________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर ३०
૧૦. સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૮૬૦ યાત્રાળુઓ પધાર્યા. ૧૧. આ સમયગાળામાં મુ. ચારિત્રરત્નવિજય મ.સા તથા વિદેશી સ્કોલરો લીના ધનાની તથા એલિના ગૌફ વગેરેને તેમના શોધકાર્યમાં જોઈતી માહિતીઓ પૂરી પાડવામાં આવી.
૧૨. શ્રુતસાગરનો જુન-૨૦૧૩નો અંક નં-૨૯ પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને તેનું પોસ્ટીંગ કરવામાં આવ્યું.
૧૩. તા. ૧૫.૦૬.૧૩ના ટ્રસ્ટ મંડળની મીટીંગ માટે જ્ઞાનમંદિરના મહત્ત્વના કાર્યના મુદ્દાઓનો રીપોર્ટ તેમજ વર્ષ ૨૦૧૩-૧૪ના કરવા જેવા અગત્યના કાર્યની નોંધ પણ તૈયાર કરવામાં આવી.
સુવિચાર્યે
૧. સૌંદર્યના નાશવંત સ્વરૂપનું પ્રતીક સમવા માટે જ કુદરતે પુષ્પોનું સર્જન કર્યું છે.
૨. તમારી પાસે કેટલી વસ્તુઓ છે તે નહીં, પણ તમે કેટલી વસ્તુ વિના ચલાવી શકો છો તે તમારી સમૃદ્ધિ છે.
૩. અનુભવ એ સારામાં સારો શિક્ષક છે, પણ એની ફી બહુ ભારે છે.
૪. મહાન અને સુંદર વિચારોથી મનનો ઉછેર કરો, કારણ કે મનુષ્ય વિચારો કરતા વધારે ઉંચે ક્યારેય જો નથી.
२९
૫. નળમાંથી આવતું પાણી એ નળનું નથી પણ ટાંકીનું છે એમ આપણે જે કાંઈ ભોગવીએ છીએ એ પુણ્ય આપણું નહીં પ્રભુનું છે, પ્રભુની કૃપાનું છે.
(હંસા તો મોતી ભૂગેમાંથી સાભાર)
For Private and Personal Use Only