Book Title: Shrutsagar Ank 2013 07 030
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra श्रुतसागर - ३० વર્ષાવાસના કાર્યક્રમો : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३१ પૂ. મુનિરાજ શ્રી વિમલસાગરજી મ. સા. એ તેમની ધારદાર વાણીમાં ચાતુર્માસ કહો કે વર્ષાવાસની અને આ સમયગાળા દરમ્યાન ધર્મ, ચારિત્ર્ય, અહિંસા-પ્રેમ, જાગૃતિ જેવા વિષયોને આવરી લેતા કાર્યક્રમોનું મહત્ત્વ એક અલગ અંદાજમાં સમજાવતા શમીયાણામાં ઉપસ્થિત જંગી મેદની આફરીન પોકારી ગઈ હતી. ૫. પૂ. ગણિવર્ય શ્રી પ્રશાંતસાગરજી મ. સાહેબે તપ-જપ-સંયમ જેવા વિષયોને આવરી લઈ ચાતુર્માસમાં ધર્મપરાયણ બની જીવનને ધર્મથી વણી લેવાના અવસરને આવકારી સૌને ધર્મ-ન્યાય-નીતિ અને સદાચારના માર્ગે ચાલવા તેમની વિશિષ્ઠ વાણીમાં પ્રેરણા આપી હતી. લાખેણું ગુરૂપૂજન : પૂ. શ્રીઓને કામળી ઓઢાડવા અને વર્ષાવાસનું પ્રથમ ગુરૂપૂજન કરવાની બોલી બોલવામાં ઉપસ્થિત સૌ જૈન-જૈનેતરોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો, અને લાખો રૂપિયા ખર્ચી આ લાખેણો લાભ લીધા હતાં. મુંબઈના એક ગ્રુપે કામળી ઓઢાડવાનો અને શ્રી મનીષભાઇએ ગુરૂપૂજનનો લાભ પોતાના પરિવારના સદસ્યો, સ્નેહીઓ અને મિત્રો સાથે લીધો હતો. જૈન સંગીતકાર શ્રી ઋષભ શાહે પોતાના મધુર કંઠે ભક્તિગીત અને સ્વાગત ગીત સંગીતના સાતે સૂરો સાથે રજુ કર્યું હતું. સોને પ્રસન્નતા જોઇએ છે : For Private and Personal Use Only રાષ્ટ્રસંત પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. એ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે તીર્થંકર ભાષિત ધર્મ અતિમહાન અને પ્રાચીન છે તેઓશ્રીએ જણાવ્યું હતું કે સૃષ્ટિના સહુ જીવો સુખ-શાંતિનું વરદાન ઇચ્છે છે, તનની સ્વસ્થતા અને મનની પ્રસન્નતા સૌ ઝંખે છે એમ કહી પૂજ્યશ્રીએ ઉમેર્યું કે કર્મના બંધન તોડી, મુક્ત બની સૌ ઉડાન કરે અને સૌ સુજ્ઞાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ છે. પૂજ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષાવાસ દરમ્યાન મારો અને અમારા સહુનો પ્રયાસ એ જ રહેશે કે પ્રત્યેક પરિવારમાં શુદ્ધ પ્રેમની સરવાણી ફુટે, ફ્લેશ અને સંતાપનું વાતાવરણ ખતમ થાય, કટુતા અને કડવાશ ક્યાંય ન રહે તેને સંલગ્ન પ્રવચન-અનુષ્ઠાન આદિનું આયોજન કરવામાં આવશે. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ અને પુણ્ય પ્રયાસોથી શ્રી આંબાવાડી જૈન સંઘની સ્થાપના ૩૩ જેટલા વર્ષો અગાઉ ફક્ત ૨૭ પરિવારના

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36