Book Title: Shrutsagar 2017 01 Volume 08
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जनवरी-२०१७ 5 श्रुतसागर કર્મગ્રંથમાં ચૌદ ગુણ-સ્થાનક આત્મામાં જ રહ્યા છે તેથી તે પણ અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. મનની શુદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર અધ્યાત્મજ્ઞાન જ છે. અધ્યાત્મ શાસ્ત્રો બાહ્ય ધાર્મિક ક્રિયાનો નિષેધ કરતાં નથી, પરંતુ અધ્યાત્મ જ્ઞાનવિહોણી માત્ર બાહ્ય ક્રિયાઓ કરનારાઓને ઉપાલંભ આપે છે અને સાથોસાથ જ્ઞાનની આવશ્યકતા જણાવે છે. આને પરિણામે અધ્યાત્મજ્ઞાનીઓની ધાર્મિક ક્રિયાઓ ક્રિયાજડના કરતાં ઉચ્ચ અને રસવાળી હોય છે. આથી રૂઢિના વશમાં આવીને ક્રિયાઓની ભિન્નતાથી ધાર્મિક સમાજમાંવિગ્રહઉત્પત્ન કરીશકાતોનથી. આવાઅધ્યાત્મજ્ઞાનીઓગાડરિયા પ્રવાહની પેઠે ક્રિયાઓ કરનારા અને દોષોને નહીં છોડનારા મનુષ્યોથી જુદા પડે છે. અધ્યાત્મ જ્ઞાનથી અલ્પ પણ ધર્મની ક્રિયા કરેલી હોય તો તે ઘણું ફળ આપે છે. કારણ કે આવું જ્ઞાન બાહ્ય ક્રિયાઓ કરતી વખતે તેમાં ઉપયોગ રાખવાનું શીખવે છે. પ્રત્યેક ધર્મ ક્રિયાઓ દ્વારા આત્મામાં ભાવરસને રેડનાર અને ખીલવનાર અધ્યાત્મ જ છે. અન્ન ખાતી વખતે દાંત દાંતનું કામ કરે છે, અને અન્ન પચાવવાનું કાર્ય આંતરડાં કરે છે. આવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન ખરેખર આત્માના ગુણોની શુદ્ધિનું કાર્ય કરે છે અને બાહ્ય ક્રિયાઓ મનને અંતરમાં રમવાને માટે નિમિત્ત કારણરૂપે પરિણમે છે. આત્માના પરિણામની શુદ્ધિ કરવી એ જ અધ્યાત્મ જ્ઞાનનું કાર્ય છે. - દુર્લભધર્મ ઈ.સન ૧૯૮૧ વર્ષ-૧ અંક-૩માંથી સાભાર गिरिए गिरिथी जाय जाय समुंदा डूबीए । मरिये मोहरो खाय पण मूरख मित्त न कीजिये ॥ पर्वत पर से गिर जाएँ, वह अच्छा, समुद्र में डूब जाएँ वह भी अच्छा है, जहर खाकर मर जाएँ, वह भी अच्छा है, परन्तु मूर्ख मित्र न करें. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36