Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 25
________________ (સૂરિરાનપટ્ટધરવનY) (સૂરિરાજ પટ્ટધર) यद्वात्सल्यरसे निमज्जनमलं मन्दाकिनीसोदरे पापोत्तापसमापनं भवरसाङ्गारस्य निर्वापणम् । आज्ञानिष्ठसहस्रसाधुयतिकासको विधत्ते सदा सूरीशानमहोदयस्सविजयस्तत्पट्टभट्टारकः ॥१३॥ તેમની પાટે શ્રીમહોદયસૂરીશ્વરજીમ. થયા. તેમના વાત્સલ્યનો રસ ગંગાનદી જેવો પવિત્ર છે. તેમાં નિમજ્જન કરનારના પાપનો તાપ શાંત થઈ જાય છે. અને સંસારના રાગનો અંગારો ઠરી જાય છે. આવો નિમજજનને અનુભવ, તેમની આજ્ઞામાં રહેલા હજારથી વધુ સાધુસાધ્વીજી ભગવંતો કાયમ મેળવે છે. सान्निध्यं सकलाऽघवारि वरुणोल्लासि स्मितं पावनं कीर्तिः पाण्डुरपुण्डरीकसविधिस्तेजोऽनलोल्लापकम् । माधुर्यं वचसस्तु चूतकदलीद्राक्षेक्षुविस्मारणं सूरीशस्य महोदयस्य चरणौ संसारनिस्तारणौ ॥१४॥ શ્રીમહોદયસૂરિજીમ.નું સાંનિધ્ય બધા પાપોને ટાળે છે. તેમનું સ્મિત વરસતા વાદળ જેવું ઉલ્લાસી અને પવિત્ર છે. તેમની કીર્તિ સફેદ કમળ જેવી ઉજ્જવળ છે. તેમનું તેજ અગ્નિને પણ પરાજીત કરે છે. તેમની વાણીની મધુરતાની સામે આંબો, કેળા, દ્રાક્ષ, શેરડીનો સ્વાદ ભૂલાઈ જાય છે. તેમનાં ચરણો આપણને સંસારથી પાર ઉતારે છે. ૯૪ (ગુરુત્તિ પ્રતિષ્ઠાવનમ્) (ગુરુ મંદિર પ્રતિષ્ઠા) सौभाग्याङ्गलिमुद्रितेन सततं कल्याणकेयूरिणा सूरिश्रीविजयो महोदयगुरूत्तंसस्स्वयं पाणिना । पृथ्वीस्त्रीघनकेशपाशमुकुटे चैत्ये नु रत्नच्छटां श्रीदेवस्य गुरोश्च मूर्तिरचनां प्राणैः प्रतिष्ठायिवान् ॥१५॥ પૃથ્વી રૂપી સુંદરીના કેશકલાપ પર મૂકવામાં આવેલા મુકુટ જેવું સ્મૃતિમંદિર શોભે છે અને મુકુટમાં રત્નો જડવામાં આવે તે રીતે મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલી મૂર્તિઓ શોભી રહી છે. દેવ અને ગુરુની આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શ્રીમહોદયસૂરિજીમ.એ પોતાના હાથે કરી. તેમના હાથમાં સૌભાગ્યરૂપી વીંટી અને કલ્યાણરૂપી બાજુબંધ શોભતા હતા. ૯૫ सिद्धिप्राणवियत्कुटुम्ब (२०५८) शरदां माघे सितायां त्रयोदश्यामुच्चगतग्रहे शशिदिने योगे स्थिरे मन्दिरे । श्रीचिन्तामणिपार्श्वनाथभगवत्पुण्यप्रभाऽऽच्छादिता गच्छाधीश्वर-रामचन्द्रविजयाः शश्वत् प्रतिष्ठापिताः ॥१६॥ વિ. સં. ૨૦૫૮ મહાસુદ ૧૩ સોમવારે, સ્થિરયોગમાં ગ્રહો ઉચ્ચ દશાને પામ્યા ત્યારે શ્રીચિંતામણિપાર્શ્વપ્રભુના પવિત્ર પ્રભાવથી ઢંકાયેલા, ગચ્છનાયક શ્રીરામચંદ્રસૂરિજીમ.ની શાશ્વતપ્રતિષ્ઠા શ્રીસ્મૃતિમંદિરમાં થઈ. ४२

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33