Book Title: Shrutsagar Ank 2013 10 033
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ગ્રંથકાએ કહેલો નામ-નિર્દેશ શ્રી હીરાલાલ રવિદાસ કાપડિયા દરેક ગ્રંથનું નામ એના કર્તાએ સૂચવવું જ જોઇએ એવો કંઇ નિયમ નથી; એથી કરીને આજે પણ આપણા ભારતીય સાહિત્યમાં એવા અનેક ગ્રંથો મળી આવે છે કે જેમાં એ ગ્રંથનું નામ એના કર્તાએ સૂચવેલું જણાતું નથી કિન્તુ પાછળથી કોઇએ એનું નામ પાડ્યું હોય એમ જણાય છે. આવી પરિસ્થિતિમાં ગ્રંથકાર પોતાનું નામ સ્પષ્ટ કે અસ્પષ્ટ રીતે પોતાની કૃતિમાં ન સૂચવે તો તેમાં કિંઈ નવાઈ જેવું નથી. નામ નહિ સૂચવવાનું એક કારણ એમ બતાવાય છે કે આપણા દેશના તત્ત્વજ્ઞાનીઓ અને ગ્રંથકારો પોતપોતાના શાસન કે સંપ્રદાયની સેવા કરનારા હતા એટલે તેમને પોતાના નામ કરતાં એ શાસન કે સંપ્રદાયની કિંમત વધારે હતી. વિશેષમાં તેમનું માનવું એમ હતું કે પોતાની કૃતિ કંઇ સ્વતંત્ર નથી, પરંતુ એ તો પ્રાચીન ઋષિઓ ને મુનિઓ તરફથી વારસા તરીકે જે જ્ઞાન સમૃદ્ધિ મળી છે તેનું એ યત્કિંચિત્ પ્રકાશન છે. અસલના વખતમાં ગ્રંથકારો આ સારું પોતાનું નામ નહિ જણાવતા હશે તેનાં કારણોમાં ઊંડા ઉતરવા માટે આ લેખમાં સ્થાન નથી એટલે પ્રસ્તતમાં જે જૈન ગ્રંથકારોએ પોતાનાં નામો મોટે ભાગે આડકતરી રીતે સૂચવ્યાં છે તેમાંના કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. સૌથી પ્રથમ આપણે પ્રાકૃત સાહિત્ય તરફ નજર કરીશું તો જણાશે કે નિસીહસુર (નિશીથસૂત્ર) નામના છેવસુર (દસૂત્ર)ની વિસેકચણિ (વિશેષચૂર્ણિ)ના રચનારા શ્રી જિજ્ઞાસ (જિનદાસ) ગણિ મહત્તરે પોતાનું નામ એ કૃતિના અંતમાં આડકતરી રીતે દર્શાવ્યું છે. આ રહ્યાં છે પદ્યો : "ति-चउ-पण-अट्ठमवग्गा ति-पण-ति-तिगअक्खरा व ते तेर्सि। पठम-तितिएहिं ति-दुसरजुएहिं णाम कयं जस्स ।। गुरुदिण्णं च गणित्तं महत्तरत्तं च तस्स तुठेहिं ।। तेण कएसा चुण्णी; विसेसनामा णिसीहस्स ।।" આ પદ્યમાં કેવી રીતે “જિણદાસ' નામ સૂચવાયું છે તે અત્રે બતાવવું અનાવશ્યક નહિ ગણાય. અ, ક, ચ, ટ, ત, ૫, ૭ ને શ. એમ આઠ વર્ગો છે. એમાંના ત્રીજા, ચોથા, પાંચમાં અને આઠમા વર્ગના અનુક્રમે ત્રીજા, પાંચમાં, બીજા અને ત્રીજા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36