________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - ३३ આ પ્રતિમાજી પર પોતાનો હક્ક સ્થાપિત કર્યો અને ધરણેન્દ્રદેવ નિર્મિત શ્રી પાર્શ્વપ્રભુની આ દિવ્ય પ્રતિમાજી પુનઃ જેનો હસ્તક આવી.
વિ.સં. ૨૦૨૬ ના વૈશાખ વદ દશમના પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રતિમાજીને અઢાર અભિષેક કરવામાં આવ્યા. ત્યારબાદ સેવા-પૂજન નિયમિત રૂપે ચાલુ થઈ.
પ્રતિમા ઃ ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચાર મીટર ઊંચી કાયોત્સર્ગ મુદ્રાધારી આટલી વિશાળ અને પ્રાચીન શ્વેતાંબર પ્રતિમાના દર્શન બીજે અલભ્ય છે. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થની અપૂર્વ, નીલવર્ણ શોભતી, આનંદદાયક આ પ્રતિમાની વિશેષતાઓ નીચે પ્રમાણે છે.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો વર્ણ લીલો છે (જે પ્રભુના દેહનો હતો). પ્રભુ ઊભા ઊભા કાઉસગ્ન કરી રહ્યાં હોય તેવી મુદ્રા છે. પબાસનમાં ધર્મચક્રની લંબાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૮ઈંચ છે. પગના પંજાની લંબાઈ ૧૫ ઇિંચ અને ૮ ઈંચ પહોળી છે. ઘુંટણથી પગ સુધીની લંબાઈ ૩૫ ઈંચ, કમરથી ઘુંટણ સુધીની લંબાઈ ૪૧ ઈંચ, વક્ષસ્થળની લંબાઈ ૧૫ ઈંચ તથા પહોળાઈ ૩૮ ઈંચ, બન્ને ભુજાઓનું અંતર ૪૩ ઇંચ, ભુજાની લંબાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૮ ઈંચની છે. હાથની લંબાઈ ૩૫ ઈંચ, પહોળાઈ ૬ ઇંચ, કંઠથી નાભિની લંબાઈ ૩પ ઈંચ, મુખની લંબાઈ ૩૦ ઈંચ, પહોળાઇ ૨૭ ઈંચ, ભામંડળની લંબાઈ ૩૨. ઈંચ, પહોળાઈ ૩૬ ઈંચ, મસ્તક પર ફણાની લંબાઈ ૧૯ ઈંચ તથા પહોળાઈ ૪૨ ઈંચ તથા શિખા અને ફણાના વચ્ચેનું અંતર ૯ ઇંચ લંબાઈનું છે.
સાત કણાનું છત્ર માથા પર સુશોભિત છે. પ્રતિમાની ફણા અને છત્ર સહિતની કુલ ઊંચાઈ ૧૪ ફુટ થાય છે. અને ફણા વિના દેહની ઊંચાઈ સાડા તેર ફૂટ છે. અર્થાત્ નવ હાથ છે જે પ્રભુના શરીરની વાસ્તવિક ઊંચાઈ હતી. પ્રતિમાજીનો પથ્થર કઠણ છે. મૂળનાયકની આસપાસ સાડા ચાર ફૂટ ઊંચી શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મહાવીર સ્વામી ભગવાન કાઉસગ્ગ મુદ્રામાં બિરાજમાન
છે.
મૂર્તિમાં યથાસ્થાને લંગોટ-કંદોરો (કરધની) અને ભામંડલ છે. આટલી વિશાળતા હોવા છતાં મૂર્તિ સમતોલ સ્વાભાવિક રીતે પગો ઉપર છે. શ્રેષ્ઠ કારીગરી માટે પણ એક આશ્ચર્ય સમાન છે. ભામંડલ પર સુંદર કલાત્મક ધારીઓ અદભૂત છે.
સંવત ૨૦૨૦થી પોષ વદ ૧૦ના દિવસે પાર્શ્વનાથ ભગવાનનો જન્મકલ્યાણ મહોત્સવ ઉજવવામાં આવે છે. તેમજ આ અવસરે અઠમ તપની આરાધના પણ
For Private and Personal Use Only