________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रुतसागर - ३३
१३
અક્ષરો એટલે કે જ, ણ, દ, ને સ. એ અક્ષરો લઇ એમાંના પહેલા ‘જ' અને બીજા ‘દ’ સાથે પહેલા વર્ગના ત્રીજા અને બીજા અક્ષર એટલે કે ‘ઇ' ને 'આ' ઉમેરવા. આમ કરતાં જિણદાસ એવું નામ બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુષ્પમાલાપ્રકરણ એ નામથી પણ ઓળખાતી અને શ્રીઅભયદેવસૂરિના શિષ્યે (આ. શ્રી હેમચંદ્રસૂરિ) રચેલી ઉપદેશમાલાના નીચે મુજબના
'हेममणिचंददप्पणसूरिरिसीपढमवननामेहिं ।
सिरिअभयसूरिसीसेहिं विरइयं पगरणं इणमो ।। ५०१ ।। "
- ૫૦૧માં પદ્યમાં રહેલા કર્તાએ પોતાનું નામ દર્શાવ્યું છે. આ હકીકત ઉપર્યુક્ત પદ્યના પૂર્વાર્ધગત હેમ, મણિ, ચંદ, દુપ્પણ, સૂરિ ને રિસી શબ્દનો પ્રાથમિક અક્ષર લેતાં જણાઇ આવે છે.
શ્રી જિનવલ્લભસૂરિએ સંઘપટ્ટકના નિમ્નાવતારિત - " विभ्राजिष्णुभगर्व्वसस्मरमनासादं श्रुतोल्लंघने सज्ज्ञानद्युमणि जिनं वरवपुः श्रीचन्द्रिकाभेश्वरम् । वन्दे वर्णमनेकधा सुरनरैः शक्रेण चेनश्छिदं
दम्भारिं विदुषां सदा सुवचसाऽनेकान्तरङ्गप्रदम् ।। ३८ ।।"
-
૩૮મા પદ્યમાં ચક્રબંધ' દ્વારા પોતાનું નામ દર્શાવ્યું છે. આ કૃતિની ટીકામાં એવો ઉલ્લેખ છે કે આ ચક્રબંધ કવિરાજ માઘકૃત શિશુપાલવધ (સ. ૧૯, શ્લો, ૧૩૦)ને મળતો આવે છે અને એમાં જેમ “માથકાવ્યામિĒ” એવા અક્ષરો ઉપલબ્ધ થાય છે તેમ અહીં ‘જિનવલ્લભન' એમ પ્રાપ્ત થાય છે. આ હકીકત ઉપર આપેલા પદ્યના પહેલાં ત્રણ ચરણોમાંથી દરેકની ત્રીજા અને ૧૮માં અક્ષરો મેળવતાં જણાઇ આવે છે.
શ્રી સોમતિલકસૂરિએ ‘શ્રી સોમતિલકસૂરિવિરચિત' એવો ઉલ્લેખ પોતે રચેલ એક સ્તોત્રના નિમ્નલિખિત
૧. મુંબઇ સરકારની માલિકીની જે હસ્તલિખિત પ્રતિઓ અહીંના “ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિર”માં છે તેમાંની જૈન પ્રતિઓનાં વિસ્તૃત ને વર્ણનાત્મક સૂચિપત્ર તૈયાર કરતી વેળા આ ચક્રબંધ તૈયાર કરાયો હતો. તે હાલમાં આ ભાંડરકર સંસ્થા તરફથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર ત્રૈમાસિક (વ. ૧૭, અં. ૧) ગત મારા લેખમાં ૮૫માં પૃષ્ઠની સામે આપેલો છે.)
For Private and Personal Use Only