलासरासरमणे हासप्रकाशं मुनिम् ॥६६॥
(ગુરુકૃપાવર્ણન) માતા પોતાના બાળકને એકાગ્રતાપૂર્વક સંસ્કાર આપે છે. અને સ્નેહનાં અમૃતથી ભીંજવે છે તે રીતે શ્રીદાનસૂરિજી મ., શ્રીરામવિજયજી મ.ને વાત્સલ્યથી હંમેશા ભીંજવી દેતા. શ્રીરામવિજયજી મ., અગણિત ગુણોનું નિધાન હતા, ધર્મપ્રભાવનારૂપ આનંદની રાસક્રીડામાં તેઓ સદા પ્રસન્ન રહેતા હતા.
यत् सत्यं यदपि प्रभाविवचनं या चैव पुण्यावलि8षा भक्तपरम्परा यदपि चोत्कृष्टं यशोघोषणम् । तत्सर्वं गुरुराज-दान-करुणाक्रोडस्थितस्याऽभवन् मे हीत्थं मुनिराम आकलयति स्वाऽऽख्यानसम्मोहितान् ॥६७॥
શ્રીરામવિજયજીમ. પોતાનાં વ્યાખ્યાનથી પ્રભાવિત થનારા ભક્તોને જણાવતા હતા કે “મારી પાસે જે સત્યનો બોધ છે, મારી પાસે જે વચનલબ્ધિ છે. મારી પાસે જે પુણ્યાઈ છે, ભક્તો અને યશખ્યાતિ છે તે બધું, શ્રીદાનસૂરિ મ.ના કૃપાભર્યા ખોળે રહું છું તેનો જ પ્રભાવ છે.’ ૬૭
स्वाध्यायेऽखिलशास्त्रबोधविषये श्रीप्रेमसूरीश्वरो नानाऽभिग्रहधारणेन सततं रामं ददौ प्रेरणाम् । तेनैवाऽस्य समस्तशास्त्ररहसामुद्घाटनाकृद्वचो द्रोणे शिक्षयति स्वयं न किमभूत् पार्थे कलासक्रमः ॥१८॥
શ્રી પ્રેમસૂરીશ્વરજીમ. દરેક શાસ્ત્રનો બોધ મેળવવા રૂપ સ્વાધ્યાયમાં શ્રીરામવિજયજી મ.ને, જાતે અભિગ્રહો ધારણ કરીને પ્રેરણા આપતા હતા માટે જ તેમનું વચન દરેક શાસ્ત્રોનાં રહસ્યોને વ્યક્ત કરી શકતું શકતું હતું. દ્રોણ શિક્ષાપ્રદાન કરતા તેને લીધે જ અર્જુનમાં કળાનો અવતાર થયો હતો.
Page #20
--------------------------------------------------------------------------
________________
तद्वात्सल्यमितस्समर्पणमितस्तत् सा कृपा सा नतिस्सा प्रीतिस्समुपासना स विरलो विश्वासबन्धो मिथः । सम्पन्नं गुरुशिष्ययोस्तु सहसा सर्वं तदत्यद्भुतमेकं प्रेमणि सद्गुरौ च परमं रामे पदान्तेषदि ॥ ६९ ॥
( પવીવનમ્ )
ઇન્દ્રો-ધીમુળ-ન્દ્ર-ભૂમિ-ારવ: (૧૮૭) નો તૃતીયાવિને कार्तिक्यां स्थितवानयं गणिपदे पन्यासपीठे समम् । पृथ्वीतत्त्वहरीन्दुवर्षकचतुर्दश्याञ्च (१९९१) चैत्रे सिते लब्धा विश्वविबोधिनाऽथ च महोपाध्यायसंपद् वरा ॥ ७० ॥
श्रीमत् प्रेमगुरोस्तु सूरिपदवीकाले स्वयं सत्यवाक् श्रीमद्दानगुरुस्सुरामविजयं स्थानं ददौ पाठकम् । राज्ञां दुर्दमशत्रुसङ्घजयिनां राज्याभिषेकक्षणे पुत्रं किं न हि यौवराज्यपदवी प्रीत्या पुरस्क्रियते ॥ ७१ ॥
वर्षे बाहुखगग्रहाब्जसुभगे (१९९२) वैशाखशुक्ले विभुष्षष्ठयां निर्जितदुर्मदारिनिवहः सूरीश्वरोऽजायत । आचार्योत्तम ! रामचन्द्र ! विजयाद्योऽसि प्रधानीभव धर्मस्येति ददौ च सङ्घकलितः पूर्णाशिषं श्रीगुरुः ॥७२॥ धर्मोत्साहिनि लालबागनगरात् पार्श्वे हि भूलेश्वरे श्रीमत्प्रेमविभुस्स्वपाणिभिरमुं सूरिं पदं दत्तवान् । तद्भक्तैरूपदीकृताश्च नियमाः श्रद्धायुतैर्द्वादश जातोऽपूर्वनियोजितोऽपि महिमास्फारोत्सवो मासिकः ॥७३॥||
३१
એક તરફ વાત્સલ્ય હતું. બીજી તરફ સમર્પણ હતું. એક તરફ કૃપાદિષ્ટ હતી. બીજી તરફ ભાવભરી વંદના હતી. એક તરફ કરુણા હતી, બીજી તરફ સેવા હતી. આ હતો વિરલ વિશ્વાસસંબંધ. ગુરુ અને શિષ્ય વચ્ચે આવો અદ્ભુત સદ્ભાવ બંધાયો હતો. એક તરફ શ્રી પ્રેમગુરુ હતા. બીજી તરફ તેમના શિષ્ય શ્રીરામ હતા.
૬૯
(પદવીવર્ણન)
વિ. સં. ૧૯૮૭ કાર્તક વદ ત્રીજના દિવસે શ્રીરામવિજયજી મ. ગણિપદ અને પંન્યાસપદ પર એક સાથે આરૂઢ થયા. વિ. સં. ૧૯૯૧માં જગતને જાગ્રત કરનારા એમણે ચૈત્ર સુદ તેરસે ઉપાધ્યાય પર પ્રાપ્ત કર્યું.
૭૦
શ્રીપ્રેમસૂરિજીમ.ના આચાર્ય પદ પ્રદાનના સમયે જ, શ્રીદાનસૂરિજીમ.એ શ્રીરામવિજયજીમ ને ઉપાધ્યાય પદ આપ્યું. મોટામોટા શત્રુઓને જીતનારા રાજાઓનો રાજ્યાભિષેક થાય ત્યારે તેના પુત્રને આનંદપૂર્વક યુવરાજપદ અપાતું જ હોય છે ને ?
૭૧
વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ છઠના દિવસે ભયંકર શત્રુઓ જીતી લેનારા શ્રીરામવિજયજીમ., આચાર્ય બન્યા. સંઘની સાથે રહીને, શ્રીપ્રેમસૂરીશ્વરજીમ.એ ‘તમે આચાર્ય રામચંદ્રસૂરિજી તરીકે સંધમાં સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજો.' તેવા આશીર્વાદ આપ્યા.
૭૨
મુંબઈમુકામેધર્મોલ્લાસથી સદાકાળ છલકાતા લાલબાગની નજીકમાં ભૂલેશ્વરમાં શ્રીપ્રેમસૂરિજીમ.એ પોતાના હાથે તેમને સૂરિપદ આપ્યું. આ વખતે તેમના અનેક ભક્તોએ બાવ્રતો ધારણ કર્યા. આ જ સમયે પહેલેથી નિશ્ચિત ન હોવા છતાં એક મહિના સુધીનો ઉત્સવ ઠાઠમાઠથી ચાલ્યો.
३२
૭૩
Page #21
--------------------------------------------------------------------------
________________
પહેલાં ભાયખલામાં શ્રીદાનસૂરિજીમ.એ તેમને બે પદ આપ્યા હતા. વ્યાખ્યાનવાચસ્પતિ અને પરમશાસનપ્રભાવક, મહારાષ્ટ્રના નાનાં ગામડાઓ અને મોટા શહેરોમાં ધર્મબોધ ફેલાવ્યો હોવાથી તેમને મહારાષ્ટ્ર-દેશોદ્ધારક એવી પદવી અનેક સંઘો દ્વારા આપવામાં આવી.
पूर्वं भायखलापुरे पदमहो ! व्याख्यानवाचस्पतीत्येतद् दानगुरुर्ददौ च परमो धर्मप्रभावीत्यपि । पुरीग्रामकुलेषु बोधकरणात् सङ्खैरनेकैस्तथा देशोद्धारकसत्पदं शुभमहा-राष्ट्रस्य दत्तं मुदा ॥७४॥ वीरात् सूरिपदस्थितौ दधुरहो ये वर्षपञ्चाशती पर्यायस्य किल त्रयोदश जिनाद् भद्रादयश्शासने । तेषामेकतमाऽनुकारकरण: श्रीरामचन्द्रप्रभुस्सूरित्वे कलयत्यनुत्तरसमानां पञ्चपञ्चाशतीम् ॥७५॥ यत्राऽऽयाति च यत्र यत्र विहरत्यत्रोत्सवोत्सर्पिभिभूयो वैभववर्षिभिः परिणतानन्दोन्मदै विकैः । सङ्गीतानुरतैश्शुभैरवहिताऽऽस्थैरासमन्ताद् वृतः शक्रस्येन्द्रपुरस्थितस्य मनुते पुण्योदयं क्षुल्लकम् ॥७६॥
શ્રીજિનભદ્રસૂરિમ. વગેરે તેર આચાર્યો પ્રભુવીરની પટ્ટપરંપરામાં પચાસથી વધુ વરસનો સૂરિપદ પર્યાય ધરાવતા હતા. તેમના એકમાત્ર અનુકારક તરીકે શ્રીરામચંદ્રપ્રભુએ સૂરિપદના પંચાવન વરસનો પર્યાય ધારણ કર્યો હતો.
૭૫
તેઓ જયાં પધારે છે, બિરાજે છે અને વિચરે છે ત્યાં ભક્તો તેમને ઘેરી વળે છે. આ ભક્તો ઉત્સવોની રચના કરે છે, સંપત્તિનો સદુપયોગ મોટે પાયે કરે છે, અત્યંત આનંદનો અનુભવ કરે છે, પૂર્ણ સમર્પણ દાખવે છે, સંગીતનો રસ ધરાવે છે. આવા ઉત્તમ અને શ્રદ્ધાબદ્ધ ભક્તજનોને લીધે આ સૂરિરામ, એક માત્ર ઇન્દ્રપુરીમાં જ રહીને વૈભવ માણનારા શક્રનાં પુણ્યને પામર પૂરવાર કરે છે.
प्रत्युत्पन्नमतिनिहन्ति विकटप्रश्नैरनान्दोलितश्शङ्कां संशयमाग्रहं परमतं व्याख्यामहापर्षदि । एकान्ते बत ! रामचन्द्रभगवान् कारुण्यकल्लोलिनीकल्लोलैरवति स्मरादिदहनात् शिष्याँस्तथा सेवकान् ॥७७॥
વ્યાખ્યાનની મોટીમોટી સભાઓમાં અઘરા પ્રશ્નોથી ગભરાયા વગર તેઓ મનની શંકાને, સંશયને, ખોટા આગ્રહને અને વિરોધી માન્યતાને તત્કાળ મતિપ્રતિભા દ્વારા ખતમ કરી નાંખે છે. પરંતુ એકાંતમાં કરુણા રૂપ નદીના તરંગો પસારીને શ્રીરામચંદ્રપ્રભુ, ભક્તો અને સેવકોને કામ વગેરે દુષ્ટભાવોના તાપથી બચાવી લે છે.
निर्देशोऽस्ति महानिशीथसमये सम्बोधशास्त्रे च य स्सूरिस्तीर्थकरप्रभो भवति सोऽयं नूनमस्मै स्थितः । विश्वं भासयते व्यथां गमयते वाचं सुधां वर्षते धर्म स्थापयते हदि प्रगुणितैः पुण्यस्सदा स्फूर्जते ॥७८॥
મહાનિશીથ અને સંબોધશાસ્ત્રમાં, આચાર્ય તીર્થકર જેવા હોય છે એવું જે જણાવવામાં આવ્યું છે તે આમને લાગુ પડે છે કેમ કે આ આચાર્ય ભગવંત તીર્થંકરની જેમ જ વિશ્વને પ્રકાશિત કરે છે, વ્યથાને હરે છે, વચનરૂપી અમૃતને વરસાવે છે, હૃદયમાં ધર્મનું આરોપણ કરે છે અને ઉત્કૃષ્ટ કક્ષાનાં પુણ્યથી દેદીપ્યમાન છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
एतत्पाणितलेन यत्र समभूच्चैत्यप्रतिष्ठा प्रभोस्तत्राऽऽसन् प्रतिमासु तीर्थजनकाः साक्षादुपस्थायिनः । सङ्घस्य स्थविरं पदञ्च वयसा चारित्र्यतो ज्ञानतः पुण्यैर्भक्तभरस्यं गुणगणैर्व्याख्यानशक्तेर्दधौ ॥७९॥
આ સૂરિભગવતના હાથે જે જિનાલયમાં પ્રભુપ્રતિષ્ઠા થઈ તે દરેક સ્થાને મૂર્તિમાં સાક્ષાત્ પરમાત્મા જીવંત બન્યા હોય તેવું જણાય છે. વય, ચારિત્રપર્યાય, શાસ્ત્રજ્ઞાન, પુણ્યબળ, ભક્તપરિવાર, ગુણસંપદા અને પ્રવચનશક્તિને લીધે તેઓ સંઘના સ્થવિર પદે બિરાજીત હતા. ૭૯
एतस्याक्षरमुक्तकाऽनुगुणितं पत्रं सगोत्रं धियो धत्ते रोगवतां प्रमोदपृथुलां प्रौढां समाधिश्रियम् । आशीर्वादमवाप्य चास्य भविनस्सर्वार्थसिद्धि श्रिता वासक्षेपनिषेकतश्च तपसस्साफल्यमास्कन्दिताः ॥८०॥
તેમના અક્ષર રૂપી મોતીથી અંકાયેલો પત્ર, પરિણતિનો પર્યાયવાચી રહેતો. તે પત્ર દ્વારા રોગીઓને પ્રસન્નતાભરી સમાધિલક્ષ્મી મળી જતી. ભવ્યજીવોને તેમના આશીર્વાદથી સર્વ અર્થની સિદ્ધિ મળતી. તેમનો વાસક્ષેપ પામીને તપસ્વીઓ તપમાં સફળતા પામતા.
૮૦
श्रीमेवाडसूराष्ट्रमालवमहाराष्ट्रास्तथा कन्नडराजस्थानबिहारबङ्गसहिताः कच्छश्च मध्योत्तराः । धन्या श्रीगुरुरामचन्द्रचरण-स्पर्शस्खलत्पातका नूनं स्वर्गभुवामपीह सततं जातास्सपर्याभुजः ॥८१॥
મેવાડ, ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, બિહાર, બંગાળ, કચ્છ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ આ દેશો ગુરુરામચંદ્રના ચરણસ્પર્શ પામવા દ્વારા પવિત્ર બન્યા. અને તેથી જ સ્વર્ગવાસી દેવતાઓ માટે પણ તે પૂજાપાત્ર બન્યા.
૮૧
लग्ने चन्द्रशनी तुलामधिगतौ भौमश्च शुक्रो बुध आयाता मकरे सराहुरविवान् कुम्भश्च कर्के गुरुः । केतुस्सिहगतश्च योगघटनादृष्ट्यादिभिः श्रीगुरो राख्यान्ति भुवनत्रयेऽप्यभिनवामुत्कृष्टतां सम्पदाम् ॥८२॥
તેમની જન્મકુંડળીમાં તુલાલગ્નમાં ચંદ્ર શનિ, મકર રાશિમાં મંગળ, શુક્ર અને બુધ, કુંભ રાશિમાં સૂર્ય રાહુ, કર્ક રાશિમાં ગુરુ, સિંહરાશિમાં કેતુ હતા. આ ગ્રહોના યોગ અને દૃષ્ટિસંબંધ વગેરે દ્વારા, સૂરિભગવાન ત્રણલોકમાં સર્વોત્કૃષ્ટ સંપદા ધરાવે છે તે સૂચિત થતું હતું.
૮૨
ज्ञानध्याननिलीनसर्वकरणो देवोऽनपेक्षस्सुखे कामाऽऽसक्तिविरक्तिमूर्तिरभयाकारः कृतान्तान्तकः । देहाध्यासकुरङ्गजिद् विजयते श्रीरामचन्द्रेश्वरो राजर्षेखि यस्य सङ्गतिमति वासिसीष्ट क्वचित् ॥८३॥
તેમનો સંપૂર્ણ દેહવ્યાપાર જ્ઞાન અને ધ્યાનમાં પ્રવૃત્ત રહેતો. તેમને સુખની અપેક્ષા નહોતી. તેમણે કામ અને આસક્તિને જીતી લીધા હતા. તેઓ અભયધર્મનો અવતાર હતા. તેઓ મૃત્યુંજયી હતા. દેહની પ્રીતિ રૂપી હરણને તેમણે સિંહની જેમ જીતી લીધું હતું. મોટા રાજર્ષિની જેમ તેમને ક્યાંય કશે આસક્તિ હતી નહીં. આવા રામચંદ્રપ્રભુ જય પામે છે. ૮૩
३५
Page #23
--------------------------------------------------------------------------
________________
सार्धत्रिप्रहरः प्रवर्तयति स स्वात्मानमाराधनाध्यानादिष्वथ शिष्ययाचितयाऽयं योगनिद्राशयी । रोगे न क्लमितः श्रमे न विरसो माने विरक्तो गरुः कष्टे स्वस्थमना मनागपि न हि स्वाध्यायवैधुर्यवान् ॥८४॥
એ પોતે સાડા ત્રણ પ્રહર સુધી આરાધના, ધ્યાન વગેરેમાં પ્રવૃત્ત રહેતા હતા. એમને શિષ્યો વિનંતી કરે ત્યારે યોગનિદ્રા લેતા. રોગમાં તે અસ્વસ્થ ન બનતા. પરિશ્રમમાં તે કંટાળતા નહીં. માનની આસક્તિ તેમને સતાવતી નહીં, કષ્ટના પ્રસંગમાં તે પ્રસન્ન રહી શકતા. તેઓ ક્યારેય સ્વાધ્યાય કરવાનું ચૂકતા નહોતા.
૮૪
तीर्थानीह समुद्धृतानि चरणैर्यात्रा भृशं निश्रिता नैकेष्वाहतमन्दिरेषु जगतां नाथाः प्रतिष्ठापिताः । शिष्याणां शतमेकविंशतियुतं व्यर्धं शतं साधवः साध्व्यः पञ्चशताधिकास्समभवन् भक्ताश्च लक्षाधिकाः ॥८५॥
એમણે અનેક તીર્થોનો ઉદ્ધાર કર્યો. અનેક પદયાત્રા સંઘો તેમની નિશ્રામાં નીકળ્યા. અનેક જિનાલયોમાં તેમણે વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. એકસો એકવીશ તેમના શિષ્યો હતા. અઢીસો સાધુનો તેમનો પરિવાર હતો. પાંચસોથી વધુ સાધ્વી તેમની આજ્ઞામાં હતી. અને તેમના ભક્તો લાખોની સંખ્યામાં હતા.
૮૫
षट्पञ्चाशदहो समा मुनिपतेराचार्यभावस्थिते रेकोना च समा ह्यशीतिरनघश्रामण्यभावस्थितेः । आयुष्षण्णवतिस्समा ननु गुणास्सङ्ख्यां परेता बभुस्तत् सर्वं महतां महद् भवति काऽस्माकं लघूनां गिरा ॥८६॥
(યુમ)
એમનો આચાર્ય પદ પર્યાય છપ્પન વરસનો હતો. એમનો શ્રમણજીવન પર્યાય ઓગણ્યાએંશી વરસનો હતો. એમનું આયુષ્ય છ— વરસનું હતું. એમના ગુણો અસંખ્ય હતા. આમ મહાપુરુષોની બધી જ વાતો મોટી હોય છે. આપણા જેવાની વાણી કેટલું વર્ણવી શકે ?
(
નર્વાપ)
(પરિનિર્વાણ)
आषाढस्य चतुर्दशे तिथिदिने कृष्णे महद्-दर्शनहर्ये पौषधवेश्मनि स्थितवतोऽध्यात्मोपसन्नात्मनः । अर्हन्नाममधुस्रवद्भिरमदावादे समाधिस्वर बंता निर्वृतिरश्ववेदगगनद्वंद्वे (२०४७) शरद्युत्कटैः ॥८७॥
વિ. સં. ૨૦૪૭, અષાઢ વદ ચૌદશે અમદાવાદમાં દર્શન નામના મોટા બંગલામાં, પૌષધશાળામાં તેમની સ્થિરતા હતી. તેમણે અધ્યાત્મમાં આત્માને એકાકાર બની દીધો હતો. ઉત્તમ એવા અરિહંતનાં નામરૂપ મધથી છલકતાં સમાધિમંત્રોના સથવારે તેમનું નિર્વાણ થયું.
सूर्याणामिव कोटिरद्भुततमां काञ्चित् समाधिप्रभां हार्दव्याधितदेहवानपि विभुर्निर्वाणकाले दधौ । शिष्यान् भक्तजनांश्च सङ्घनिवहान् दूरागतान् देशयन् मौनेनाऽन्तिमबोधमात्मविषयां सर्वोत्कसाम्यस्थितिम् ॥८८॥
નિર્વાણના સમયે હૃદયના રોગની બાધા હોવા છતાં તેમણે કરોડો સૂરજ જેવી અલૌકિક અને તેજસ્વી સમાધિને ધારણ કરી હતી. શિષ્યોને, ભક્તોને અને દૂરદૂરથી આવેલા સંઘોને તેમણે મૌન દ્વારા અંતિમ ઉપદેશ આપ્યો, આત્માની ઉત્કૃષ્ટ સમતા પામવાનો.
૮૮
Page #24
--------------------------------------------------------------------------
________________
दत्तो भावसमाधिरायुषि वरे सङ्ख्यामतीतान् जनान् साधून् किं पुरात्मतारकगुरुं निर्यामणैः पावनैः । सोऽयं भावसमाधिरस्य मरणे जातस्स्वयं सेवको देहत्यागिनि सावधानकरणे श्रीशालिभद्रे यथा ॥८९॥
ઉત્તમ નિર્ધામણા દ્વારા પોતાનાં સંપૂર્ણ જીવન દરમ્યાન અસંખ્ય લોકોને, અનેક સાધુઓને અને પોતાના તારક ગુરુભગવંતને તેમણે જે ભાવસમાધિ આપી હતી તે સમાધિ મૃત્યુના સમયે સેવકની જેમ તેમની સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. શરીર ત્યાગ કરતી વખતે અનાસક્તિયોગની અનુભૂતિ ધરાવનારા શ્રીશાલિભદ્રની જેમ તેમને સમાધિ મળી. ૮૯
आशामापूर्य पुण्यैर्नभसमपि समालिप्य दिव्यैर्यशोभि
(न् संभृत्य मुक्तामणिगणसुगुणैर्गोभिरासिच्य गाञ्च । अध्यरालिख्य वृत्तैर्युतितिलकमयं वातधारासु रम्य सूरिश्रीरामचन्द्रः परगतिविजयायैव नूनं प्रयातः ॥१०॥ (स्रग्धरा)
પરલોકના વિજય માટે જ જાણે સૂરિરામચંદ્રએ પ્રમાણ કર્યું હતું. પોતાનાં પુણ્યથી તેમણે દિશાઓ છલકાવી દીધી હતી, દિવ્ય યશ દ્વારા આકાશ પર આલેખ કર્યો હતો, મોતી અને મણિના પુંજ જેવા સદ્ગુણો દ્વારા તેમણે સમુદ્રને ભરી દીધો હતો, વાણી દ્વારા તેમણે ધરાતલને ભીંજવી દીધું હતું, વહેતા પવન પર તેમણે પવિત્ર જીવનપ્રસંગો દ્વારા ઝળહળતું તિલક કરી લીધું હતું.
૯૦
क्रोशानां दशकेन दीर्घपथके भक्तैस्समुद्वाहिता लक्षद्वयर्धमितैर्विशालशिबिका श्रीमद्गुरूणां तनोः । आनीताऽन्तिमवर्षवासवसुधाश्रीसाभ्रमत्यास्तटे कोटिश्रीमहितञ्च रामनगरे संस्कारमन्त्यं वृता ॥११॥
સૂરિભગવંતના દેહને વહન કરનારી ભવ્ય પાલખી દશ કોશ લાંબા મારગ પરથી પસાર થઈ હતી. અઢી લાખ લોકોએ આ પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો. અંતિમ ચાતુર્માસભૂમિ શ્રીસાબરમતીનગરમાં પાલખી લાવવામાં આવી. રામનગરમાં એક કરોડ રૂપિયાની ઉછામણીપૂર્વક તેનો અંતિમસંસ્કાર થયો.
निहाग्निजभस्ममोषणजनैस्सञ्जातखाते स्थले पादानामथ सप्तविंशतिसहस्राणां चतुष्कोणिनाम् । आयामेऽर्धशतद्वयाद् दशशतैरेकाधिकैर्मानतो विस्तारं वहदाकृतं भगवतो भक्तैर्महामन्दिरम् ॥१२॥
અગ્નિદાહની રાખ લેવા આવનારા લોકોને લીધે જે સ્થળે ખાડો પડી ગયો તે અંતિમસંસ્કારભૂમિ પર સૂરિભગવંતના ભક્તોએ મોટું મંદિર બનાવ્યું, આ મંદિર ૨૭,00 ચોરસફૂટ વિસ્તારવાળી જમીન પર અને ૧૧,અને ૨૫૦ ચોરસ ફૂટના ભૂવિસ્તાર પર બાંધવામાં આવ્યું.
Page #25
--------------------------------------------------------------------------
________________
(સૂરિરાનપટ્ટધરવનY)
(સૂરિરાજ પટ્ટધર)
यद्वात्सल्यरसे निमज्जनमलं मन्दाकिनीसोदरे पापोत्तापसमापनं भवरसाङ्गारस्य निर्वापणम् । आज्ञानिष्ठसहस्रसाधुयतिकासको विधत्ते सदा सूरीशानमहोदयस्सविजयस्तत्पट्टभट्टारकः ॥१३॥
તેમની પાટે શ્રીમહોદયસૂરીશ્વરજીમ. થયા. તેમના વાત્સલ્યનો રસ ગંગાનદી જેવો પવિત્ર છે. તેમાં નિમજ્જન કરનારના પાપનો તાપ શાંત થઈ જાય છે. અને સંસારના રાગનો અંગારો ઠરી જાય છે. આવો નિમજજનને અનુભવ, તેમની આજ્ઞામાં રહેલા હજારથી વધુ સાધુસાધ્વીજી ભગવંતો કાયમ મેળવે છે.
सान्निध्यं सकलाऽघवारि वरुणोल्लासि स्मितं पावनं कीर्तिः पाण्डुरपुण्डरीकसविधिस्तेजोऽनलोल्लापकम् । माधुर्यं वचसस्तु चूतकदलीद्राक्षेक्षुविस्मारणं सूरीशस्य महोदयस्य चरणौ संसारनिस्तारणौ ॥१४॥
શ્રીમહોદયસૂરિજીમ.નું સાંનિધ્ય બધા પાપોને ટાળે છે. તેમનું સ્મિત વરસતા વાદળ જેવું ઉલ્લાસી અને પવિત્ર છે. તેમની કીર્તિ સફેદ કમળ જેવી ઉજ્જવળ છે. તેમનું તેજ અગ્નિને પણ પરાજીત કરે છે. તેમની વાણીની મધુરતાની સામે આંબો, કેળા, દ્રાક્ષ, શેરડીનો સ્વાદ ભૂલાઈ જાય છે. તેમનાં ચરણો આપણને સંસારથી પાર ઉતારે છે.
૯૪
(ગુરુત્તિ પ્રતિષ્ઠાવનમ્)
(ગુરુ મંદિર પ્રતિષ્ઠા)
सौभाग्याङ्गलिमुद्रितेन सततं कल्याणकेयूरिणा सूरिश्रीविजयो महोदयगुरूत्तंसस्स्वयं पाणिना । पृथ्वीस्त्रीघनकेशपाशमुकुटे चैत्ये नु रत्नच्छटां श्रीदेवस्य गुरोश्च मूर्तिरचनां प्राणैः प्रतिष्ठायिवान् ॥१५॥
પૃથ્વી રૂપી સુંદરીના કેશકલાપ પર મૂકવામાં આવેલા મુકુટ જેવું સ્મૃતિમંદિર શોભે છે અને મુકુટમાં રત્નો જડવામાં આવે તે રીતે મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલી મૂર્તિઓ શોભી રહી છે. દેવ અને ગુરુની આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શ્રીમહોદયસૂરિજીમ.એ પોતાના હાથે કરી. તેમના હાથમાં સૌભાગ્યરૂપી વીંટી અને કલ્યાણરૂપી બાજુબંધ શોભતા હતા. ૯૫
सिद्धिप्राणवियत्कुटुम्ब (२०५८) शरदां माघे सितायां त्रयोदश्यामुच्चगतग्रहे शशिदिने योगे स्थिरे मन्दिरे । श्रीचिन्तामणिपार्श्वनाथभगवत्पुण्यप्रभाऽऽच्छादिता गच्छाधीश्वर-रामचन्द्रविजयाः शश्वत् प्रतिष्ठापिताः ॥१६॥
વિ. સં. ૨૦૫૮ મહાસુદ ૧૩ સોમવારે, સ્થિરયોગમાં ગ્રહો ઉચ્ચ દશાને પામ્યા ત્યારે શ્રીચિંતામણિપાર્શ્વપ્રભુના પવિત્ર પ્રભાવથી ઢંકાયેલા, ગચ્છનાયક શ્રીરામચંદ્રસૂરિજીમ.ની શાશ્વતપ્રતિષ્ઠા શ્રીસ્મૃતિમંદિરમાં થઈ.
४२
Page #26
--------------------------------------------------------------------------
________________
(प्रतिष्ठामहोत्सवर्णनम्)
श्रीमद्देवगुरोरिहाञ्जनशलाकायुक्प्रतिष्ठाश्रयो भक्तैस्सूरिपतेः कुबेरविभवैस्सृष्टो महानुत्सवः । सोऽयं सूत्रितसप्तविंशतिदिन: श्रीपोषमासेऽसिते प्रारब्धश्शुभशीतकालललिते श्रीमत्तृतीयादिने ॥ ९७ ॥
लक्षाणां शतमर्पितं धनिजनैर्नानाविधोत्क्रामणे मूर्तेर्निर्मितये पृथक् पृथगहो देवस्य चैवं गुरोः । दिष्टा देशविदेशवासिभविनामामन्त्रिकाः पत्रिका यत्राऽऽमन्त्रकनामलेखनकृते कोटिव्ययोत्सर्पणम् ॥९८॥
गत्वा भारतचीनभूषु रशियास्वोस्ट्रेलिया मेरिका यूरोपेष्वथ पुण्यमानससरो जापानमप्याफ्रिकाम् । तिर्यग्जृम्भक देववज्जिनवरस्नात्राय भक्तैर्जलमानीतं शुभमत्र तीर्थसरितां पानीयदेवार्चनैः ॥९९॥
श्रीमद्दर्शन हर्म्यसंकुलभुवि श्रीरामचन्द्रप्रभो मूर्तेः कोटिधनांकितो ऽननुकृतः शस्योपहारोऽभवत् । श्रुत्वा भावरसं श्रिताः कृतिजनाः सूरीश्वराणां कथां भावाचार्यनमस्कृतिस्तु समभूत् संस्कारकेन्द्रे ततः ॥१००॥
भूपाधीशदशार्णभद्ररचितां श्रीवर्धमानप्रभो
भव्याऽऽडम्बरघोषमत्तमहिमायात्रामनुस्मारिका । अर्हन्मूर्तिविराजमानसुरथैर्यात्रा ततः प्रस्थिता नव्यश्रीगुरुमूर्तिराजितरथैः पूर्णप्रमोदस्थली ॥ १०१ ॥
४३
(પ્રતિષ્ઠામહોત્સવ)
શ્રીદેવગુરુની પ્રાણપ્રતિષ્ઠાનો મહાન્ ઉત્સવ, કુબેર જેવો ધનવૈભવ ધરાવનારા સૂરિભક્તોએ ઉજવ્યો. તે સત્યાવીસ દિવસનો હતો. સુંદર એવા શિયાળાનાં વાતાવરણમાં પોષ વદ ત્રીજથી આ ઉત્સવનાં મંડાણ થયાં.
૯૭
દેવ અને ગુરુની મૂર્તિ બનાવવા, ભરાવવા માટેની જુદી જુદી ઉછામણીમાં ભક્તજનોએ કરોડો રૂપિયાનું સમર્પણ કર્યું હતું. દેશવિદેશવાસી ભવિકોને મોકલવામાં આવેલી આમંત્રણપત્રિકામાં આમંત્રણ આપનાર તરીકેનું નામ લખવાની ઉછામણી કરોડ રૂપિયાની થઈ હતી. ૯૮
ભારત-ચીન-રશિયા-ઓસ્ટ્રેલિયા-અમેરિકા-યુરોપ-માનસરોવર(નેપાળ)જાપાન-આફ્રિકા જેવા દેશોમાં જઈને તિર્થંભક દેવોની જેમ ભક્તજનો જિનપતિનાં સ્નાત્ર માટેનું પાણી લાવ્યા. આ પાણી તીર્થનદીઓનું હતું. તેને લેવા માટે જલદેવતાની પૂજા કરવામાં આવતી.
૯૯
દર્શનબંગલાનાં પરિસરની જમીન પર શ્રીરામચંદ્ર પ્રભુની પ્રતિષ્ઠાનો ચડાવો કરોડ રૂપિયાનો થયો. આવો ઉત્તમ ચડાવો ફરીવાર થાય તે સંભવિત નથી. સૂરિભગવંતની ગુણાનુવાદકથા સાંભળીને અહીં સૌ પુણ્યવંતો ભાવવિભોર બન્યા હતા. તે પછી સંસ્કારકેન્દ્રમાં ભાવાચાર્યવંદના યોજાઈ હતી. ૧૦૦
પ્રભુવીરની સ્વાગત યાત્રા રાજા દશાર્ણભદ્ર દ્વારા કાઢવામાં આવી હતી. મોટો ઠાઠમાઠ, અને જયઘોષને લીધે ઉન્મત્ત બનેલી તે યાત્રાની યાદ અપાવે તેવી રથયાત્રાનું તે પછી પ્રયાણ થયું. આ રથયાત્રામાં અરિહંતમૂર્તિના રથ હતા અને ગુરુમૂર્તિના રથ હતા. તેથી એ સૌને આનંદ આપનારી બની હતી.
૧૦૧
४४
Page #27
--------------------------------------------------------------------------
________________
स्वर्गङ्कर्षणशृङ्गशोभितमहाकेतुप्रयाणोन्नता नानाग्रामपुराऽऽगतैरगणितैस्सङ्घैर्भुवश्छादिनी ।
लक्षैर्नागरिकैर्नवीनरचनासम्मोहितैरावृता
पुण्याऽहत्रयमन्थरा सदमदावादे पुरे व्यापिता ॥१०२॥ ( युग्मम् )
श्री तीर्थङ्करजन्मनामघहृतां कल्याणकानां कृते शक्रेणोल्लसता विमानमुरुकं निर्मीयते पालकम् । तेनैवोपमितेऽथ साबरमतीमध्ये महामण्डपे क्लृप्तो भक्तिमहोत्सवो बहुविधैराराधनैः पूजनैः ॥१०३॥
वीणावेणुमधुध्वनिस्वरभरैस्सानेयिकाझल्लरीघण्टाशङ्खमहामृदङ्गमुरजैर्बक्काऽऽनकैर्डिण्डिमैः । वादित्रैस्ततवाद्यवंशघनवन्नादप्रसन्नात्मभिर्लोकाकर्षणहर्षवर्षणमभूत् तौर्यत्रिकाऽऽडम्बरैः ॥ १०४॥
पूजा: पूर्वमहर्षिभिर्विरचिता गीता महद्धयऽऽकृता दिव्योद्योतकपूजनानि घटितान्युद्यन्महामन्त्रणैः । आचाम्लान्युपवासका गुणिजनैरेकाशनान्युद्यतै सङ्घाते विहितानि तानि गणनातीतानि जातान्यहो ॥ १०५ ॥
पञ्चानां जिनराजपार्श्वभगवत्कल्याणकानां विधे रन्ते शोभन नाट्यकर्मरसिणां मञ्चाञ्चिते मण्डपे । शुक्लायामथ माघमासदशमीतिथ्यां महामन्दिरे प्राणाऽऽरोपणमङ्गलं भगवतो जातं शिवाऽऽसेवितम् ॥१०६ ॥
४५
આકાશને ખેડતા હોય તેવા દંડના શિખરથી શોભાયમાન એવા ઇન્દ્ર ધ્વજનું તેમાં પ્રયાણ થતું હતું, અનેક ગામ અને નગરમાંથી આવેલા ભવ્યજનોને લીધે ધરતી ઢંકાઈ જતી હતી, લાખો નાગરિકો આ રથયાત્રામાં (સાંબેલાંની નવી નવી) રચનાઓ જોઈને સાથે ચાલતા થઈ ગયા હતા. આવી પવિત્ર રથયાત્રા ત્રણ દિવસ અમદાવાદમાં ફરી.
૧૦૨
તીર્થંકરોના જન્મ વખતે ઇન્દ્ર મહારાજા જે રીતે ઉલ્લાસપૂર્વક જે પાલક વિમાનની રચના કરે છે તેની જેવા સાબરમતીવર્તી વિશાળ મંડપમાં ઘણી બધી આરાધનાઓ અને પૂજાઓ દ્વારા ઉત્સવ પ્રારંભ પામ્યો. ૧૦૩
વીણા-વાંસળી-હાર્મોનિયમના સ્વરો, શરણાઈ, ઝાલર, ઘંટ, શંખ, મોટાઢોલ, નાના ઢોલક, ઢક્કા, આનક અને નગારા જેવા વાજીંત્રો, તતવાદ્યો, વંશવાદ્યો અને ઘનવાદ્યોના નાદથી ઉત્કૃષ્ટતા પામેલા તૌર્યત્રિક = ગીત, સંગીત અને નૃત્યને લીધે લોકોને આકર્ષણ અને હરખનો વરસાદી અનુભવ થયો.
૧૦૪
મોટી રચનાઓ સાથે પૂર્વમહર્ષિ કૃત રચનાઓ ગાવામાં આવી. ઉત્તમ મહામંત્રોપૂર્વક દિવ્યપૂજનો રચવામાં આવ્યાં. ગુણિજનોએ સામૂહિકરૂપે ઉપવાસ, આંબેલ, એકાસણાં કર્યા તેની સંખ્યા અગણિત હતી.
૧૦૫
ઊંચા મંચથી શોભતા મંડપમાં સુંદર નાટ્યવિધિપૂર્વક શ્રીપાર્શ્વપ્રભુનાં પંચકલ્યાણકની ઉજવણી કરવામાં આવી. તે પછી, મહાસુદ દશમના દિવસે મહામંદિરમાં ભગવાનની કલ્યાણમંડિત પ્રાણપ્રતિષ્ઠારૂપ મંગલવિધિ થઈ.
૧૦૬
४६
Page #28
--------------------------------------------------------------------------
________________
विन्यस्तो गुरुमूर्तिसार्थचरणेष्वुत्कृष्टसामग्रीभि स्नात्रैः पञ्चभिरेवमिष्टदिविषद्सद्वासनाया विधिः । माघस्याऽऽगतसम्पदश्च परमोच्चायां सितायां त्रयोदश्यां वश्यसुराऽसुरादिमहितो जातः प्रतिष्ठाविधिः ॥१०७॥
(પ્રતિકાવન)
ગુરુમૂર્તિઓ સમક્ષ, ઉત્તમ સામગ્રીઓ દ્વારા પંચ અભિષેક કરીને, અધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવી. અને સંપત્તિ લાવનારા મહામહિનાની પરમોચ્ચ એવી સુદ તેરસે, ભક્ત એવા સુર અને અસુરો દ્વારા મહિમા પામનારી પ્રતિષ્ઠા કરવામાં આવી.
૧૦૭
(પ્રતિમા વર્ણન)
कैश्चिद् भीमभवाटनाऽपहृतये कैश्चिद्गुणाऽवाप्तये कैश्चित् सूरिवरोपकारविवशैः कैश्चिन्मनस्तुष्टये । कैश्चिद् भावविशोधनाय विरलैः कैश्चित्तु दीक्षेच्छया चैत्यस्य प्रतिमाश्चतुस्तलगता भक्तैः प्रतिष्ठापिताः ॥१०८॥
ભક્તોએ આ ચારમાળનાં મંદિરમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી, તેમાં કોઈ સંસારવનમાં પરિભ્રમણને ટાળવા માંગતું હતું, કોઈ ગુણો મેળવવા ઇચ્છતું હતું, કોઈ સૂરિભગવંતના ઉપકારોની યાદમાં રહીને આ લાભ લઈ રહ્યા હતા, તો કોઈ આત્માને સંતોષ આપવા માંગતું હતું. કોઈ પોતાના ભાવની શુદ્ધિ કરવા માંગતું હતું તો કોઈ દીક્ષા પામવાની ભાવના રાખતું
૧૦૮
હતું.
भूसद्मन्यथ भित्तिभागरचिता रत्नत्रयी प्राञ्जला तत्त्वत्रय्यवलेखना च सरसा गर्भस्थलेऽस्याऽऽदिमे । यात्रायामिव सञ्चरन् गुरुवरो हस्ते सुदण्डं वहन् मूर्ती स्वर्णविलेपधातुघटनामय्यां स्थितोऽस्त्युत्थितः ॥१०९॥
ભોંયરાની ભીંતો પર તત્ત્વત્રયી મને રત્નત્રયીની મનોહર રચના છે. તે ભોંયરાના પહેલા ગર્ભગૃહમાં સોનાનાં વિલેપન પામેલી, પંચધાતુની ગુરુમૂર્તિ છે. ગુરુવર યાત્રા કરવા માટે ચાલી રહ્યા હોય તે રીતે હાથમાં દંડ લઈને આ મૂર્તિ રૂપે ઊભા છે.
૧૦૯
બીજા ગભારામાં આચાર્ય મુદ્રાને ધારણ કરતી પ્રતિમા છે. આ મૂર્તિ જાપમાં વ્યસ્ત રહીને બધા અધિષ્ઠાયક દેવોને જાણે આમંત્રણ આપી રહી છે. આ જ કારણે, ધરતીની ગુફા જેવા આ સ્થાને આવેલા જનોને કોઈ અનોખી તેજધારા ભક્તિમાં હંમેશા એકાગ્ર બનાવી દેતી હોય છે. ૧૧૦
अन्यद्गर्भगृहे च मूर्तिरुचितामाचार्यमुद्रां श्रिता जापव्यग्रतया विबोधयति किं सर्वानधिष्ठायकान् । तेनैवाऽत्र धरातलस्य कुहरस्थानेऽपि तेजस्विनी धारा काचिदुपागताननुनये दत्ते सदैकात्मताम् ॥११०॥ गर्भेऽन्त्येऽक्षरलेखनाय विनतां मुद्रां वहन्ती करे लेखिन्या जिनवाक्यनिष्ठरसया मूर्तिर्वरीवर्तते । मन्ये दर्शनकारिणामभिनवोत्साहाय हस्ताक्षरस्यालेखाय नतोऽपि सैष गुरुराट् साम्मुख्यमासेवते ॥१११॥
ત્રીજા ગભારામાં, અક્ષરોનું આલેખન કરવા હાથમાં જિનવાણીમાં અનુરક્ત એવી લેખિની ધારણ કરનારી અને કંઈક ઝૂકેલી એવી મૂર્તિ છે. એવું લાગે છે કે દર્શન કરવા આવનારને પોતાના હસ્તાક્ષર આપીને નવો જ આનંદ આપવા માંગતા હોય તેમ સહેજ નમેલા રહીને પણ ગુરુભગવંત સન્મુખ જ રહ્યા છે.
૧૧૧
४७
४८
Page #29
--------------------------------------------------------------------------
________________
(प्रथमतलगुरुमूर्तिवर्णनम्) सङ्केतोपनिबद्धसूरिभगवत्षट्त्रिंशदत्युत्तमभास्वत्सद्गणवन्महापरिकरप्रस्तारिताऽद्ये तले । मूर्तिद्र्धत ऊर्ध्वमास्थितलसच्छिल्पांकनभ्राजिततीर्थस्थापनभूमिवर्तिगणभृद्वन्द्यप्रभुच्छत्रिता ॥११२॥
પહેલા માળે મુખ્ય ગભારામાં મૂર્તિ છે તે વિશાળ પરિકરથી યુક્ત છે. આ પરિકરમાં આચાર્ય ભગવંતના ઉત્તમ અને ઝળહળતા છત્રીશ ગુણો ચોક્કસ સંકેતો કોતરીને બતાવવામાં આવ્યા છે. આ મૂર્તિનાં મસ્તક પર ઉત્તમ કલાથી મનોહર એવું સમવસરણ અને તેમાં ગણધરો દ્વારા વંદન પામી રહેલા પરમાત્મા શોભે છે.
૧૧૨
(પાડુવાવન) मूर्तिश्चात्र विराजते भगवतां पादद्वयी स्फाटिकरत्नोपज्ञसरोजकोशयुगले श्रीपादुकारूपतः । तत्राऽऽद्या मुनिकृष्णवर्णदृषदिस्था स्वर्णलिप्तोपले चाऽन्या तत्र हि यत्र सद्गुरुरयं देशेऽग्निसंस्कारितः ॥११३॥
આ માળ ઉપર ગુરુની મૂર્તિ અને સ્ફટિક રત્નમાં રચેલાં કમળકોશમાં પાદુકારૂપે બિરાજતા બે પગલાંની જોડ છે. પહેલી જોડ સાધુના શ્યામવર્ણ ધરાવતા કસોટીના પાષાણ પર મૂકાઈ છે. જે સ્થાને ગુરુનો અગ્નિસંસ્કાર થયો તે સ્થાને સોનાથી રસેલા પથ્થર ઉપર પગલાંની બીજી જોડ મૂકવામાં આવી છે.
૧૧૩
અરિહંત પ્રભુનાં શાસનમાં થઈ ગયેલાં પ્રાચીન અને પટ્ટપરંપરાવર્તી ૭૭ આચાર્યોનાં ચિત્રો ભીંત પર દોરવામાં આવ્યા છે. કલાનિષ્ણાતોએ આ ચિત્રોમાં નજર સામે પ્રસંગો જીવંત લાગે તેવી કુશળતા દાખવી છે. આવાં એકસો આઠ ચિત્રો દ્વારા ઉર્ધ્વગામી પ્રેરણા મળે છે.
૧૧૪
अर्हद्धर्मणि सप्तसप्ततिमिताः पौराणिकाश्शासना चार्या पट्टपरम्परामनुगता भित्तिस्थले चित्रिताः । साक्षात्कारितसर्ववर्ण्यविषयैरस्मिन् तले कोविदैश्चित्रेष्वत्र शताधिकाष्टरचितेषून्नायिबोधो महान् ॥११४॥
(રીસ્મૃતિવન) दीर्घागर्भगृहद्वयात् प्रथमतः श्रीगौतमो देवता भूतिप्रान्तवदग्निवायुमुनयो व्यक्तस्सुधर्मा तथा । धन्या मण्डितमौर्यपुत्रयतयश्चाकम्पितश्चाचलो मैतार्यश्च गुरुप्रभासक इमे मूर्तिस्थिताः सूरयः ॥११५॥
દીર્ધામાં-ગેલેરીમાં બે ગર્ભગૃહ છે. પ્રથમ ગર્ભગૃહમાં શ્રી ઇન્દ્રભૂતિ, શ્રીઅગ્નિભૂતિ, શ્રીવાયુભૂતિ, શ્રીવ્યક્ત, શ્રીસુધર્મા, શ્રીમંડિત, શ્રીમૌર્યપુત્ર, શ્રીઅકૅપિત, શ્રીઅચલભ્રાતા, શ્રીમૈતાર્ય અને શ્રીપ્રભાસ આટલા આચાર્યો મૂર્તિરૂપે બિરાજમાન છે.
૧૧૫
Page #30
--------------------------------------------------------------------------
________________
अन्यस्मिंश्च तपागणाभ्युदयिनां सूरीश्वराणां स्थितास्सौन्दर्याञ्चितमूर्तयो रजतवत् शुभ्रा किलैकादश । आसाञ्च प्रथमाऽस्ति शासनपतेरानन्दसूरीशितु स्सर्वेषां गणधारिणामिव महावीरप्रभोर्गौतमः ॥११६॥
બીજા ગભારામાં તપાગચ્છનો અભ્યદય કરનારા અગિયાર આચાર્ય ભગવંતોની સુંદરતાથી અંકિત અને ચાંદી જેવી ઉજ્જવળ પ્રતિમાઓ છે. પ્રભુવીરના ગણધરોમાં પહેલા શ્રી ગૌતમ છે, તે રીતે આ સ્થળે પ્રથમ મૂર્તિ શ્રી આત્મારામજીમ.ની છે.
૧૧૬
सूरिश्रीकमलस्य मूर्तिरपरा वैराग्यनिस्स्यन्दिनः सिक्तस्स्नेहरसेन यैरनुपमः श्रीरामकल्पद्रुमः । मूर्तिर्वीरगुरोस्तु वाचकपदाधिष्ठातुरानन्दिनो यस्याऽऽशीर्बलमुन्नतं विहितवद् रामं जगद्भास्वरम् ॥११७।।
વૈરાગ્યવાહી શ્રીકમલસૂરિજી મ.ની મૂર્તિ છે. જેમણે રામ-રૂપી, કલ્પવૃક્ષને સ્નેહના રસથી સિંચ્યું હતું, આનંદમગ્ન અને ઉપાધ્યાયપદથી અલંકૃત શ્રીવીરવિજયજીમ.ની મૂર્તિ છે. એમના આશીર્વાદ દ્વારા રામ વિશ્વમાં સૂરજની જેમ દીપ્યા.
૧૧૭
मूर्तिस्सिद्धिगुरोस्तु सूरितिलकस्याराधनाराजिनो रामो येन समर्थितः खलजये पार्थो यथा शार्गिणा । मूर्तिर्दानगुरोर्मुनिव्रजपतेर्योतिष्यविद्यानिधे रामे सर्वजनाऽभिराममहसां धारा निषिक्ता नु यैः ॥११८॥
આરાધનામાં લીન એવા શ્રીસિદ્ધિસૂરિમ ની મૂર્તિ છે, જે રીતે કૃષ્ણએ અર્જુનને શત્રુજયમાં સાથ આવ્યો તે રીતે આ સૂરિજીએ હંમેશા રાજાને ટેકો આપ્યો હતો. મુનિકુલનાયક અને જ્યોતિષ્મવિદ્યાનિધાન શ્રીદાનસૂરિજીમ ની મૂર્તિ છે, એમણે સૌને આકર્ષિત કરે તેવા પ્રભાવની, ધારા રામમાં ભરી હતી.
૧૧૮
सूरीन्दोः कनकस्य चण्डतपसो मूर्तिनिरासङ्गिनो यो रामस्य वचःक्रमं निजवचस्तुल्यं समाख्यातवान् । मूर्तिर्वादजितः कवेर्नयविदः श्रीलब्धिसूरीशितुयच्चित्ते निजशिष्यवत् स्थितिरभूत् रामस्य विद्यावतः ॥११९॥
ઉગ્ર તપસ્યા કરનારા, અણગારભાવના આરાધક શ્રી કનકસૂરીશ્વરજી મ.ની મૂર્તિ છે, તેમણે રામનાં વચનોને મારી આજ્ઞા સમજીને સ્વીકારવા, તેવું જણાવ્યું હતું. વાદવિજેતા, કવિ, નયશાસ્ત્ર કુશળ શ્રી લબ્ધિસૂરીશ્વરજીમ.ની મૂર્તિ છે. તેઓ રામને પોતાના શિષ્યની જેમ, હૈયે ધારણ કરતા હતા.
૧૧૯
मूर्तिर्मेघगुरोवितानितवतो रामस्य वाचां कलां मेघानामिव गर्जनं प्रवचनं येषां हि सर्वप्रियम् । मूर्तिः प्रेमगुरोः पवित्रचरितस्याऽध्यात्ममग्नात्मनो यैस्सर्वस्वमिवाऽऽर्हतस्य वचनं रामस्य निर्घोषितम् ॥१२०॥
શ્રીમેધસૂરિજીમ.ની મૂર્તિ છે. એમનું વ્યાખ્યાન મેઘની ગર્જનાની જેમ સૌને ગમતું હતું, એમણે રામની પ્રવચનકળા ખીલવી હતી. શ્રી પ્રેમસૂરિજીમ ની મૂર્તિ છે. તેમનું ચરિત્ર પાવન છે, તેમનો આત્મા યોગસાધનામાં લીન છે. રામનું વચન સર્વજ્ઞ શાસનનો સાર છે તેવું તેમણે જાહેર કર્યું હતું.
૧૨૦
५१
Page #31
--------------------------------------------------------------------------
________________
मूर्तिः श्रीविजयान्मनोहरगुरोश्चेतश्चमत्कारिणो ये रामस्य सदाऽऽत्मभाववशिनः कल्याणसख्याश्रयाः । अन्ते श्रीयुतमङ्गलाद्विजयिनो मूर्तिस्समुल्लासिनो येनाऽऽपत्तिविदारणेन विजने रामाय दीक्षाऽर्पिता ॥१२१॥
મનને પ્રસન્નતા આપનારા શ્રીવિજયમનોહર સૂરીશ્વરજીમ.ની મૂર્તિ છે, તે રામના આત્મીયજન જ અને કલ્યાણ મિત્ર હતા. સદા ઉલ્લાસી શ્રી મંગલવિજયજીમ ની અંતિમ મૂર્તિ છે. તેમણે ઉપદ્રવોની સામે જીતવાપૂર્વક રામને દીક્ષા આપી હતી.
૧૨૧
अत्राऽष्टाधिकचित्रपट्टशतकं श्रीरामचन्द्रेशितु भव्यं चित्रितमस्ति जीवितसमन्यासेन भित्तिस्थले । यस्मिन् शासनभासनस्य भवतः पुण्यप्रसङ्गावलि स्सष्टा सष्टिकतो विनिर्मितिमदो जातोऽनया खण्डितः ॥१२२॥
અહીં ભીંતો પર શ્રીરામચંદ્રપ્રભુના ૧૦૮ ચિત્રો દોરવામાં આવ્યા છે. તે સજીવન હોય તેવાં લાગે છે. એમાં સૂરિભગવાનના જીવનનાં પ્રસંગો એટલી રમણીયતાથી આલેખવામાં આવ્યા છે કે તે જોઈને, વિધાતાને પોતાના વિશે સુંદર સૃષ્ટિ રચના કરનાર તરીકેનો ગર્વ હતો તે ખંડિત થઈ ગયો. ૧૨૨
(પ્રભુભૂતિ)
( તૃતીયતન્નમૂર્તિવન) निर्धूमाग्निमियं चतुर्दशमहास्वप्नेषु वामाऽन्तिम दृष्ट्वा तं नवसम्पदा घटयितुं चक्रे निदेशं विधिम् । सोऽयं त्वत्सतमेव नव्यरचनाबद्धं करोमीत्यवग नूनं तद्रचितैव पार्श्वभगवन्मूर्तिस्तृतीये तले ॥१२३॥
વામામાતાએ ચૌદ સપનામાં અંતે નિધૂમ અગ્નિને જોયો. તે અગ્નિને નવેસરથી રચવા માટે માતાએ વિધાતાને આજ્ઞા કરી. વિધાતાએ કહ્યું ‘હું આપના પુત્રની જ નવેસરથી રચના કરું છું.’ તેણે નિધૂમ અગ્નિનાં ઝળહળાં રૂપમાં જે પ્રભુની રચના કરી તે જ પાર્થપ્રભુની મૂર્તિ છે, જે અત્રે ત્રીજા માળે બિરાજે છે.
૧૨૩
કલિકાળના પાપને હરનારા અને દેવેન્દ્રો દ્વારા પૂજા પામનારા શ્રી શંખેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પંચધાતુની બનેલી છે અને તેની પર સોનાનો લેપ કરવામાં આવ્યો છે તે જાણે કે પ્રભુનાં પાંચ જ્ઞાન ઉપર પથરાયેલા વીતરાગભાવની યાદ અપાવે છે.
૧૨૪
श्रीचिन्तामणिपार्श्वनाथभगवान् शङ्केश्वरेत्याख्यया युक्तोऽयं कलिकालपातकहरो देवेन्द्रवृन्दाऽर्चितः । एतस्मिन्ननु पञ्चधातुरचिते स्वर्णोपलेपस्स्फुरत्पञ्चज्ञानमयात्मनः कथयति श्रीवीतरागस्थितिम् ॥१२४॥ भव्योत्कृष्टाविशालसत्परिकरणाऽऽवेष्टितस्य प्रभो
सात् पार्श्वत एव शान्तिसुमतीशानौ पृथग्गेहगौ । गर्भस्थानबहिस्स्थले ह्युभयतोऽलङ्कारवान् शोभन: कायोत्सर्गगतो युगादिभगवान् श्रीवर्धमानः पृथक् ॥१२५॥
પ્રભુનું પરિકર ભવ્ય, વિશાળ, શ્રેષ્ઠ અને ગુંદર છે. પ્રભુની આસપાસના ગભારામાં શ્રીશાંતિનાથ પ્રભુ અને શ્રી સુમતિનાથ પ્રભુ બિરાજે છે. ગભારાની બહાર બહાર બંને તરફ શ્રી આદિનાથ પ્રભુ અને શ્રીવર્ધામન પ્રભુ બિરાજે છે, બંને અલંકારથી મુક્તિ, આકર્ષક અને કાયોત્સર્ગ મુદ્રામાં
૧૨૫
ધ૪
Page #32
--------------------------------------------------------------------------
________________
विख्यातार्बुदपर्वते विरचितं श्रीवस्तुपालेन यच् चैत्यं तत्र विशेषशिल्पसुषमं चाऽऽस्ते गवाक्षद्वयम् । तच्छायामुपसेव्य नव्यविहिते शस्ये गवाक्षद्वये श्रीनेमीश्वर-पार्श्वनाथभगवन्मूर्ती वियुक् स्थापिते ॥१२६॥
પ્રખ્યાત એવા આબુ પર્વત પર શ્રીવસ્તુપાળે ચૈત્યની રચના કરાવી છે તેમાં જે (દેરાણી જેઠાણીના) બે ગોખલા છે તેનું અનુકરણ કરીને નવા રચેલા બે ગોખલામાં શ્રીનેમિનાથપ્રભુ અને શ્રી પાર્શ્વનાથપ્રભુને જુદાજુદા બિરાજીત કરવામાં આવ્યા છે.
૧૨૬
निश्रादायिमहोदयैर्गुरुवरराचार्यभट्टारकै लक्षाणां भविनां समक्षमखिलः सृष्टः प्रतिष्ठाविधिः । आचार्यरथ वाचकैर्गणिवरैः पंन्यासकैस्साधुभिस्साध्वीभिश्च परिच्छदोऽत्र समये तेषां सहस्त्राधिकः ॥१२७।।
આચાર્ય ભટ્ટારક, નિશ્રાદાતા શ્રીમહોદયસૂરિશ્વરજીમ. એ પ્રતિષ્ઠાની બધી જ વિધિ લાખો ભવ્યજીવોની સમક્ષ કરી હતી. આ સમયે આચાર્યઉપાધ્યાય-પંન્યાસ-ગણિ-સાધુ અને સાધ્વીઓ દ્વારા તેમનો પરિવાર હજારથી પણ વધુ હતો.
૧૨૭
नित्यं यत्र हि पञ्चविंशति सहस्त्राणां त्रिसन्ध्यं ह्यभद् भोज्यञ्चारुसुगन्धसम्भ्रमितदिग्देशान्तररुत्तमैः । जातं सङ्घजनस्य राजनगरस्याऽन्त्ये प्रतिष्ठादिने श्रीमत्सङ्घसमर्चनेन सहितं लक्षत्रयाणामिदम् ॥१२८।।
મહોત્સવ દરમ્યાન રોજ પચીશ હજાર સાધર્મિકજનોની સવાર, બપોર, સાંજ ભક્તિ કરવામાં આવી હતી. ઉત્તમ આહાર સામગ્રીની સુવાસ દૂરદૂર સુધી દિશાઓને મુગ્ધ બનાવી દેતી હતી. પ્રતિષ્ઠાના શુભદિવસે તો સમસ્ત રાજનગરનાં સંઘપૂજન સમેત ત્રણ લાખ સાધર્મિકોની ભક્તિ કરવામાં આવી.
૧૨૮
दीनानाथसमृद्धृतिर्गुणगतिस्सर्वज्ञधर्मद्युतिस्सङ्गीतश्रुतिरिष्टपापविरतिस्सर्वश्रियां संश्रितिः । पूजानामिह सप्तविंशतिरभूत् संसारबीजक्षतिर्नाऽभून्नैव भविष्यतीतिवचनैर्गीते प्रतिष्ठोत्सवे ॥१२९॥
સત્યાવીસ દિવસનો ઉત્સવ-ન ભૂતો ન ભવિષ્યતિ એવી પ્રસિદ્ધિને પામ્યો. આ ઉત્સવ દરમ્યાન ગરીબ અને અનાથ જનોને ઉદ્ધાર કરવામાં આવ્યો, ગુણોનો વિકાસ થાય તેવી યોજનાઓ કરવામાં આવી, સર્વજ્ઞધર્મનો પ્રભાવ ફેલાવવામાં આવ્યો, સંગીત ગુંજતું રાખવામાં આવ્યું, પાપોને વિરામ મળ્યો, અગણિત લક્ષ્મી અહીં વરસી પડી, સંસારના બીજનો ક્ષય થયો.
૧૨૯
गच्छेशानमतेन कीर्तियशसाऽऽचार्येण निर्देशित श्शिल्पी सोमपुरोपधो विहितवान् श्रीचन्द्रकान्तो बुधः । वास्तु श्रीस्मृतिमन्दिरस्य विमलज्योतिर्मयप्रस्तरैः कल्याणी खलु पार्श्ववल्लभ इति ख्याताऽभिधा शाश्वती ॥१३०॥
પૂ. ગચ્છાધિપતિ શ્રીમહોદયસૂરિજી મ.ની આજ્ઞાથી શ્રી કીર્તિયશ સૂરિમ.એ શિલ્પી શ્રી ચંદ્રકાંત સોમપુરાને જે માર્ગદર્શન આપ્યું તે મુજબ આ મંદિરની રચના કરવામાં આવી છે. આ સ્મૃતિમંદિરનું સંપૂર્ણ બાંધકામ સંગેમરમરના પથ્થરો દ્વારા થયું છે. આ પ્રાસાદનું શાશ્વત એવું પવિત્ર નામ છે શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદ.
૧૩૦
૬૬
Page #33
--------------------------------------------------------------------------
________________ यावत् सिद्धशिलातले भगवतां सिद्धात्मनामासनं तावत् स्मारकमन्दिरे विलसतु श्रीपार्श्वनाथप्रभुः / यावन्मेरुगिरौ जिनेन्द्रजनितैः कल्याणकानां महास्तावत् श्रीस्मृतिमन्दिरे प्रभवतु श्रीरामचन्द्रस्तुतिः // 131 // જ્યાં સુધી સિદ્ધશિલા પર સિદ્ધભગવંતો બિરાજે છે, ત્યાર સુધી શ્રી પાર્શ્વનાથપ્રભુ સ્મારકમાં બિરાજમાન રહો તેવી ભાવના છે. જ્યાં સુધી મેરુપર્વત પર પ્રભુનાં જન્મકલ્યાણકના ઉત્સવો થાય છે ત્યાર સુધી મૃતિમંદિરમાં શ્રીરામચંદ્રગુરની સ્તુતિ ચાલતી રહો. 131 यावच्चान्त्यसमुद्रनीरनिकरैर्लोकान्तमास्फाल्यते श्रीरामस्मृतिमन्दिरस्य शिखरे तावद् ध्वजा नृत्यतु / श्रीसिद्धाचलतीर्थमात्मरसिकान् यावच्च दत्ते शिवं तावच्चैत्यमिदं ददातु भविनामानन्दकन्दं वरम् // 132 // સ્વયંભૂરમણ સમુદ્રનાં પાણી જ્યાર સુધી લોકાન્તને અફળાય છે ત્યાર સુધી સ્મૃતિમંદિરના શિખર પર ધ્વજા ફરકતી રહો. શ્રીશત્રુંજય તીર્થ ભવ્યજીવોને જયાર સુધી મોક્ષ આપે છે ત્યાર સુધી આ ચૈત્ય ભવ્ય જીવોને ઘણો આનંદ આપતું રહો. 132 शब्दानां पुनरुक्तिरर्थरचने मान्द्यं तथा व्याकृती दोषा भारति ! सर्वमेव वितथं जानेऽहमज्ञानवान् / एकं केवलमर्थये भगवति ! त्वत्तः कृति हस्तयोरादाय स्मितदानमानममलं मह्यं भवत्या भवेत् // 133 // હે સરસ્વતીમાતા ! આ કાવ્યમાં શબ્દોની પુનરુક્તિ છે, અર્થરચના શિથિલ છે, વ્યાકરણના દોષો છે. હું અજ્ઞાની છું, મને ખબર છે. તો પણ મારી એક પ્રાર્થના છે કે તમે આ કૃતિ હાથમાં લો અને મને આપતું વિમળ સ્મિત મળે તેવી કૃપા કરો. 133 જેમણે શાસનની રક્ષા કરી તે રામચંદ્રસૂરિજી મ.ને ધન્ય છે જેમણે મંદિરની રચના કરી તે ગુરુભક્તોને ધન્ય છે. જેમણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી તે યુગાન્ત સુધી જીવનારા પુણ્યવાનોને ધન્ય છે. સદા જયવંત એવા ચતુર્વિધ સંઘનું હંમેશા મંગળ થાઓ. 134 धन्यास्ते भुवि रामचन्द्रगुरवो यैश्शासनं रक्षितं धन्यास्ते गुरुराजभक्तमनुजा यैर्निर्मितं मन्दिरम् / धन्यास्ते कृतिनो युगान्तवयसो यैस्स्थापिता मूर्तयः श्रीसङ्घस्य चतुर्विधस्य जयिनो भूयात् सदा मङ्गलम् // 134 // श्रीसंवेगरतिर्यतिश्शुभमतिर्धन्यो जनेता गुणी / श्रीवैराग्यरतिश्च शास्त्रजलधिर्बन्धुर्यदीयो महान् / माता यस्य जयाऽथ सोदरतया भूपेश आस्ते गृहे सोऽयं तीर्थकथां जगौ शमरतिः श्रीरामचन्द्राश्रयाम् // 135 स्मृतिमन्दिरप्रशस्तिस्सूरीश्वररामचन्द्रशिष्येण / प्रशमरतिविजयेन प्रसादनायाऽऽत्मनो विहिता // 136 // શુભમતિ અને ગુણવાન એવા શ્રી સંવેગરતિવિજયજી જેમના પિતા છે, શાસ્ત્રબોધના સાગર સમા શ્રીવૈરાગ્યરતિ વિજયજી મ. જેમના બંધુ છે, જેમની માતા જયા છે અને જેમના ભાઈ ભૂપેશ ગૃહવાસમાં છે તે પ્રશમરતિવિજયે શ્રીરામચન્દ્રની તીર્થકથા રચી. 135 શ્રીરામચંદ્રસૂરીશ્વરજીમ.ના શિષ્ય પ્રશમરતિવિજયે, પોતાના મનની પ્રસન્નતા માટે સ્મૃતિમંદિર પ્રશસ્તિની રચના કરી છે. 136