Book Title: Shrutsagar 2015 10 Volume 01 05 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुवाणी ___आचार्य श्री बुद्धिसागरसूरिजी - સ્વદોષદર્શન અને પરગુણ વર્ણન કરવું ઘણું અઘરું છે. સ્વશ્લાઘાE, પરનિંદા અનાયાસ થઇ જતી હોય છે. મોક્ષગમનની ટિકિટ સમા સમકિતની મલીનતાનું કારણ પણ આ જ છે. આ. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. સમકિતીની પરીક્ષા બાબતે જે વાત કરી છે તેમાં પણ ખાસ કરીને આ વાત ઉપર જ ભાર મૂક્યો છે જે અત્રે રજુ કરીએ છીએ. સમકિતીની પરીક્ષા અમુક મનુષ્યમાં સમ્યકત્વ છે કે કેમ તેની પરીક્ષા કરવી હોય તો તેનામાં ગુણાનુરાગ છે કે નહિ તેની તપાસ કરવી. આ જગત્ માં કોઇપણ મનુષ્ય મુક્તિ પામશે તે ગુણાનુરાગી થશે ત્યારે પામશે. ગુણાનુરાગ એ વીતરાગના ધર્મને પમાડનાર મોટો ગુણ છે. જેનામાં ગુણાનુરાગ છે તે સમ્યત્વ પામ્યો વા પામશે. ગુણાનુરાગી સત્યની બાજુ તરફ વળે છે અને દોષને દેખે છે તોપણ દોષ તરફ તેનું લક્ષ-ચિત્ત ચોંટતું નથી. જ્યાં ત્યાં ગુણ છે તેજ મારા છે એવી ગુણાનુરાગીની દૃષ્ટિ હોય છે, તેથી તે ગુણ અને ગુણીની પરીક્ષા કરતો કરતો છેવટે સર્વગુણી એવા વીતરાગ દેવનો રાગ ધારણ કરી શકે છે અને વીતરાગનો ભક્ત બને છે. ગુણાનુરાગી માર્ગાનુસારી તો અવશ્ય હોય છે. તેને ગાણનો પક્ષપાત હોય છે. હારૂં તે સારું એવો તે આગ્રહ કરતો નથી. પણ જે જે ગુણો છે તે મારા આત્માના છે એવી તેની દૃષ્ટિ હોવાથી ગુણાનુરાગી ગુણની શ્રેણિ પર ચઢે છે અને હળવે હળવે તે ગુણના ઓઘભૂત થાય છે. જેનામાં કોઇપણ જાતનો ગુણ હોય તેને સમકિતી દોષ રૂપે દેખાતો નથી. સમકિતી કોઈના ગુણને અવગુણ રૂપે બોલતો નથી. ગુણાનુરાગી કદી કોઇના દોષને વદતો નથી. ગુણાનુરાગી અમુક મનુષ્ય છે તો સમજવું કે તે હાલ સામાન્ય સ્થિતિમાં છે તો પણ તે અને તે ગુણના યોગે પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી બનવાનો એમ અવબોધવું. કૂળથી જૈન કહેવાતો હોય અને તેનામાં જો ગુણાનુરાગ ન હોય તો તે શ્રીવીર પ્રભુના ગુણોનો રાગી બની શકે નહિ. ગમે તેવો ક્રિયાવાદી કર્મયોગી હોય વા વિદ્વાન્ હોય પરંતુ જો ગુણાનુરાગી નથી હોતો તો તે અન્ય મનુષ્યના ગુણોને દેખી શકતો નથી, અને ઉલટો અન્યોના ગુણને પણ દોષરૂપે વદીને જનસમાજને નીચ બનાવવા પ્રયત્ન કરે છે અને તેથી પોતે તથા અન્યોને ઉપકારક બની શકતો નથી. ગુણાનુરાગી અને કોઇના ગુણને બોલનાર ખરેખર પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36