________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९
श्रुतसागर - ३० સભામંડપ, શૃંગારચોકીઓ, બંને તરફ થઇને ૨૪ દેરીઓ, ૧ ગોખલો અને શિખરબંધીવાળું છે. સંપૂર્ણ આરસપાષાણથી આ મંદિર બંધાયેલું છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પરિકરયુક્ત એકતીર્થી મૂર્તિ બિરાજમાન છે. તેના પર આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કર્યાનો સં. ૧૯૭પનો લેખ છે.
ગૂઢમંડપ અને સભામંડપના ઘુમટો, છ ચોકીનો સન્મુખ ભાગ, છ ચોકી અને સભામંડપના ચાર સ્તંભો, એક તોરણ, બંને તરફ અને વચ્ચેની એકેક દેરીના દરવાજા, સ્તંભો, ઘૂમટો, માથેનાં શિખરો અને પ્રત્યેક ગુગ્ગજોમાં સુંદર કારણી કરેલી છે. સ્તંભો ઉપર દેવીઓ, વિદ્યાધરીઓ તેમજ બીજી કોણી છે. ગૂઢમંડપનો મુખ્ય દરવાજો અને નકશીવાળી બંને દેરીના દરવાજા માથે ચ્યવન કલ્યાણકનો ભાવ અને ૧૪ સ્વપ્નો કોતરેલાં છે. ૪. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર
શ્રી મહાવીર સ્વામીના મંદિરની વાયવ્ય દિશામાં શ્રી શાંતિનાથ ભગવાનનું કહેવાતું મંદિર આવેલું છે. આ મંદિરની રચના ભગવાન મહાવીરસ્વામીના દેરાસર જેવી જ છે. પણ મંદિર તેનાથી થોડુંક નાનું છે. અહીં મુખમંડપને બદલે. મુખ ચોકી કરેલી છે. ગર્ભગૃહમાં ભગવાન શાંતિનાથની કહેવાતી (૧૭મા શતકની) પ્રતિમા છે.
આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, મુખ્ય દરવાજાની બંને બાજુએ આવેલી ૧૦ દેરીઓ અને ૧૦ ગોખલાઓ તેમજ શિખરથી સુશોભિત છે. ત્રણે બાજુ આ દરવાજાની શુંગાર ચોકીઓ વગેરે બધું આરસપાષાણથી બનેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પરિકર વિનાની પ્રતિમા બિરાજમાન છે. છ ચોકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બંને બાજુએ સુંદર કોરણીવાળા બે ગોખલા છે. છ ચોકી અને સભામંડપના ગુગ્ગજો તથા સ્તંભોમાં દેલવાડાનાં મંદિરો જેવી કોરણી કરેલી છે. સભામંડપનું એક તોરણ પણ કરણીવાળું છે. છ ચોકી અને સભામંડપની બંને બાજુની છતોના બાર ખંડોમાં પણ આબુદેલવાડાનાં મંદિરો જેવા જુદા જુદા પ્રકારના દૃશ્યોના ભાવો કોતરેલા છે. છતમાં જે ભાવો કોતરેલા છે તેમાં વિશેષ કરીને તીર્થકરોના વિશિષ્ટ જીવન પ્રસંગો, કલ્પસૂત્રમાં વર્ણવેલી ઘટનાઓ, સ્થૂલિભદ્રનો પ્રસંગ વગેરેના ભાવો કોતરેલા છે.
આ શાંતિનાથ ભગવાનના મંદિરમાં વસ્તુતઃ સર્વપ્રથમ મૂળનાયક શ્રી ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હશે એ આ મંદિરની એક દેવકુલિકાની પ્રતિમાની
For Private and Personal Use Only