Book Title: Shrutsagar 2017 01 Volume 08 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી આત્મવિચારણા અધ્યાત્મ જ્ઞાનથી દુનિયામાં શાંતિનું રાજ્ય પ્રર્વતે છે. આવા જ્ઞાનથી જ મનુષ્ય પોતાના આત્મા તરફ વળે છે અને બાહ્ય ઉપાધિઓનો સંગ ત્યજે છે. આવાં અધ્યાત્મશાસ્ત્રો આત્માનું પ્રભુત્વ દર્શાવે છે. આને કારણે જ જગતમાં ભક્તિ, પ્રેમ અને દયાનાં ઝરણાં વહે છે. અનેક પ્રકારના સદ્ગુણોને પ્રગટ કરવાની ભૂમિ અધ્યાત્મશાસ્ત્ર છે. પ્રાચીન આત્મકુલક ગ્રંથમાં લખ્યું છે – दम सम समत्तभित्ती-संवेय विवेय तिव्यनिघेया एएय गुढ अप्पा वबाह बीयस्य अंकुरा। દમ, સમ, સમત્વ, મૈત્રી, સંવેગ, વિવેક અને તીવ્ર નિર્વેદ આદિ ગુણો ખરેખર અધ્યાત્મજ્ઞાનરૂપી બીજના અંકુરો છે. ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેક એ ત્રણનું મનન કરીને મુક્તિ પામ્યા, તેમાં અધ્યાત્મજ્ઞાન જ જોવા મળશે. આષાઢાચાર્ય નાટક કરતાં કેવળજ્ઞાન પામ્યા તેમાં પણ પ્રધાનપણે અધ્યાત્મ ભાવના રહેલી છે. ભરત રાજા અરીસા ભુવનમાં ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામ્યા તેમાં પણ આત્મવિચારણા જ મુખ્ય હતી. ઇલાચીપુત્રે વાંસ પર નાચતાં આત્માની વિચારણાથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છદ્મસ્થાવસ્થામાં શ્રી મહાવીર પ્રભુએ આત્માની પૂર્ણ શ્રદ્ધાથી અને અધ્યાત્મજ્ઞાનના પ્રાબલ્યથી જ અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રી ગૌતમસ્વામી આત્મ વિચારણામાં લીન થયા ત્યારે રાગના બંધનથી મુક્ત થઈ કેવળજ્ઞાન પામ્યા. આત્માના જ્ઞાન વિના સમ્યક્તની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36