Book Title: Shrutsagar Ank 2013 10 033
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर • ३३ કે દુર્ગતિમાં જતા જીવને રોકી સદ્ગતિમાં મોલે તે ધર્મ. જ બંગલા, મોટર, સ્ત્રી, પુત્રો, ધન–આ બધું જ પર પદાર્થ છે, જે અહીંયાં મૂકીને જ જવાનું છે. તે બધું સાથે નહીં આવે, ધર્મ જ સાથે આવશે. જીવનથી મૃત્યુ સુધીનો સંપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યામાંથી મળશે. બીજે ક્યાંય નહીં મળે, જ ધર્મ કરવા માટે ભગવાને બે માર્ગ બતાવ્યા છે. એક તો સર્વથી પાપરહિત સાધુધર્મ અને બીજો અલ્પ પળોમાં વધુ ધર્મ કરી શકે તેવો ગૃહસ્થ ધર્મ, જે સર્વથા સંસારનો ત્યાગ કરી ન શકે ને ઘરે બેસીને પણ ધર્મ કરી શકે. જ ધર્મ કોઈ સંપ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધર્મ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અંત:કરણની શુદ્ધતા-પવિત્રતા હશે ત્યાં ધર્મનો વાસ હશે. જ ધર્મના બે પ્રકારો છેઃ સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મ. ગૃહસ્થ ધર્મના પણ બે પ્રકાર છે: સામાન્ય ગૃહસ્થ ધર્મ અને વિશેષ ગૃહસ્થ ધર્મ. જ જે પોતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર આપે છે, તે જ સાચા માતા-પિતા છે. તે સિવાય તે માતા-પિતા નથી પણ દુશમન છે. પોતાનાં બાળકોને ધર્મમાં વાળવા એ માતા-પિતાની ફરજ છે. જ જો નાનપણથી જ ધર્મનાં સંસ્કારો પડ્યા હોય તો જ ઘડપણમાં ધર્મ થઈ શકે છે. તે સિવાય ધર્મ ઘડપણમાં થઈ શકતો નથી. જેમ કે નાનપણમાં વાંચતાં લખતાં ન શીખાયું હોય તો પછી ઘડપણમાં કશું જ શીખી શકાતું નથી. છે અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ જ ધર્મ. જ ધર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ સાથે સેવાનાં પગથિયાં ચડતાં શીખવું પડશે. છે આત્મા, ધર્મ અને કર્મ તેવા ત્રણ વિભાગ જીવનમાં છે. આત્મા એક છે, ધર્મ એક છે, પરંતુ કર્મો ૧૫૮ છે. પણ જો આત્મા અને ધર્મ એક બની જાય તો ૧૫૮ કર્મોનો નાશ કરી દે. પણ જ્યાં સુધી આત્મા અને ધર્મ એક નહીં થાય ત્યાં સુધી કર્મની સત્તા રહેશે. ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થાય છે?” તેવા અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી કૃષ્ણ કહ્યું છે કે “સત્યથી ધર્મનું પ્રાગટ્ય થાય છે.” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36