________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - ३३ મેઘમાલી નામના દેવ સ્વરૂપે ઉત્પન્ન થયો.
પાર્શ્વપ્રભુ દીક્ષિત થઇને ત્યારે એક વખત કૌસ્તુભ વનમાં ઊભા ઊભા કિાઉસગ કરી રહ્યા હતા. મેઘકુમારે આ સમયે પોતાનું વેર વાળવા પ્રભુ ઉપર અનેક અસહ્ય ઉપસર્ગોની ઝડીઓ વરસાવી. નાગ જે મરીને ધરણેન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયો હતો તેને આ પરિસ્થિતિમાં પોતાના ઉપકારી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સહસ્ત્રફણાવાળા સર્પનું રૂપ ધારણ કરીને પ્રભુના મસ્તક ઉપર કણાઓને છત્રની જેમ ધરીને ત્રણ દિવસ સુધી અવિચળ રીતે મેઘમાલીના ઉપસર્ગો બંધ થતાં સુધી ધરણેન્દ્ર ભક્તિના રૂપમાં રહ્યા. આ ઉપસર્ગ શાંત થયા પછી આ ઘટનાની સ્મૃતિમાં તેઓએ અહિચ્છત્રા (અહિઅછત્રા, અહિ એટલે સર્પ, છત્રા એટલે છત્ર) નામની નગરી વસાવી.
પંડિત શ્રી વીરવિજયજીએ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા' માં લખ્યું છે : વલિ કૌસ્તુભ વન આણાંદે, ધરણેન્દ્ર વિનય ધરી વળે ત્રણ દિન ફિણિ છત્ર ધરાવે, અહિછા નગરી વસાવે'
નાગેશ્વર તીર્થમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અતિ પ્રાચીન છે. મથુરાની કંકાલી ટેકરી પાસે બીજી શતાબ્દીમાં બનાવેલા જૈન સ્તુપમાંથી એક શિલાલેખ પ્રાપ્ત થયો છે. તેમાં તે સમયથી અગિયારસો વર્ષ પૂર્વે નિર્માણ થયેલી જૈન ઇમારતો અને મૂર્તિઓનો ઉલ્લેખ થયેલો છે. તે અનુસાર પાર્શ્વનાથ પ્રભુના દેહના પરિમાણ જેટલી મરકતમણિની એક પ્રતિમાજી ધરણેન્દ્ર દ્વારા અપાઇ હતી. વિદ્વાનોના મતે ધરણેન્દ્ર દ્વારા અપાયેલી મૂર્તિ તે જ આ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ છે. તેથી આ મૂર્તિ પ્રાચીન છે તેમ અનુમાની શકાય. ' લોકકથા અનુસાર આ પ્રતિમાજી મૂળ મરકતમરિની હતી. આ મૂર્તિને ઉપાડી જવાના પ્રયત્નો વારંવાર થયા હતા. પરંતુ અધિષ્ઠાયક દેવે તે ધૂર્ત લોકોની ઇચ્છા પૂર્ણ થવા દીધી નહિ, ત્યારબાદ એક જૈનાચાર્ય તપારાધના દ્વારા ધરણેન્દ્ર દેવને પ્રત્યક્ષ કરી મરકતમણિની મૂર્તિની ચોરી ન થાય તે માટે રત્નમય પ્રતિમાને પત્થરમય બનાવી દેવા વિનંતી કરી. તે માગણીનો સ્વીકાર કરી દેવે રત્નમય પ્રતિમાને પત્થરમય બનાવી દીધી.
દેવદ્વારા નિર્મિત આ પ્રતિમાજી અહિચ્છત્રા નગરીમાં સ્થાપિત કરાઇ હતી. પરંતુ સમય પસાર થતાં અહિચ્છત્રા નગરીનું અસ્તિત્વ ન રહેવાથી સુરક્ષાની દષ્ટિએ અધિષ્ઠાયક દેવ દ્વારા આ પ્રતિમા ઉડેલ લાવવામાં આવી. શતાબ્દીઓ પૂર્વે જ્યારે આ સ્થાનાંતર થયું ત્યારે અહીંયાં પારસપુર અથવા પારસનગર વસેલું
For Private and Personal Use Only