________________
देवाऽऽचार्यपरम्परामनुगताः श्रीसिंहसूरीश्वरा
स्तत्पट्टे भविभाग्यभोगभविता शैथिल्यविद्रावणः । संविज्ञप्रवरोऽथ सत्यविजयो जातः क्रियोद्धारको येनाऽऽचार्यपदं निषिध्य निजकं प्रीतिर्गुरूणां जिता ॥ २२ ॥
कर्पूरादथ सुक्षमाजिन- गुरूणां प्रस्थितोऽनुक्रमस्तस्मादुत्तम-पद्म-रूप-विजयास्तस्माच्च कीर्तिप्रभुः । कस्तूरोऽथ गुरुस्ततो मणिगुरुस्सर्वेऽप्यमी पण्डितासञ्जातास्तरुणारुणोदयगुणाः श्रीजैनधर्माम्बरे ||२३||
अग्रे चाऽथ बभूव बुद्धिविजयः ख्यातो बुटेरायजीत्याख्यातः परिहृत्य ढुण्ढकमतं चैत्यं मतं निश्रितः । नानाऽऽराधनतत्परः परहिताऽऽसक्तः कषायापहृद् हृद्यैर्धर्मवचोभिरात्मनिवहान् संयोजयन् सन्मते ॥ २४ ॥
एतस्मादुदभूदगाधमहिमा पाञ्चालदेशक्षिति मन्दारो मकरन्दसान्द्रवचनैरानन्दसूरीश्वरः । अर्हमूर्तिसमर्हणाप्रणयिनो जाता जना लक्षशो येनोन्मत्तकुवादितर्कदहनोद्दीप्रे महाप्रावृषा ॥ २५ ॥
११
શ્રીદેવસૂરિમ.ની પરંપરામાં શ્રીસિંહસૂરીશ્વરજીમ. થયા. તેમની પાટે શ્રીસત્યવિજયજીમ. થયા. તેઓ ભવ્યજીવોના ભાગ્યનિર્માતા હતા, શિથિલાચારનો નાશ કરનારા હતા, સંવિગ્નોમાં શ્રેષ્ઠ હતા અને ક્રિયાના ઉદ્ધારક હતા. પોતાને મળી રહેલી આચાર્યપદવીનો જાતે જ નિષેધ કરીને તેઓ ગુરુના પ્રીતિપાત્ર બન્યા હતા. ૨૨
પાટપરંપરામાં આમની પછી શ્રીકપૂરવિજયજીમ., શ્રીક્ષમાવિજયજીમ., શ્રીજિનવિજયજીમ. શ્રીઉત્તમવિજયજીમ., શ્રીપદ્મવિજયજીમ., શ્રીરૂપવિજયજીમ., શ્રીકીર્તિવિજયજીમ., શ્રીકસ્તૂરવિજયજીમ., શ્રીમણિવિજયજીમ. થયા. આ બધા જ મહાપુરુષો પંડિત પંન્યાસપદ ધારણ કરનારા હતા. શ્રીજૈન-ધર્મરૂપી આકાશમાં તેઓ ઉગતા સૂરજની જેમ દીપતા
હતા.
૨૩
તેમની પછી શ્રીબૂટેરાયજીમ. તરીકે પ્રસિદ્ધ એવા શ્રીબુદ્ધિવિજયજીમ. થયા. તેમણે સ્થાનકવાસી મતનો ત્યાગ કરીને ચૈત્યમાર્ગનો સ્વીકાર કર્યો હતો. તેઓ વિવિધ આરાધનામાં રત રહેતા હતા, પરહિતમાં રસ ધરાવતા હતા, કષાયને દૂર કરતા હતા, સુંદર વચનો દ્વારા આત્માઓને સાચા માર્ગે વાળતા હતા.
૨૪
આમની પાટે શ્રીવિજયઆનંદસૂરીશ્વરજીમ. થયા. તેમનો મહિમા અપાર હતો. પંજાબદેશની ભૂમિ પર તેઓ કલ્પવૃક્ષ સમાન હતા. તેમનાં વચનો મકરંદબિંદુ જેવા આહ્લાદક હતા. ઉન્મત્ત એવા કુવાદીઓના તર્ક રૂપી અગ્નિના ભડકાઓને તેમણે મહામેધ બની શાન્ત કર્યા હતા. તેમના દ્વારા લાખો લોકો પ્રભુમૂર્તિની પૂજા કરવામાં રસિક બન્યા હતા.
૨૫
१२