________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
20
___ मार्च-२०१६ પૂર્વના કાળમાં રાજા-મહારાજાઓ મંત્રિઓ, શ્રેષ્ટિ વિગેરે શ્રાવકો પોતાના કે માતા-પિતા, દાદા-દાદી વિગેરે સ્વજનોના પુણ્યને (શ્રેયને) માટે સ્વદ્રવ્યથી જિનાલ્યોનું નિર્માણ કરાવતા. વળી તે જિનાલયના એકાદ ગોખલામાં પોતાની કે સ્વજનોની આરસપહાણની કે અન્ય પાષાણની મૂર્તિ બનાવી સ્થાપન કરતા. મૂર્તિસ્થાપન કરવા પાછળના કારણોમાં (૧) જે નીમિત્તથી જિનાલયનું નિર્માણ કરાયું છે તેની સતત સ્મૃતિ રહે, (૨) ભવિષ્યમાં આ જિનાલય કોણે બનાવ્યું? શા કારણથી બનાવ્યું? કઈ સંવતમાં બનાવ્યું? ક્યા ગુરુભગવંતની નિશ્રામાં બનાવ્યું વિગેરે ઐતિહાસિક વિગતો મૂર્તિસ્થ લેખ દ્વારા મેળવી શકાય.
ફક્ત નવા જિનાલયના નિર્માણ વખતે જ આવા પ્રકરાનું શિલ્પ બનાવાતું હતું એમ ન હતું. કોઇક જીર્ણ થયેલા પ્રાસાદના જીર્ણોદ્ધાર સમયે, જિનાલયમાં એકાદ નવી દેવકુલિકા કે ગોખલામાં જિનેશ્વર પ્રભુના બિંબાદિકની સ્થાપના સમયે પણ દ્રવ્ય ખરચનાર શ્રાવકો દ્વારા આવા મૂર્તિશિલ્પો બનાવાતા. વિક્રમની ૧૧મી શતાબ્દિમાં રચાયેલા કુમારપાળ ચરિત્ર, વસ્તુપાલચરિત્ર, જેવા ગ્રંથોમાં આવા શિલ્પો બન્યા હોય તેવા ઉલ્લેખો મળે છે. તળાજા, ગિરનાર, ખંભાત, મહેસાણા, ઉંઝા વગેરે ક્ષેત્રોમાં આવી રચનાઓ આજે પણ મોજૂદ છે. બાકી આવા પ્રકારની રચનાનો પ્રાદુર્ભાવ કોના સમયથી, કઈ સાલમાં શરૂ થયો તે શોધનીય બાબત છે. પેટલાદ શ્રાવક-શ્રાવિકા મૂર્તિ પરિચય
ચિત્રસ્થ મૂર્તિ પેટલાદના મહાવીરસ્વામી પ્રભુના પ્રાસાદની પ્રદક્ષિણામાં રહેલી છે. મૂર્તિની ઊંચાઇ આશરે ૨ ફુટ જેટલી તથા પહોળાઈ પોણા બે ફૂટ જેટલી લાગે છે. મૂર્તિ દિવાલમાં જડી દીધી હોવાથી ચોક્કસ ન કહી શકાય પણ અનુમાને મૂર્તિની જાડાઈ વગાા (૯ ઇંચ) ફૂટ જેટલી હશે. સૌમ્ય મુખાકૃતિ, વિશાળ નેત્રો, સપ્રમાણ બાંધો, ભરાવદાર દેહાકૃતિ તેમજ સુસજ્જ વેષભૂષા તે મૂર્તિની ખાસીયતો છે. મૂર્તિનું નિર્માણ આરસપહાણના પાષાણમાંથી કરાયું છે પણ ઘસારાદિકને કારણે, કે મૂર્તિનો કોઈક અંશ ખંડિત થતા મૂર્તિ પર લેપ કરી દેવાયો છે. જો કે લેપકારની અસાવધાનીને કારણે મૂર્તિનો લેખવાળો થોડો ભાગ, દંપત્તિના શરીર પરના હાર, બાજુબંધ, વીટી, કંદોરો વિગેરે આભૂષણો, તથા યુગલના ચરણો પાસે કંડારાયેલી ત્રણે સ્ત્રી આકૃતિઓનો થોડો ઘણો આકાર લેપ હેઠળ દબાઈ ગયો છે. અહિં ખાસ જણાવવાનું કે ત્રણે આકૃતિઓમાં મોઢાની પાછળના ભાગમાં ગોળ પીંડા જેવા વાળના નાના ભાગને અંબોડો હશે
1. જુઓ મુખ પૃષ્ઠના અંતિમ ભાગ પર પ્રદર્શિત ચિત્ર
For Private and Personal Use Only