Book Title: Shrutsagar Ank 2013 10 033
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २० દૂર - ર૦૧૩ જીવનને પરિપૂર્ણ કરવા માટે ધર્મ કરવાનો છે. ધર્મ કરવાની યોગ્યતા નમ્રતામાં રહેલી છે. જેમ કે વરસાદ નીચે પડે છે, ઝરણું નીચે વહે છે. બધાં ઝરણાં મળીને નદી બને છે. નદી પણ નમીને વહે છે, સમુદ્રને મળીને મહાન સાગર બને છે. એવી જ રીતે આપણે પણ નમ્રતા રાખી સૌની સાથે મળીને મહાન બનવું જોઇએ. જ ધર્મમાર્ગ અનુસાર બાર વ્રત, પાંચ મહાવ્રત, ચાર ભાવના સાથે લઈને જીવન માર્ગે ચાલવું. આખું જીવન પાપ કર્યું હોય અને છેલ્લે ધર્મ કરવા જાય તો ક્યાંથી બને? આગ લાગ્યા પછી કૂવો ખોદીએ તો? આપણે પહેલેથી જ જાતિ પ્રમાણે ધન ઉપાર્જન કરી ધર્મના સંસ્કાર આત્મામાં પાડીએ તો આવી સ્થિતિ ન થાય. ધર્મક્રિયા આચરવામાં આવતી અનીતિ પ્રાણઘાતક હોય છે. જ માનવભવ મળવો અતિ દુર્લભ છે, તેમાં પણ દેવ, ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. તમને ધર્મ કરવાના આ બધાય સંજોગો પ્રાપ્ત થયા છે. હવે ધર્મ કરી લો, કારણ કે જીવનનો ભરોસો નથી. છે જો અનાચારથી બચશો તો જ ધર્મ કરવાની પાત્રતા પ્રગટશે. ધર્મ પણ પાત્રની યોગ્યતા વિના ટકતો નથી. જેમ દૂધ વાસણ-પાત્ર વિના ટકતું નથી, ઢોળાઈ જાય છે તેમ ધર્મ પણ પાત્ર વિના ટકે જ નહીં. ક પ્રકાશની આડે અહમ્ની દીવાલ આવે છે. તે દીવાલને તોડી નાખવા માટે પુરુષાર્થ કરવામાં આવે તો પ્રકાશનો ધોધ વહી રહે છે ને ત્યાંથી ધર્મ પ્રગટે જ પૈસા ઘર સુધી સાથે રહેશે, કટુંબીઓ સ્મશાન સુધી અને ધર્મ પરભવમાં પણ તમારી સાથે આવશે. જે પરભવમાં સાથે આવશે તેની ખરી મિત્રતા રાખો, બધું જ છોડીને ચાલ્યા જવાનું છે, કશું જ સાથે નથી આવવાનું. માણસને ધર્મથી મળતું સુખ જોઈએ છે, પરંતુ અધર્મથી મળતું દુઃખ જોઈતું નથી. પણ ધર્મ કરવો નથી અને અધર્મને છોડવો નથી, તો ક્યાંથી દુઃખ ટળવાનું હતું ને સુખ મળવાનું હતું? કાંટા પાથરીને ગુલાબનાં ફૂલોની લહેજત લેવી છે તે કેવી રીતે મળે? (જીવનનો અરૂણોદય ભાગ-૧માંથી સાભાર) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36