Book Title: Shrutsagar 2014 09 Volume 01 04
Author(s): Kanubhai L Shah
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra SHRUTSAGAR www.kobatirth.org 8 ધર્મ ધમાલમાં નથી Acharya Shri Kailassagarsuri Gyanmandir SEPTEMBER-2014 * સામાયિકમાં ચિન્તન અને મનન કરવાનું છે, સામાયિકમાં સંવાદમય તત્ત્વ મળે છે. પ્રભુ મહાવીર ગૌતમને કહે છે કે તારી ઇંદ્રિયોને તું કાચબાની માફક વાપર. જ્યારે ભય આવે ત્યારે કાચબો પોતાની બધી ઇંદ્રિયોને સંકોચી લે છે તેમ પાપ કરવાનો ભય લાગે ત્યારે મોઢું, કાન, બધું બંધ કરી પ્રભુનું સ્મરણ કરવું. * ધમાલની અંદર ધર્મ છે જ નહિ. સાધના દ્વારા શુદ્ધિ અને શુદ્ધિ દ્વારા સાધના કરવાની છે. અંતરનું વલોણું કરી કરીને આત્મશુદ્ધિ કરવાની છે. * જાત્રામાં સંઘ ચાલ્યો ત્યારે એક શાંતિપ્રિય ભાઈએ કહ્યું કે હું મારી જવાબદારીથી જાત્રામાં આવી શકું તેમ નથી પણ એક તુંબડું આપ્યું અને કહ્યું કે આ તુંબડાને બધે સ્નાન કરાવીને, જાત્રા કરાવીને પવિત્ર કરાવજો. જાત્રા કરીને પાછા આવ્યા ત્યારે પેલા ભાઈએ પોતાનું તુંબડું પાછું માગ્યું અને જાત્રા કરીને આવેલાને સાદું ભોજન જમાડ્યું. આપણે જીવનમાં જેમ બને તેમ સાદાઈને લાવવાની છે. સાદાઈથી જીવન શાંત અને શુદ્ધ બનશે. જમણમાં પેલી તુંબડીનું શાક કર્યું: તુંબડી એકદમ કડવી હતી. તુંબડીનું શાક ખાઈને બધાંનાં મોઢાં કડવાં થઈ ગયાં. ન પેલા ભાઈએ કહ્યું કે આ તુંબડી ઘણી નદીઓમાં સ્નાન કરીને આવી છતાં પણ મીઠી ન થઈ તો આપણું અંતર પણ ઘણી જાત્રા કરે છતાં અંતરને શુદ્ધ ન બનાવે તો જાત્રા કર્યાનો ફાયદો શું? પહેલા તો સામાયિક સમતાથી અંતરને શુદ્ધ કરવાનું છે. * લોકો સદ્ગુણને, સારી વસ્તુઓને યાદ કરે છે, બળવાન કે પૈસાદારને કોઈ યાદ કરતા નથી. સુંદર ફર્નીચર હોય અને સુંદર બ્લોક હોય છતાં અંતરમાં શાંતિ ન હોય તો એ બ્લોક શું કરવાનો? For Private and Personal Use Only * ધમાલમાં અને ધમાલમાં જીવનને પૂરું કરી નાંખવાનું નથી. જીવન જીવવામાં આત્માનો પૂરેપૂરો વિચાર કરવાનો છે. આપણું જીવન રાગ-દ્વેષ-વેર-ઝેર-ઇર્ષા અને માનમાં પૂરું કરી નાંખવાનું નથી પણ ધીમે ધીમે દુર્ગુણોને બહાર કાઢવાના છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36