Book Title: Shrutsagar Ank 2013 07 030
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८ દેરાસરના શિખરને એ કંઇક મળતું આવે છે. સમગ્ર શિખર આરસપહાણનું બનેલું છે. जुलाई २०१३ · દેરાસરને ફરતી નીચે હાથીની હાર છે તેથી તે ગજસર કહેવાય છે. તે ઉપર નરનારીનાં જોડકાં છે તેથી તે નરસર પણ કહેવાય છે.તે ઉપરાંત દેવ, દેવી, યક્ષ-યક્ષિણીનાં મોટી પ્રતિમાઓ બેસાડેલ છે. આ દેરાસરમાં ૯૪ થાંભલા છે. તેમાં વચ્ચેના ૨૨ થાંભલા કોતરણીવાળા છે. તેના ઉપર દેવ-દેવીઓ અને વિદ્યાધરની મૂર્તિઓ છે આ રંગમંડપ અને ચોકીની કોરણી અત્યંત સુંદર છે, તે આબુ ઉપરના દેલવાડાનાં મંદિરોમાંની કોરણીની જેવી જ લાગે છે. ૨. શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મંદિર શ્રી નેમિનાથ ભગવાનના દેરારની પૂર્વ બાજુની ટેકરીથી નીચા ભાગમાં ઉત્તર દિશાના દ્વારવાળું શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. આ મંદિર મૂળ ગભારો, ગૂઢ મંડપ, છ ચોકી, સભામંડપ, શૃંગાર ચોકીઓ, તેની સામે આઠ ગોખલા અને બંને તરફની આઠ-આઠ દેવકુલિકાઓ મળીને કુલ ૨૪ દેરીઓ અને શિખરથી સુશોભિત છે. સમસ્ત મંદિર આરસપાષાણનું બનેલું છે. ગર્ભગૃહમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની એકતીર્થીના પરિકરયુક્ત મનોહર અને ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકની બંને બાજુએ એકેક યક્ષની તેમજ એક અંબાજી માતાની પ્રતિમા છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સં. ૧૬૭૫નો આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ આ આરાસણ નગરમાં પ્રતિષ્ઠા કર્યાનો લેખ મળે છે. મૂળનાયકના પરિકરની ગાદી નીચે સં. ૧૧૨૦ નો જૂની લિપિમાં લેખ મળે છે. તેમાં પણ આરાસણના નામનો ઉલ્લેખ મળે છે. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે આ મંદિર આ અરસામાં કે તે પહેલાં બનેલું હોવું જોઇએ. For Private and Personal Use Only છ ચોકી તથા સભા મંડપ અને ભમતીની દેરીઓના વચ્ચેના બંને તરફના થઇને છતના ૧૪ ખંડોમાં ભવ્ય કોરણી છે. બારણા પાસેનો ઘુમટ અદૂભૂત કારીગરીવાળો છે. બાકીના પાંચ ઘુમટોમાં પણ અદ્ભૂત નકશીભર્યા ભાવો આલેખ્યા છે. રંગમંડપની કોરણી પણ અદ્ભૂત છે. આ બધાં કલામય દૃશ્યો અને કો૨ણી આબુના દેલવાડાનાં મંદિરોની યાદ તાજી કરાવે છે. ૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શ્રી મહાવીરસ્વામી ભગવાનના દેરાસરની પૂર્વ બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છ ચોકી,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36