________________
(સૂશિખવેવળનમ્ )
नासा निर्मलदीपिकाऽम्बुजमदस्योन्मोचने लोचने भाले ह्यष्टमचन्द्रतन्द्रितहरे धर्मध्रुवत्वं ध्रुवः । कर्णौ स्वर्णरसौ कपोलयुगलं शीतांशुखण्डोपमं सत्त्वोद्रेकमयस्मितेन सततं लिप्तोऽधरः पाटलः ॥ ३५ ॥
अंसे शासनभारवाहनसमुत्तंसे शिरस्सुस्थिरं शैलाग्रस्थितशारदाभ्रसतुलं नेत्रामृतं धर्मिणाम् । बाहू मोहमहाऽरिबन्धनकरौ सद्धर्मशस्त्राञ्चितौ वक्षोऽन्तःकरणस्थलक्षसमयैर्विस्तारवच्चोन्नतम् ॥३६॥
लक्ष्मीनां निकरौ करौ कटितटं सिंहोपमित्योद्भटं धर्मोल्लासपरम्परौ च परमानन्दास्पदौ श्रीपदौ । चेतश्चेतसिजाऽपराधविकलं कल्याणकृद् दर्शनं सर्वज्ञत्वसमीपताऽनुगुणितश्चाऽऽत्मा विभोर्निर्मलः ||३७||
( सूरिराजव्याख्यानसाराऽऽख्यानम् )
संसारः परिहार्य एव भवता ध्येयश्च मोक्षस्सदा ग्राह्या दोषनिरासनाय सकलैर्दीक्षा सुरक्षाऽऽत्मनः । वाग्देवीकरलेखसुन्दरगिरा भव्यानिति स्थापयनर्हद्धर्मणि रामचन्द्रभगवानेकः शरण्यो मम ॥ ३८ ॥
१७
(સૂરિરાજદેહવર્ણન)
આ સૂરિરાજની નાસિકા દીવાની જ્યોત જેવી નિર્મળ છે, એમની સુંદર આંખો કમળનો સૌન્દર્યમદ ઉતારી દે છે, તેમનું કપાળ અષ્ટમીના ચન્દ્રની તન્દ્રા હરી લે છે, તેમની બંને બ્રૂ-માં ધર્મની સ્થિરતા સોહે છે, તેમનાં કાન સોનેરી વર્ણના છે, તેમના ગાલ ચાંદના ટુકડા જેવા છે. તેમના હોઠ પર સાત્ત્વિકભાવના ઉત્કર્ષ જેવું સ્મિત પથરાયેલું રહે છે માટે એ હોઠ હંમેશ લાલ રહે છે.
૩૫
તેમના ખભા શાસનનો ભાર ઉપાડવામાં સમર્થ છે. પર્વતનાં શિખર પર જે રીતે શરદઋતુનું વાદળ શોભે તે રીતે ધર્મીઓની આંખોને આનંદ આપનારું તેમનું મુખ તેમના ખભા પર બિરાજે છે. તેમના બંને હાથ સધર્મરૂપી શસ્રથી સહિત છે અને મોહરૂપી મહાશત્રુને બંધનમાં મૂકે છે. એમનાં અંતઃકરણમાં લાખો શાસ્ત્રો સમાયેલાં છે માટે તેમની છાતી વિશાળ અને ઉન્નત છે. ૩૬
તેમના હાથ લક્ષ્મીના નિધાન છે, તેમનો કટિપ્રદેશ સિંહની જેવો અદ્ભુત છે, તેમના પવિત્ર ચરણ ધર્મોલ્લાસની પરંપરાને ધારણ કરનારા છે અને અનહદ આનંદનું સ્થાન છે. તેમનાં મનમાં કામદેવનો દોષ જાગ્યો નથી. તેમનાં દર્શનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. તેઓ નજીકનાં ભવિષ્યમાં સર્વજ્ઞ બનવાના છે તે નિશ્ચિત છે માટે જ તેમનો આત્મા નિર્મળ છે. ૩૭
(સૂરિરાજનાં વ્યાખ્યાનોનો સાર)
‘આ સંસાર છોડવા જેવો છે, હંમેશા મોક્ષનું લક્ષ રાખવા જેવું છે, દોષોને ઘટાડવા માટે દરેક જીવોએ આત્માના સંરક્ષણ રૂપે દીક્ષા લેવા જેવી છે.’ આ રીતે સરસ્વતીના હસ્તાક્ષર જેવી સુંદર વાણી પ્રકાશીને ભવ્યજીવોને અરિહંતપ્રભુના ધર્મમાં સ્થિર કરનારા શ્રીરામચંદ્રસૂરિજી મ., મારા માટે એક માત્ર શરણરૂપ છે.
૩૮
१८