Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 29
________________ (प्रथमतलगुरुमूर्तिवर्णनम्) सङ्केतोपनिबद्धसूरिभगवत्षट्त्रिंशदत्युत्तमभास्वत्सद्गणवन्महापरिकरप्रस्तारिताऽद्ये तले । मूर्तिद्र्धत ऊर्ध्वमास्थितलसच्छिल्पांकनभ्राजिततीर्थस्थापनभूमिवर्तिगणभृद्वन्द्यप्रभुच्छत्रिता ॥११२॥ પહેલા માળે મુખ્ય ગભારામાં મૂર્તિ છે તે વિશાળ પરિકરથી યુક્ત છે. આ પરિકરમાં આચાર્ય ભગવંતના ઉત્તમ અને ઝળહળતા છત્રીશ ગુણો ચોક્કસ સંકેતો કોતરીને બતાવવામાં આવ્યા છે. આ મૂર્તિનાં મસ્તક પર ઉત્તમ કલાથી મનોહર એવું સમવસરણ અને તેમાં ગણધરો દ્વારા વંદન પામી રહેલા પરમાત્મા શોભે છે. ૧૧૨ (પાડુવાવન) मूर्तिश्चात्र विराजते भगवतां पादद्वयी स्फाटिकरत्नोपज्ञसरोजकोशयुगले श्रीपादुकारूपतः । तत्राऽऽद्या मुनिकृष्णवर्णदृषदिस्था स्वर्णलिप्तोपले चाऽन्या तत्र हि यत्र सद्गुरुरयं देशेऽग्निसंस्कारितः ॥११३॥ આ માળ ઉપર ગુરુની મૂર્તિ અને સ્ફટિક રત્નમાં રચેલાં કમળકોશમાં પાદુકારૂપે બિરાજતા બે પગલાંની જોડ છે. પહેલી જોડ સાધુના શ્યામવર્ણ ધરાવતા કસોટીના પાષાણ પર મૂકાઈ છે. જે સ્થાને ગુરુનો અગ્નિસંસ્કાર થયો તે સ્થાને સોનાથી રસેલા પથ્થર ઉપર પગલાંની બીજી જોડ મૂકવામાં આવી છે. ૧૧૩ અરિહંત પ્રભુનાં શાસનમાં થઈ ગયેલાં પ્રાચીન અને પટ્ટપરંપરાવર્તી ૭૭ આચાર્યોનાં ચિત્રો ભીંત પર દોરવામાં આવ્યા છે. કલાનિષ્ણાતોએ આ ચિત્રોમાં નજર સામે પ્રસંગો જીવંત લાગે તેવી કુશળતા દાખવી છે. આવાં એકસો આઠ ચિત્રો દ્વારા ઉર્ધ્વગામી પ્રેરણા મળે છે. ૧૧૪ अर्हद्धर्मणि सप्तसप्ततिमिताः पौराणिकाश्शासना चार्या पट्टपरम्परामनुगता भित्तिस्थले चित्रिताः । साक्षात्कारितसर्ववर्ण्यविषयैरस्मिन् तले कोविदैश्चित्रेष्वत्र शताधिकाष्टरचितेषून्नायिबोधो महान् ॥११४॥ (રીસ્મૃતિવન) दीर्घागर्भगृहद्वयात् प्रथमतः श्रीगौतमो देवता भूतिप्रान्तवदग्निवायुमुनयो व्यक्तस्सुधर्मा तथा । धन्या मण्डितमौर्यपुत्रयतयश्चाकम्पितश्चाचलो मैतार्यश्च गुरुप्रभासक इमे मूर्तिस्थिताः सूरयः ॥११५॥ દીર્ધામાં-ગેલેરીમાં બે ગર્ભગૃહ છે. પ્રથમ ગર્ભગૃહમાં શ્રી ઇન્દ્રભૂતિ, શ્રીઅગ્નિભૂતિ, શ્રીવાયુભૂતિ, શ્રીવ્યક્ત, શ્રીસુધર્મા, શ્રીમંડિત, શ્રીમૌર્યપુત્ર, શ્રીઅકૅપિત, શ્રીઅચલભ્રાતા, શ્રીમૈતાર્ય અને શ્રીપ્રભાસ આટલા આચાર્યો મૂર્તિરૂપે બિરાજમાન છે. ૧૧૫

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33