________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૈલાસશ્રુતસાગર ગ્રંથસૂચિ ભાગ-૧નું સંક્ષિપ્ત અવલોક્ન
તન ડી. શાહ
૫૨મ પૂજ્ય ગુરુદેવ આચાર્યભગવંત શ્રી પદ્મસાગરસુરીશ્વરજી મ. સા. ના ૭૯માં જન્મદિવસ નિમિત્તે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિશાનમંદિર પરિવાર દ્વારા કેટલાંક ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું. એ ગ્રંથોમાં કૈલાસશ્રુતસાગર ગ્રંથસૂચિનો ૧૯મો ભાગ પ્રકાશિત કરવામાં આવ્યો.
સૂચિપત્રની ઉપાદેયતા વધે અને શાનમંદિરના વૈભવનો આછેરો પરિચય મળી શકે એ હેતુથી પ્રસ્તુત લેખમાં કૈલાસશ્રુતસાગર ગ્રંથસૂચિના ૧૭માં ભાગમાં પ્રકાશિત થયેલ કેટલીક કૃતિ અને પ્રતની વિશિષ્ટ માહિતીઓને અત્રે પ્રકાશિત કરવામાં આવી છે.
જ્ઞાનમંદિરમાં સંગૃહીત હસ્તપ્રતોના કુલ ૧૫ ભાગ અત્યારસુધી પ્રકાશિત થઈ ગયા છે. આગામી ૫૫ ભાગો સુધી સૂચિપત્રો પ્રકાશિત થવાની સંભાવના છે. આ સૂચિપત્રનો ૧૬મો ભાગ છે. આ ભાગમાં કુલ ૨૧૯૫ હસ્તપ્રતો સાથે સંક્ળાયેલી ૪૨૧૬ કૃતિઓની માહિતી અપાઈ છે. આ ભાગમાં પ્રકાશિત ૨૧૯૫ હસ્તપ્રતોની માહિતીમાં સૌથી પ્રાચીન હસ્તપ્રત વિ. સં. ૧૪૮૪ના મહા વદ ૧ના લખાયેલી છે.
આ સૂચિપત્રમાં કુલ ૪૨૧૯ અપ્રકાશિત પ્રકાશિત કૃતિઓની માહિતી આપવામાં આવી છે. એમાંથી સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ભાષામાં ૯૧૩ અને જૂની ગુજરાતી એટલે મારુગુર્જર ભાષામાં ૩૩૦૩ જેટલી રચાયેલી કૃતિઓ આ સૂચિપત્રમાં ઉપલબ્ધ છે. આ સૂચિપત્રમાં ઉપલબ્ધ ૪૨૧૬ કૃતિઓમાંથી ૨૭૯૮ કૃતિઓ પ્રાયઃ અપ્રકાશિત છે. જેમાંથી ૪૫૧ કૃતિઓ સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ભાષામાં રચાયેલી છે. જ્યારે ૨૩૪૭ જેટલી કૃતિઓ દેશી ભાષામાં નિબદ્ધ છે.
આ સૂચિપત્રમાં પ્રતની નાનામાં નાની વિગતોને આવરી લેવામાં આવી છે. તો સાથે-સાથે એ પ્રતમાં આલેખાયેલી કૃતિની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કૃતિની સાથે કર્તા, અને રચના સંબંધી કેટલીક ઐતિહાસિક વિગતો પણ સૂચિપત્રમાં પ્રકાશિત કરવામાં આવી છે. આમ એકંદરે પ્રત અને કૃતિની યોગ્ય માહિતીઓનો સમાવેશ કરતું આ સૂચિપત્ર વિદ્વાનોના સંપાદન અને સંશોધનકાર્યમાં ઉપયોગી નિવડશે જ એ આશા અસ્થાને નથી.
શ્રી વિજયદેવસુરસંઘ શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ પાયધુની દ્વારા આ સૂચિપત્રના પ્રકાશનનો લાભ લેવામાં આવ્યો છે. શ્રુતભક્તિ બદલ શ્રી સંઘની ખૂબ ખૂબ અનુમોદના.
For Private and Personal Use Only