Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 27
________________ स्वर्गङ्कर्षणशृङ्गशोभितमहाकेतुप्रयाणोन्नता नानाग्रामपुराऽऽगतैरगणितैस्सङ्घैर्भुवश्छादिनी । लक्षैर्नागरिकैर्नवीनरचनासम्मोहितैरावृता पुण्याऽहत्रयमन्थरा सदमदावादे पुरे व्यापिता ॥१०२॥ ( युग्मम् ) श्री तीर्थङ्करजन्मनामघहृतां कल्याणकानां कृते शक्रेणोल्लसता विमानमुरुकं निर्मीयते पालकम् । तेनैवोपमितेऽथ साबरमतीमध्ये महामण्डपे क्लृप्तो भक्तिमहोत्सवो बहुविधैराराधनैः पूजनैः ॥१०३॥ वीणावेणुमधुध्वनिस्वरभरैस्सानेयिकाझल्लरीघण्टाशङ्खमहामृदङ्गमुरजैर्बक्काऽऽनकैर्डिण्डिमैः । वादित्रैस्ततवाद्यवंशघनवन्नादप्रसन्नात्मभिर्लोकाकर्षणहर्षवर्षणमभूत् तौर्यत्रिकाऽऽडम्बरैः ॥ १०४॥ पूजा: पूर्वमहर्षिभिर्विरचिता गीता महद्धयऽऽकृता दिव्योद्योतकपूजनानि घटितान्युद्यन्महामन्त्रणैः । आचाम्लान्युपवासका गुणिजनैरेकाशनान्युद्यतै सङ्घाते विहितानि तानि गणनातीतानि जातान्यहो ॥ १०५ ॥ पञ्चानां जिनराजपार्श्वभगवत्कल्याणकानां विधे रन्ते शोभन नाट्यकर्मरसिणां मञ्चाञ्चिते मण्डपे । शुक्लायामथ माघमासदशमीतिथ्यां महामन्दिरे प्राणाऽऽरोपणमङ्गलं भगवतो जातं शिवाऽऽसेवितम् ॥१०६ ॥ ४५ આકાશને ખેડતા હોય તેવા દંડના શિખરથી શોભાયમાન એવા ઇન્દ્ર ધ્વજનું તેમાં પ્રયાણ થતું હતું, અનેક ગામ અને નગરમાંથી આવેલા ભવ્યજનોને લીધે ધરતી ઢંકાઈ જતી હતી, લાખો નાગરિકો આ રથયાત્રામાં (સાંબેલાંની નવી નવી) રચનાઓ જોઈને સાથે ચાલતા થઈ ગયા હતા. આવી પવિત્ર રથયાત્રા ત્રણ દિવસ અમદાવાદમાં ફરી. ૧૦૨ તીર્થંકરોના જન્મ વખતે ઇન્દ્ર મહારાજા જે રીતે ઉલ્લાસપૂર્વક જે પાલક વિમાનની રચના કરે છે તેની જેવા સાબરમતીવર્તી વિશાળ મંડપમાં ઘણી બધી આરાધનાઓ અને પૂજાઓ દ્વારા ઉત્સવ પ્રારંભ પામ્યો. ૧૦૩ વીણા-વાંસળી-હાર્મોનિયમના સ્વરો, શરણાઈ, ઝાલર, ઘંટ, શંખ, મોટાઢોલ, નાના ઢોલક, ઢક્કા, આનક અને નગારા જેવા વાજીંત્રો, તતવાદ્યો, વંશવાદ્યો અને ઘનવાદ્યોના નાદથી ઉત્કૃષ્ટતા પામેલા તૌર્યત્રિક = ગીત, સંગીત અને નૃત્યને લીધે લોકોને આકર્ષણ અને હરખનો વરસાદી અનુભવ થયો. ૧૦૪ મોટી રચનાઓ સાથે પૂર્વમહર્ષિ કૃત રચનાઓ ગાવામાં આવી. ઉત્તમ મહામંત્રોપૂર્વક દિવ્યપૂજનો રચવામાં આવ્યાં. ગુણિજનોએ સામૂહિકરૂપે ઉપવાસ, આંબેલ, એકાસણાં કર્યા તેની સંખ્યા અગણિત હતી. ૧૦૫ ઊંચા મંચથી શોભતા મંડપમાં સુંદર નાટ્યવિધિપૂર્વક શ્રીપાર્શ્વપ્રભુનાં પંચકલ્યાણકની ઉજવણી કરવામાં આવી. તે પછી, મહાસુદ દશમના દિવસે મહામંદિરમાં ભગવાનની કલ્યાણમંડિત પ્રાણપ્રતિષ્ઠારૂપ મંગલવિધિ થઈ. ૧૦૬ ४६

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33