Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 7
________________ पञ्चाचारविहारसारचरणानाह्लादनायोत्सुकैद्वारैस्सिद्विवधूस्वयंवरकृते हारर्युतं पञ्चभिः । चैत्यस्याऽस्ति शुभप्रकोष्ठललितं सुस्तम्भमाद्यं तलं पिण्डीभूतसमस्तमण्डनकलाभास्वत्सभामण्डपम् ॥९॥ આ મંદિરનો પહેલો માળ કેવો છે ? દરેક પ્રકારની શિલ્પકળા એમાં એકત્રિત થઈ હોવાથી એનો સભામંડપ દેદીપ્યમાન લાગે છે. એમાં સુંદર થાંભલાઓ છે. પવિત્ર એવી ચોકીઓ છે. પહેલા માળમાં પ્રવેશ કરવા માટે પાંચ દ્વાર છે. પાંચ આચારનું પાલન કરવાના લક્ષપૂર્વક ચારિત્ર પાળનારા મહાત્માઓને આનંદ આપવા માટે એ પાંચ દ્વારા ઉત્સુક રહે છે. આ દ્વારોનો આકાર એવો સુંદર છે કે સિદ્ધિરૂપી કુમારી સાથે સ્વયંવર કરવા માટે એ હાર હોય તેવા લાગે છે. आश्चर्योत्कटसम्मदोपजननी विन्यासिनां कौशलैर्दीर्घा दीर्घनिबद्धपालिकलिता मध्ये तले वर्तते । नीचैर्दर्शितरम्यभूरुपरि च स्तब्धाभ्ररागच्छदिरालोका तनुते न किं नयनयोराकाशसेतुभ्रमम् ॥१०॥ આ પ્રાસાદના બીજા માળે દીર્ધા-ગેલેરી છે. શિલ્પીઓની રચનાકુશળતા અહીં એવી અદૂભુત જોવા મળે છે કે આપણામાં આશ્ચર્યનો ઉત્કૃષ્ટ આનંદ અવશ્ય જાગે. આ ગેલેરીને લાંબી પાળી બાંધવામાં આવી છે. ત્યાંથી નીચે જોઈએ તો સુંદર મજાની જમીન દેખાય છે અને ઉપર જોઈએ તો થીજેલાં વાદળાં જેવી છત દેખાય છે. (આ ગેલેરી જમીન અને છતની વચ્ચે રહેલી છે અને આ મંદિર વિશાળ છે તેને લીધે) આ ગેલેરી જાણે કે આકાશ પર બાંધેલો સેતુ હોય તેવો ભ્રમ નીપજાવે છે. ૧૦ यद्वातायनकीर्णकोरककलाऽऽसक्तो मरुन्मन्दते गुञ्जत्यन्तरि सूक्ष्मसर्गसरणि जालाक्षमालिङ्गितः । उद्योतोल्बणभित्तिभासुरमथेन्द्राऽऽवासवन्निर्मलं प्रासादस्य विधूतवासुकिमदस्याऽऽस्ते तृतीयं तलम् ॥११॥ આ પ્રાસાદનો ત્રીજો માળ કેવો છે ? (પૃથ્વીનો ભાર ઉપાડનાર) વાસુકિનાગનો મદ આ પ્રાસાદે ઉતારી નાંખ્યો છે. પ્રકાશથી ઝળહળતી ભીંતોને લીધે દેવલોકની જેમ દીપી રહેલા ત્રીજા માળના ઝરૂખામાં કોતરાયેલી સૂક્ષ્મ કોતરણીમાં આસક્ત બનીને પવન જાણે કે અટકી પડે છે. અને પછી એ પવન ઝીણી કોરણીવાળી જાળીને ભેટીને અંદર ગુંજારવ કરવા લાગે છે. (ગુરુપરંપરાવર્ણન) ( શ્રી ગુરુપરમ્પરાવનમ્) श्रीवीरस्य पदक्रमे गणधरश्रीगौतमस्वामिना माज्ञाभिः प्रथमा स्थितिस्समभवत् श्रीमत्सुधर्मप्रभोः । जम्बूरन्तिमकेवली तदनुगो विश्वप्रबोधार्यमा तस्य श्रीप्रभवोऽभवत्तदनुगश्शय्यम्भवश्शास्त्रकृत् ॥१२॥ પ્રભુવીરની પાટે ગણધરશ્રી ગૌતમસ્વામીજીની આજ્ઞાથી શ્રીસુધર્મ પ્રભુ પહેલા બિરાજમાન થયા. તેમની પાટે અંતિમ કેવલી શ્રીજંબૂસ્વામી થયા. તેમની પાટે વિશ્વને જગાડવામાં સૂર્યસમા શ્રી પ્રભવસ્વામી થયા. તેમની પાટે શાસ્ત્રકાર શ્રી શયંભવસ્વામી થયા. ૧૨

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33