Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 9
________________ एतेन प्रथितश्च कान्तकमलाकेलीक्षणाऽलङ्कृति रहद्धर्मविभाविभावनविधौ दिव्यस्सहस्त्रांशुमान् । अम्भोधेरिख भूरित्ननिकरो मेरोरिवोत्कर्षवान् आकाशेन समो महानिह तपागच्छस्समच्छच्छविः ॥१७॥ આ સૂરિદેવ દ્વારા શ્રીતપાગચ્છ પ્રવૃત્ત થયો. આ ગચ્છ, પ્રભાવશાળી લક્ષ્મીની કૃપાદૃષ્ટિ પામવાથી શોભાયમાન હતો, જિનધર્મન પ્રકાશિત કરવામાં તે જાજરમાન સૂરજ જેવો હતો. સાગરની જેમ એ અનેક રત્નોનું નિધાન હતો. મેરુપર્વતની જેમ એ મોટી ઊંચાઈએ પહોંચેલો હતો. આકાશની જેમ એ મહાન્ હતો. તેનો પ્રભાવ અતિશય ઉત્તમ હતો. ૧૭ વિ. સં. ૧૨૮૫ની સાલમાં આ તપાગચ્છની સ્થાપના થઈ. આ ગચ્છમાં તપસ્વીઓનો વિશાળ સમુદાય આરાધના કરતો હતો. સુંદર સંયમ સાધના કરનારા સાધુઓ દ્વારા કહેવાતા ધર્મલાભને સાંભળીને પ્રસન્નતા પામનારો શ્રીમાણિભદ્રદેવ આ ગચ્છનો અધિષ્ઠાયક દેવ બન્યો. ૧૮ श्रीमविक्रमभूपतेर्यममदश्रोत्रेन्दु (१२८५) संवत्सरे लेभेऽयं हि जनिं तपोरतमुनीनामेकसन्दोहभाक् । सम्यक्संयमसेविसाधुकथितश्रीधर्मलाभश्रुति प्रीतोऽधिष्ठितिदेवता समजनि श्रीमाणिभद्रोऽस्य च ॥१८॥ वर्षे चाऽथ चरित्रबाणगुहकाऽभ्रे (१६५२) हीरसूरीश्वरस्सञ्जातोऽगणनीयभूपमुकुटैस्सम्पूज्यमानक्रमः । येन ज्ञानवता विशालभरतव्यापे सजीवावलिरक्षाऽकब्बरराजबोधकलयाऽहिंसाऽश्वमेधे कृता ॥१९॥ વિ. સં. ૧૬૫રમાં શ્રીહીરસૂરીશ્વરજીમ. તપાગચ્છમાં થયા. અનેક અનેક રાજાઓના મુગટ દ્વારા તેમનાં ચરણો પૂજાતાં હતાં. તેમણે ભારતભરમાં ફેલાયેલા અહિંસારૂપ અશ્વમેધ દ્વારા અગણિત પ્રાણીઓની જીવનરક્ષા કરી. અકબર રાજાને પ્રતિબોધ પમાડવાની કળા દ્વારા આ શક્ય ૧૯ બન્યું. तत्पट्टे कुशलाशयो जनमनस्सर्वस्वरूपः प्रभुस्स्याद्वादामृतसागरस्समभवत् श्रीसेनसूरीश्वरः । तत्पट्टस्थितिभिर्महस्विमहितैः श्रीदेवसूरीश्वरैदृब्धा भद्रगुणश्रिता विजययुक्शाखाऽथ शोभामयी ॥२०॥ તેમની પાટે શ્રીસેનસૂરીશ્વરજીમ. થયા. તેઓ પાવન ભાવના ધારણ કરતા હતા, જનસમાજના અંતરમાં સર્વસ્વરૂપે બિરાજતા હતા, સ્યાદ્વાદરૂપી અમૃતનો સાગર હતા. તેમની પાટે શ્રીદેવસૂરીશ્વરજીમ, બિરાજમાન થયા. તપસ્વીઓ દ્વારા પૂજા પામનારા આ આચાર્યે કલ્યાણના સ્થાનભૂત તથા સુંદરતાથી સંપન્ન એવી વિજય શાખા સ્થાપી. ૨) ऐन्द्रश्रेणिनतिर्ब्रहस्पतिरतिर्वाग्देवतासंस्तुतिगङ्गानीरगभीरशास्त्ररचनैर्येनाऽर्जिता श्रेयसी । यद्वाचां हरिभद्र-हेमगुरवोऽधिष्ठायकाश्शाश्वता स्सोऽयं वादजयी यशोविजयवाख्यातोऽस्य राज्येऽभवत् ॥२१॥ આ આચાર્યનાં સામ્રાજ્યમાં શ્રીયશોવિજયજી ઉપાધ્યાય થયા. તેમણે ગંગાનદી જેવા ઊંડાણ ધરાવતા અર્થગંભીર શાસ્ત્રોની રચના કરીને, ઇન્દ્રોના નમસ્કાર, બૃહસ્પતિની પ્રીતિ અને સરસ્વતીની સ્તવના મેળવી હતી. એમની વાણીના શાશ્વત અધિષ્ઠાયક તરીકે શ્રીહરિભદ્રસૂરિમ., શ્રી હેમચંદ્રસૂરિમ. શોભે છે. એ વાદવિજેતા હતા. ૨૧

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33