Book Title: Shrutsagar Ank 2013 07 030
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમાચાર સા Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદના આંબાવાડી જૈનસંઘમાં પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસાગરસૂરીશ્વરજી મ. સા. નો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ સંઘભક્તિની ગેલમાં... : અમદાવાદના આંબાવાડી શ્વે. મૂ. પૂ. જૈન સંઘમાં વર્ષાવાસ ક૨વાની આજીજી ભરી અને લાંબાસમયની વિનંતીને સ્વીકારી પ. પૂ. રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા આંબાવાડી જૈન સંઘમાં વર્ષોવાસ કરવા પધારતા સમગ્ર આંબાવાડી જૈન સંઘના સભ્યોના હૈયા આનંદની લહેરખીથી નાચી ઉઠ્યા હતાં અને તા. ૧૪-૭-૧૩ને રવિવાર, અષાઢ સુદ છઠ્ઠના દિવસે પૂ. ગુરૂભગવંતોનું સામૈયું કરવા સેટેલાઇટ-ફન રીપલ્બીક સામે આવેલી આર્જવ સોસાયટીમાં શેઠ શ્રી મનીષભાઈ શાહના નિવાસસ્થાને ઉછળતા કુદતા, ભક્તિભર્યા હૈયે વહેલી સવારથી ઉમટી પડ્યા હતાં. મહેમાનોને નવકારશી કરાવવાનો લાભ શ્રી મનીષભાઇએ લીધો અને પછી તુરંત સુશોભાયમાન ગજરાજો અને બહુલક્ષણા અશ્વોની સાથે, ગુજરાતની પરંપરા પ્રમાણે દાંડિયારાસ, ભાતીગળ કલાકાર વૃંદ, હૈયાના હરખને વ્યક્ત કરતા રમુજી વેશભૂષા ધારણ કરનાર, એમ કહો કે સંસ્કૃતિની વિવિધ ઝલક આપતા કર્ણપ્રિય અને ભક્તિપદોની ધૂન સાથે સુરીલી સુરાવલીની સરકતી સરીતા સાથે જૂલુસનો પ્રારંભ થયો અને ત્રણેક કિ.મી. જેટલા લાંબા માર્ગમાં ઠેર ઠેર માનવ મહેરામણ પૂ. ગુરૂદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની એક ઝલક અને મુખારવિંદના દર્શન કરવા ઉમટી પડી હતી, અને પૂ. ગુરૂદેવ પોતાની લાક્ષણિક મુદ્રામાં સૌને પોતાના હાથને ઊંચો કરી આશીર્વાદની અમીવૃષ્ટિ કરતા હતા. વરસાદે વિહાર માટે વિરામ લીધો : આગળના દિવસે અને રાત્રે અનરાધાર વરસેલો વરસાદ પણ વિસામો લઇ પૂ. ગુરૂદેવશ્રીના વર્ષાવાસ મહોત્સવના જુલૂસને નિહાળવા જાણે કે થંભી ગયો હતો, ‘જિનશાસનનો જયજયકાર’ ‘ગુરૂજી અમારો અંતરનાદ અમને આપો આશિર્વાદ’ના ગગનભેદી નારાથી ગાજતી શોભાયાત્રા વર્ષાવાસના વિશિષ્ઠ પ્રવચનો અને અનુષ્ઠાન માટે ઉભા કરેલ, શમિયાણામાં આવી પહોંચતા ઉપસ્થિત વિશાળ મેદનીએ પૂ. શ્રીનું નતમસ્તકે, હૃદયના ભાવથી સ્વાગત કર્યું હતું, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36