________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - ३०
બાજુમાં વસેલું નગર એટલે ‘આરાસન' કહેવાયું. બીજું નામ ‘આરાસનાકર’ જેનો અર્થ થાય છે ‘પથ્થરની ખાણ’. તે ઉપરથી પણ એ જ નિર્ણય આવી શકે આ મધ્યકાલીન આરાસણ નગરનું નામ પછીથી ‘કુંભારિયા’ પડી ગયું છે અને અત્યારે આ જ નામથી પ્રચલિત છે. ‘કુંભારિયા' નામ પડવા પાછળ મહારાણા કુંભકર્ણ, મેવાડનો કુંભો રાજપૂત, કુંભારોનું ગામ, ઇત્યાદિ અટકળો અનુક્રમે જેમ્સ ફોર્બસ, મુનિશ્રી વિશાલવિજયજી અને મુનિશ્રી દર્શનવિજયજી આદિ વિદ્વાનો દ્વારા થયેલી છે, પણ પ્રસ્તુત નામકરણનો સંતોષકારક ખુલાસો હજી મળ્યો નથી.”
For Private and Personal Use Only
१७
મંદિરો : કુંભારિયામાં આજે જૈનો કે અન્ય કોમોની કોઇ વસતિ નથી. પણ ત્યાં પ્રાચીન પાંચ જૈન મંદિરો અને શિવાલય છે. ડુંગરની વચ્ચે કલાકૃતિઓ સમાન શોભી રહેલાં પાંચ મંદિરો અનુક્રમે આ મુજબ છે. (૧) આરાસણમાં પ્રવેશતાં સૌથી પ્રથમ ભગવાન નેમિનાથનું જિનાલય દૃશ્યમાન થાય છે. (૨) નેમિનાથ ભગવાનના મંદિરથી ઇશાન ખૂણામાં શાંતિનાથનું મંદિર શોભી રહ્યું છે. (૩) આ મંદિરથી અગ્નિ દિશામાં મહાવીર સ્વામિનું મંદિર આવેલું છે, (૪) આ મંદિરની બાજુમાં પૂર્વ તરફ પાર્શ્વનાથનું મંદિર છે. (૫) જ્યારે સંભવનાથનું મંદિર શ્રી નેમિનાથના જિનાલયથી અને આ બધાં મંદિરોના સમૂહથી થોડે દૂર વાયવ્ય દિશામાં આવેલું છે. આ પાંચે મંદિરોની વિશિષ્ટતા એ છે કે બધાં જ મંદિરો ઉત્તરાભિમુખ છે.
૧. નેમિનાથ જિનાલય :
આ પાંચે મંદિરોમાં આ મંદિર સૌથી મોટું, ઊંચું અને વિશાળ છે. ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ભવ્ય અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. દેરાસરની બાંધણી એવી સુંદર અને આયોજનપૂર્વકની છે કે બહાર ઊભા રહીને પ્રભુના દર્શન કરી શકાય છે. આ પ્રતિમાજી પરમપૂજ્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સમયમાં સં. ૧૯૭૫માં શ્રી કુશલસાગર ગણિના હાથે પ્રતિષ્ઠિત થએલી છે. તે સંબંધીનો લેખ ભગવાનના પબાસન ઉપર સ્પષ્ટ વાંચી શકાય તેવો છે. આ મંદિર મૂળગભારો, વિશાળ ગૂઢમંડપ, દશ ચોકી, સભામંડપ, ગોખલા, શૃંગાર ચોકી, બંને બાજુના મોટા ગભારા, ચોવીશ દેવકુલિકાઓ, વિશાળ રંગમંડપ, શિખર અને કોટથી યુક્ત છે. મંદિરનું શિખર ઉન્નત અને વિશાળ છે. તારંગા પર્વત ઉપર આવેલા શ્રી અજિતનાથ ભગવાનના
૧. આરસીતીર્થ આરાસણ (કુમ્ભારિયાજી) પૃ.૨