________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२
जुलाई · २०१३ સભ્યો દ્વારા થઇ હતી જે આજે પૂજ્યશ્રીની અવિરત કૃપાથી આજે ૧૧૦૦ ઘરના સભ્યોનો બનેલો આ સંઘ છે જે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે અને જૈનધર્મનો જયજયકાર કરતો-કરાવતો રહે તેવા આશિષ આપ્યા હતા.
વર્ષાવાસ મહોત્સવનો પ્રારંભે સંઘ પ્રમુખ શ્રી ચીનુભાઇ શાહ સ્વાગત પ્રવચન કરી શ્રી સંઘના ઇતિહાસની ઝાંખી કરાવી હતી. ભાવિક મહેમાનોથી શમિયાણો છલકાયો :
આ સમારંભમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાનગરી મુંબઇના નગરપતિ શ્રીમાન નરેન્દ્રભાઇ મહેતા, પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ, સિરોહીના મહારાજા શ્રીમાન રઘુવીરસિંહજી અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી રમણીકભાઇ અંબાણી, ધારાસભ્યશ્રી રાકેશભાઇ શાહ, મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પાલડી-વાસણા-આંબાવાડીસાબરમતી વિગેરે વોર્ડના મ્યુનિ. કાઉન્સીલરશ્રીઓ અને અનેક ગણમાન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતાં.
સમગ્ર સમારોહનું સંચાલન શ્રી જીતુભાઈ શાહે કર્યું હતું.
સમારોહના અંતે ઉપસ્થિત સૌને માટે સ્વામિવાત્સલ્યનો લાભ શ્રી મનીષભાઇ શાહ પરિવારે લીધો હતો.
બારીની જાળીમાંથી હાથ નાખી ચણા લેવાના પ્રયાસમાં એક વાનર ચણા મુઠ્ઠીમાં ભરી લે છે પણ પછી મહી વાળેલો હાથ બહાર નીકળતો નથી અને વાનર મુંઝાય છે ત્યાં એને એક સાધુ ભગવંત સમજાવે છે કે ચણા મુકી દે, મહી ખુલી જશે, ફસાયેલો હાથ નીકળી જશે... અને હાથ નીકળી જાય છે ત્યાગથી મુક્તિ મળે છે.
– આચાર્યશ્રી પદ્મસાગરસુરીશ્વરજી મ. સા.
For Private and Personal Use Only