________________
(શ્રીવિન)
(મંદિરવર્ણન)
श्रीरामस्मतिमन्दिरं गजरथाऽऽकारं जयत्यद्भुतं वल्लीम लशिल्पशालिविपुलस्तम्भावलिश्लाषितम् । यहेहोऽमृतचन्द्रकान्तधवलस्सौन्दर्यलीलोत्सवैस्वर्गीयं मदमातनोति सहृदां सोपानमारोहताम् ॥५॥
શ્રીરામચંદ્રગુરુનું સ્મૃતિમંદિર જય પામે છે. તે ગજરથનો આકાર ધરાવે છે. તે ખૂબ જ સુંદર છે. આ મંદિરના વિશાળ થાંભલાઓ નાજુક લતા જેવાં શિલ્પથી સંપન્ન છે. આ મંદિરનું શરીર અમૃત અને ચંદ્રકાંતમણિ જેવું ધવલ છે. આ મંદિરનાં પગથિયાં ચડનાર ભાવનાશીલ જનોને તેનાં સૌન્દર્યની અદ્ભુત લીલાઓનાં દર્શનથી સ્વર્ગીય આનંદ સાંપડે છે. ૫
भूवाहोच्चशिरो हिरण्यघटितः कुम्भश्च सूर्यप्रभो दण्डस्वर्णमयः प्रचण्डपवनं संवाहयन्नञ्जसा । मेघानाञ्च सुहृत्तया ध्वजपटो विश्वग्वियद्विस्तृतस्तत्त्वानामिति सङ्गमो विलसति श्रीरामचन्द्रालये ॥६॥
શ્રીરામચંદ્રમંદિરમાં પાંચેય તત્ત્વોનો સંગમ શોભી રહ્યો છે. કેમકે તેનું શિખર પર્વત સમાન ઊંચું છે. તે શિખર પરનો કળશ સોનેરી હોવાથી સૂર્ય જેવો દેખાય છે. આ શિખર પર રહેલો ધ્વજદંડ પૂરબહાર હવાને સહજ રીતે વહેતી રાખે છે. આ શિખર પરની ધ્વજાનું વસ્ત્ર સંપૂર્ણ આકાશ પર ફેલાયેલું રહે છે. કેમ કે તે વાદળાઓ સાથે મૈત્રી ધરાવે છે. ૬
राजन्ते ननु बोधदृष्टिचरणान्येतस्य शृङ्गत्रये भङ्गं याति चतुर्गतेरनुभवो भव्ये चतुर्थे तले । चक्राणाममुमष्टकञ्च भजते तुम्बासदाराजुषां मातृणामिव मण्डलं मुनिवरान् धर्मक्रियाज्ञानवत् ॥७॥
આ મંદિરનાં ત્રણ શિખરો ઉપર જાણે કે જ્ઞાન-દર્શન અને ચારિત્ર શોભી રહ્યાં છે. શિખરોનાં આધારભૂત એવા ચોથા માળે જવાથી જાણે કે ચારેય ગતિનો રઝળપાટ નાશ પામે છે. જેમ સાધુભગવંતોને ધર્મક્રિયા અને ધર્મબોધથી સહિત એવી આઠ પ્રવચનમાતાઓ સાચવે છે તેમ આ મંદિર, બા અને આરાથી મુક્ત એવાં આઠ ચક્રો ધારણ કરે છે.
૭
संसृष्टं तुहिनतुसोमकिरणैः श्रीखण्डखण्डद्रवैस्सिक्तं चूर्णितमौक्तिकौघरजसा सम्पूरितं सर्वतः । प्रालेयैरिव निर्मितं गुरुगृहे भूसा शीतोपलं दत्ते ध्यानमुदं गुहातलकृतच्छन्नस्थितेर्योगिनः ॥८॥
આ મંદિરનું ભોયરું અતિશય ઠંડકનો અનુભવ કરાવનારું છે. શિયાળાની રાતે ઉગતા ચંદ્રમાનાં કિરણો એની પર પથરાયા હોય, ચંદનકાષ્ટનો રસ તેની પર ઢોળવામાં આવ્યો હોય, ઢગલાબંધ મોતીઓનું ચૂર્ણ બનાવીને તેની રજ એની પર પાથરવામાં આવી હોય અને ઝાકળજળથી એ ઘડવામાં આવ્યું હોય તે રીતે આ ભોંયરાના પથ્થરો અતિશય શીતલ છે. યોગીજનો ગુફાના તળિયે ગુપ્ત રીતે રહીને જે ધ્યાનનો આનંદ પામે છે તેનો અનુભવ આ ભોંયરામાં બેસવાથી મળે છે. ૮