Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 26
________________ (प्रतिष्ठामहोत्सवर्णनम्) श्रीमद्देवगुरोरिहाञ्जनशलाकायुक्प्रतिष्ठाश्रयो भक्तैस्सूरिपतेः कुबेरविभवैस्सृष्टो महानुत्सवः । सोऽयं सूत्रितसप्तविंशतिदिन: श्रीपोषमासेऽसिते प्रारब्धश्शुभशीतकालललिते श्रीमत्तृतीयादिने ॥ ९७ ॥ लक्षाणां शतमर्पितं धनिजनैर्नानाविधोत्क्रामणे मूर्तेर्निर्मितये पृथक् पृथगहो देवस्य चैवं गुरोः । दिष्टा देशविदेशवासिभविनामामन्त्रिकाः पत्रिका यत्राऽऽमन्त्रकनामलेखनकृते कोटिव्ययोत्सर्पणम् ॥९८॥ गत्वा भारतचीनभूषु रशियास्वोस्ट्रेलिया मेरिका यूरोपेष्वथ पुण्यमानससरो जापानमप्याफ्रिकाम् । तिर्यग्जृम्भक देववज्जिनवरस्नात्राय भक्तैर्जलमानीतं शुभमत्र तीर्थसरितां पानीयदेवार्चनैः ॥९९॥ श्रीमद्दर्शन हर्म्यसंकुलभुवि श्रीरामचन्द्रप्रभो मूर्तेः कोटिधनांकितो ऽननुकृतः शस्योपहारोऽभवत् । श्रुत्वा भावरसं श्रिताः कृतिजनाः सूरीश्वराणां कथां भावाचार्यनमस्कृतिस्तु समभूत् संस्कारकेन्द्रे ततः ॥१००॥ भूपाधीशदशार्णभद्ररचितां श्रीवर्धमानप्रभो भव्याऽऽडम्बरघोषमत्तमहिमायात्रामनुस्मारिका । अर्हन्मूर्तिविराजमानसुरथैर्यात्रा ततः प्रस्थिता नव्यश्रीगुरुमूर्तिराजितरथैः पूर्णप्रमोदस्थली ॥ १०१ ॥ ४३ (પ્રતિષ્ઠામહોત્સવ) શ્રીદેવગુરુની પ્રાણપ્રતિષ્ઠાનો મહાન્ ઉત્સવ, કુબેર જેવો ધનવૈભવ ધરાવનારા સૂરિભક્તોએ ઉજવ્યો. તે સત્યાવીસ દિવસનો હતો. સુંદર એવા શિયાળાનાં વાતાવરણમાં પોષ વદ ત્રીજથી આ ઉત્સવનાં મંડાણ થયાં. ૯૭ દેવ અને ગુરુની મૂર્તિ બનાવવા, ભરાવવા માટેની જુદી જુદી ઉછામણીમાં ભક્તજનોએ કરોડો રૂપિયાનું સમર્પણ કર્યું હતું. દેશવિદેશવાસી ભવિકોને મોકલવામાં આવેલી આમંત્રણપત્રિકામાં આમંત્રણ આપનાર તરીકેનું નામ લખવાની ઉછામણી કરોડ રૂપિયાની થઈ હતી. ૯૮ ભારત-ચીન-રશિયા-ઓસ્ટ્રેલિયા-અમેરિકા-યુરોપ-માનસરોવર(નેપાળ)જાપાન-આફ્રિકા જેવા દેશોમાં જઈને તિર્થંભક દેવોની જેમ ભક્તજનો જિનપતિનાં સ્નાત્ર માટેનું પાણી લાવ્યા. આ પાણી તીર્થનદીઓનું હતું. તેને લેવા માટે જલદેવતાની પૂજા કરવામાં આવતી. ૯૯ દર્શનબંગલાનાં પરિસરની જમીન પર શ્રીરામચંદ્ર પ્રભુની પ્રતિષ્ઠાનો ચડાવો કરોડ રૂપિયાનો થયો. આવો ઉત્તમ ચડાવો ફરીવાર થાય તે સંભવિત નથી. સૂરિભગવંતની ગુણાનુવાદકથા સાંભળીને અહીં સૌ પુણ્યવંતો ભાવવિભોર બન્યા હતા. તે પછી સંસ્કારકેન્દ્રમાં ભાવાચાર્યવંદના યોજાઈ હતી. ૧૦૦ પ્રભુવીરની સ્વાગત યાત્રા રાજા દશાર્ણભદ્ર દ્વારા કાઢવામાં આવી હતી. મોટો ઠાઠમાઠ, અને જયઘોષને લીધે ઉન્મત્ત બનેલી તે યાત્રાની યાદ અપાવે તેવી રથયાત્રાનું તે પછી પ્રયાણ થયું. આ રથયાત્રામાં અરિહંતમૂર્તિના રથ હતા અને ગુરુમૂર્તિના રથ હતા. તેથી એ સૌને આનંદ આપનારી બની હતી. ૧૦૧ ४४

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33