Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 11
________________ વીર ભગવંતની ત્રીજી કે ચોથી સદી ઉમાસ્વાતિજી: વાચકવર ઉમાસ્વાતિજીનું નામ સાહિત્યસર્જનમાં ઘણા જ આદરથી ગ્રહણ કરાય છે. કદાચ જૈન સાહિત્યવિશ્વમાં સંસ્કૃત ભાષાના યુગના આદિકર્તા સમાન તેઓને ગણીએ તો પણ અનુચિત નહી ગણાય. તેઓએ સમસ્ત જૈન દર્શનના સંદોહનરૂપ તત્વાર્થાધિગમસૂત્રની રચના કરી. આનંદાત્મક આશ્ચર્યની વાત એ છે કે આ એવું વિશિષ્ટ સાહિત્ય સર્જન છે જે શ્વેતાંબર-દિગંબર આદિ સર્વે જૈનસંપ્રદાયોમાં આજ પર્યન્ત માન્ય છે. આ તત્વાર્થસૂત્ર પર શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અનેક વિદ્વાનોની રચેલી ટીકાઓ હજી પણ ઉપલબ્ધ છે. ઉમાસ્વાતિજી સર્જિત અનેક સાહિત્યોમાં ૫૦૦ પ્રકરણ ગ્રંથોની રચના થયાનું કહેવાય છે, જેમાં પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજાપ્રકરણ, જંબુદ્વીપસમાસ પ્રકરણ, ક્ષેત્ર વિચાર ઈત્યાદિ ગ્રંથો ઉપલબ્ધ છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [11] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70