Book Title: Shrutsagar 2016 03 Volume 02 10 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુરુવાણી Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્ઞાનયોગીને ક્રિયા કરવાની હોતી નથી તેનું કારણ દર્શાવે છે. अवकाशो निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि । ध्यानावष्ठंभतःक्कास्तु तत्क्रियाणां विकल्पनम् । अध्यात्मसार ।। જ્ઞાનયોગમાં અરિત અને રિતનો અવકાશનો નિષેધ છે તો ધ્યાનાવછંભથી ક્રિયાઓનો વિકલ્પ ક્યાંથી હોય? આ કાલમાં છટ્ઠા ગુણસ્થાનક સુધી અમુક સાપેક્ષ દૃષ્ટિથી ક્રિયાયોગ છે. જ્યાં જ્ઞાનયોગવડે આત્મરમણતા થતી હોય ત્યાં ક્રિયાની કંઇ જરૂર નથી એટલું જ નિહ પણ ક્રિયા કરવાની વિકલ્પ સંકલ્પ કરવાની પણ જરૂર નથી. આત્મધ્યાનમાં રહેનારાઓને ક્રિયાનો વિકલ્પ પણ ક્યાંથી હોય? જેનું મન ખરેખર જ્ઞાનયોગથી તત્ક્ષણ ઠરતું હોય તેને ક્રિયાઓમાં પ્રવૃત્તિ હોતી નથી. આથી એમ કહેવાનો આશય સિદ્ધ થતો નથી કે ક્રિયાયોગની શ્રદ્ધા વા જરૂર નથી. જેનું મન ક્રિયાયોગના આલંબન વડે ઠરતું હોય તેને તો ક્રિયાયોગની જરૂર છે. ધ્યાની સાધુને ધ્યાનમાં મનની સ્થિરતા થાય છે માટે તેને ક્રિયા કરવાનો વિકલ્પ હોતો નથી. ક્રિયાવાદીઓ ક્રિયાની મહત્તાનાં બણગાં ફૂંકીને જ્ઞાનયોગીઓને અધર્મી જૂઠા ઠરાવવા પ્રયત્ન કરે તેમાં તે કર્મયોગીઓની ભૂલ છે, કારણ કે જ્ઞાનયોગ વિના કર્મયોગની અસ્તિતાની વા ઉપયોગિતાની સિદ્ધિ થતી નથી. કર્મયોગને પોતાની અસ્તિતા માટે જ્ઞાનયોગની સામું સદા દેખવું પડે છે. જ્ઞાનયોગીઓને કર્મયોગીઓ ખરેખર પોતાની પેઠે ક્રિયા કર્મ કરનારા નહિ દેખવાથી સ્થૂલ બુદ્ધિથી તેઓ એમ વિચારે છે કે, અરે જ્ઞાનયોગીઓ તો કંઇ ધર્મ કરતા નથી પણ ક્રિયાવાદીઓ ઉંડો વિચાર કરે તો તેઓને માલુમ પડશે કે અરે આત્માનો ધર્મ તો અન્તદૃષ્ટિથી દેખી શકાય પણ બાહ્ય દૃષ્ટિથી દેખી શકાય નહિ. જ્ઞાન અને ધ્યાનના બળે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે કેવળ જ્ઞાન પણ અન્તર્દ્રષ્ટિ વિના પામી શકાય નહિ. બાહિ થી જે ક્રિયાઓ કરવી તે તો બાળજીવોને અધિકારે ઘટે છે. જેઓને આત્મ જ્ઞાન થયું હોય અને જેઓ આત્માનું ધ્યાન ધરતા હોય તેઓએ ક્રિયાવાદીઓના બકવાદ સામું લક્ષ દેવું નહિ. આત્માના ધ્યાનમાં મસ્ત થવું અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અર્થે જ્ઞાનયોગથી વિચારો કર્યા કરવા. જ્ઞાનયોગ વડે ધ્યાનમાં રહીને મનવચન અને કાયા દ્વારા ચંચલ થતા વીર્યને સ્થિર કરવું. અનેક નયોની સાપેક્ષ દૃષ્ટિ વડે અન્ય દ્રવ્યને ભિન્ન પાડીને તેના ગુણ પર્યાયોથી આત્મદ્રવ્યને ભિન્ન પાડીને તેના ગુણ પર્યાયની ચિંતના કરવી. આવી રીતે ધ્યાનનું અવથંભ લેઇને પોતાના For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36