Book Title: Shrutsagar 2016 03 Volume 02 10
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક-શ્રાવિકાની મૂર્તિ : એક પરિચય મુનિશ્રી સુયશચંદ્રવિજયજી જ્યારે જ્યારે આપણે સિદ્ધગિરિ (પાલીતાણા) યાત્રા કરવા જઈએ ત્યારે ત્યારે દાદા આદિનાથના દર્શન કરી મૂલ જિનાલય ફરતી ૩ પ્રદક્ષિણા દઈએ. જેમાંની પ્રથમ પ્રદક્ષિણા દાદાના મુખ્ય જિનાલયની ફરતે, બીજી પ્રદક્ષિણા નવા આદીશ્વર-શાંતિનાથપ્રાસાદ-રાયણ પગલા તેમજ સીમંધર પ્રભુના જિનાલયની ફરતે તથા છેલ્લી એટલેકે ત્રીજી પ્રદક્ષિણા બજરીયા-પ્રાસાદનાની દેરીઓ-અષ્ટાપદચૈત્ય ૧૪ રત્નનું દેરાસર-૫૨ જિનાલય- ગંધારિયા ચૌમુખ થઇ પુંડરીકસ્વામીએ પૂરી થાય. આ ત્રણે પ્રદક્ષિણા દરમ્યાન પ્રાયઃ સેકડો જિનપ્રતિમાજીના દર્શનવંદન થાય. તે સિવાય કેટલીક ગુરુમૂર્તિઓના, પગલા (પાદુકા)ઓના દેવ-દેવીની મૂર્તિઓના તેમજ શેઠ-શેઠાણીના નામે ઓળખાતી સ્ત્રી-પુરુષ યુગલની મૂર્તિઓના પણ દર્શન થાય. જિનાલયમાં ગુરુમૂર્તિ-પાદુકા-દેવ-દેવીની મૂર્તિઓ તો હોય પણ શેઠ-શેઠાણીની મૂર્તિ અહિં શા કારણથી પધરાવાઈ હશે તેવા પ્રશ્નો ઘણી વાર થાય તે સહજ છે. એકવાર દીક્ષા પછી અમારે પેટલાદ જવાનું થયું ત્યાં મહાવીર પ્રભુના ચૈત્યની ભમતીમાં શેઠ-શેઠાણીની મૂર્તિ જોઇ અમારા પૂર્વના સંસ્મરણો ફરી બેઠા થઇ ગયા. વર્ષો પૂર્વે પાલીતાણા, પાટણ જેવા તીર્થસ્થળોમાં આવા શ્રાવક-શ્રાવિકા યુગલની કેટલીક મુર્તિઓ જોઇ હતી. જેની નીચે મુજબ જુદા જુદા પ્રકારની મુદ્રાઓ હતી. ૧. ક્યાંક સ્ત્રી અને પુરુષ બન્નેના હાથ જોડેલા હતા. ૨. તો ક્યાંક સ્ત્રીના હાથમાં બટવા જેવું કશુંક તો પુરુષના હાથમાં માળા જેવું કશુક હતું. ૩. ક્યાંક સ્ત્રીના હાથ જોડેલા હતા, તો પુરુષના હાથમાં માળા હતી. ૪. ક્યાંક સ્ત્રીના હાથમાં બટવો હતો તો પુરુષના હાથ જોડેલા હતા. ૫. ક્યાંક આવા સ્ત્રી-પુરુષ યુગલની સંખ્યા ૨ કે તેથી વધુ પણ હતી વળી તેના પગ પાસે નાની-નાની અન્ય મનુષ્યાકૃતિઓ પણ જોવા મળેલી. જ્યારે પેટલાદમાં આવું યુગલ જોયું ત્યારે જે વિગત જાણવા મળી તે વાચકોના બોધ માટે અહિં ઉતારીએ છીએ. 1. જુઓ મુખપૃષ્ઠ અને અંતિમ પૃષ્ઠ પર પ્રદર્શિત ચિત્ર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36