________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अक्तूबर - २०१३ હતું. આ નગરનો કારભાર મહારાજા અજિતસેન સંભાળતા હતા. તેમની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા-રાણીને સંતાનપ્રાપ્તિની અદમ્ય ઝંખના હતી. એકવાર ગામોગામ વિચરતા જૈન સાધુઓનું આગમન થયું. રાજા-રાણીએ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. વિરક્ત સાધુ મહાત્માઓ આનો ઉપાય કેવી રીતે બતાવી શકે? સાધુ મહાત્માઓએ જણાવ્યું કે “પ્રભુ પ્રાર્થનાની ભક્તિથી બધા જ કષ્ટો દૂર થશે.” આવો ઉપદેશ આપીને તેઓ અન્યત્ર વિહાર કરી ગયા. રાજા-રાણીએ સાધુઓના વચન ઉપર વિશ્વાસ રાખ્યો તેના કારણે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેઓને પ્રભુ પાર્શ્વનાથની ભક્તિ ફળી તેના કારણે તેમનું ભવ્ય દેરાસર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે રાજાને કહ્યું, “રાજન, નગરની બહાર અશોકવૃક્ષ અને આમ્રવૃક્ષથી આચ્છાદિત ઝરણાની પાસે આવેલી ટેકરીની ભૂમિ ખોદવાથી તમારા શુભ સંકલ્પની સિદ્ધિ થશે.”
આ ટેકરી પર ખોદકામ કરતાં માત્ર પાંચ હાથની ભૂમિની ઊંડાઈ પર ૧૪ ફૂટની સુવિશાળ આછા લીલા રંગની પ્રસ્તરી (પત્થર) પ્રતિમાના દર્શન થયાં. રાજાએ નગરમાં એ ભવ્ય દેરાસર નિર્માણ કરીને ભગવાન પાર્શ્વનાથની આ પ્રતિમાની નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય દ્વારા તેમાં પ્રતિષ્ઠા કરાવી. દેરાસરની સ્થાયી આર્થિક વ્યવસ્થા માટે બસો વિઘા જમીન પણ ભેટ આપી.
મોગલકાળમાં આ નગર ઘણીવાર લૂંટાયું અને દેરાસર પણ ધ્વસ્ત કરાયું. આ દેરાસરનો જિર્ણોદ્ધાર પ્રાયઃ વિ.સં. ૧૨૯૪ માં નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રીઅભયદેવસૂરિજીના પ્રયત્નોથી થયો. ધીરે ધીરે આ પાટનગરનું નામ પણ “પારસ નાગેશ્વર”, “નાગેશ્વર પારસપુર' અને પાછળથી “નાગેશ્વર” જ રહી ગયું. તેવી જ રીતે નાગેન્દ્ર (નાગ + ઇન્દ્રો અને નાગેશ્વર (નાગ + ઇશ્વર) નો અર્થ એક જ થાય છે. આ નાગેશ્વર ગામનું નામ પાર્શ્વનાથની સાથે જોડાઇને ‘નાગેશ્વર પાર્શ્વનાથ' નામનું તીર્થ પ્રસિદ્ધ થયું. પાર્શ્વનાથ પ્રભુના અનેક તીર્થોના નામ આ જ પ્રકારે બન્યાં છે. દા. ત. “અવંતિ પાર્શ્વનાથ', “મગસિયા પાર્શ્વનાથ', “શંખેશ્વર પાર્શ્વનાથ' વગેરે.
નાગેશ્વર તીર્થની આસપાસ નગરીની પ્રાચીનતા દર્શાવતાં અનેક ખંડેરો અને અવશેષો આજે પણ વિદ્યમાન છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પૂજાનો અધિકાર વંશ-વારસાગત રીતે ચાલ્યો આવતો હતો. પૂજારીઓ દેરાસરના માલિક બની બેઠા હતા. અનેક વર્ષો સુધી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી પુજારીઓના હાથમાં રહી. થોડાક દશકાઓ પહેલાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજે આ પ્રતિમા પાછી મેળવવા અનેક પ્રયત્નો કર્યા. છેવટે કોર્ટ દ્વારા શ્વેતાંબર જેનોએ
For Private and Personal Use Only