Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 28
________________ विन्यस्तो गुरुमूर्तिसार्थचरणेष्वुत्कृष्टसामग्रीभि स्नात्रैः पञ्चभिरेवमिष्टदिविषद्सद्वासनाया विधिः । माघस्याऽऽगतसम्पदश्च परमोच्चायां सितायां त्रयोदश्यां वश्यसुराऽसुरादिमहितो जातः प्रतिष्ठाविधिः ॥१०७॥ (પ્રતિકાવન) ગુરુમૂર્તિઓ સમક્ષ, ઉત્તમ સામગ્રીઓ દ્વારા પંચ અભિષેક કરીને, અધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવી. અને સંપત્તિ લાવનારા મહામહિનાની પરમોચ્ચ એવી સુદ તેરસે, ભક્ત એવા સુર અને અસુરો દ્વારા મહિમા પામનારી પ્રતિષ્ઠા કરવામાં આવી. ૧૦૭ (પ્રતિમા વર્ણન) कैश्चिद् भीमभवाटनाऽपहृतये कैश्चिद्गुणाऽवाप्तये कैश्चित् सूरिवरोपकारविवशैः कैश्चिन्मनस्तुष्टये । कैश्चिद् भावविशोधनाय विरलैः कैश्चित्तु दीक्षेच्छया चैत्यस्य प्रतिमाश्चतुस्तलगता भक्तैः प्रतिष्ठापिताः ॥१०८॥ ભક્તોએ આ ચારમાળનાં મંદિરમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી, તેમાં કોઈ સંસારવનમાં પરિભ્રમણને ટાળવા માંગતું હતું, કોઈ ગુણો મેળવવા ઇચ્છતું હતું, કોઈ સૂરિભગવંતના ઉપકારોની યાદમાં રહીને આ લાભ લઈ રહ્યા હતા, તો કોઈ આત્માને સંતોષ આપવા માંગતું હતું. કોઈ પોતાના ભાવની શુદ્ધિ કરવા માંગતું હતું તો કોઈ દીક્ષા પામવાની ભાવના રાખતું ૧૦૮ હતું. भूसद्मन्यथ भित्तिभागरचिता रत्नत्रयी प्राञ्जला तत्त्वत्रय्यवलेखना च सरसा गर्भस्थलेऽस्याऽऽदिमे । यात्रायामिव सञ्चरन् गुरुवरो हस्ते सुदण्डं वहन् मूर्ती स्वर्णविलेपधातुघटनामय्यां स्थितोऽस्त्युत्थितः ॥१०९॥ ભોંયરાની ભીંતો પર તત્ત્વત્રયી મને રત્નત્રયીની મનોહર રચના છે. તે ભોંયરાના પહેલા ગર્ભગૃહમાં સોનાનાં વિલેપન પામેલી, પંચધાતુની ગુરુમૂર્તિ છે. ગુરુવર યાત્રા કરવા માટે ચાલી રહ્યા હોય તે રીતે હાથમાં દંડ લઈને આ મૂર્તિ રૂપે ઊભા છે. ૧૦૯ બીજા ગભારામાં આચાર્ય મુદ્રાને ધારણ કરતી પ્રતિમા છે. આ મૂર્તિ જાપમાં વ્યસ્ત રહીને બધા અધિષ્ઠાયક દેવોને જાણે આમંત્રણ આપી રહી છે. આ જ કારણે, ધરતીની ગુફા જેવા આ સ્થાને આવેલા જનોને કોઈ અનોખી તેજધારા ભક્તિમાં હંમેશા એકાગ્ર બનાવી દેતી હોય છે. ૧૧૦ अन्यद्गर्भगृहे च मूर्तिरुचितामाचार्यमुद्रां श्रिता जापव्यग्रतया विबोधयति किं सर्वानधिष्ठायकान् । तेनैवाऽत्र धरातलस्य कुहरस्थानेऽपि तेजस्विनी धारा काचिदुपागताननुनये दत्ते सदैकात्मताम् ॥११०॥ गर्भेऽन्त्येऽक्षरलेखनाय विनतां मुद्रां वहन्ती करे लेखिन्या जिनवाक्यनिष्ठरसया मूर्तिर्वरीवर्तते । मन्ये दर्शनकारिणामभिनवोत्साहाय हस्ताक्षरस्यालेखाय नतोऽपि सैष गुरुराट् साम्मुख्यमासेवते ॥१११॥ ત્રીજા ગભારામાં, અક્ષરોનું આલેખન કરવા હાથમાં જિનવાણીમાં અનુરક્ત એવી લેખિની ધારણ કરનારી અને કંઈક ઝૂકેલી એવી મૂર્તિ છે. એવું લાગે છે કે દર્શન કરવા આવનારને પોતાના હસ્તાક્ષર આપીને નવો જ આનંદ આપવા માંગતા હોય તેમ સહેજ નમેલા રહીને પણ ગુરુભગવંત સન્મુખ જ રહ્યા છે. ૧૧૧ ४७ ४८

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33