Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ રચિત સન્મતિતર્ક પર તત્વબોધવિધાયિની નામક ટીકા રચેલી, જેને વાદમહાર્ણવ કહે છે. આ ટીકા સંસ્કૃતમાં રચાયેલી છે. તેમાં અનેકાંત દ્રષ્ટિનું સ્વરૂપ, તેની વ્યાપ્તિ અને ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે. વિદ્ધતાપૂર્વક તેમાં વાદપદ્ધતિ ગોઠવેલી છે. તેમાં સેંકડો દાર્શનિક ગ્રંથોનું દોહન કરેલું છે. આ ટીકા ૨૫૦૦૦ લોકપ્રમાણ છે. શોભનમુનિ મહેન્દ્રસૂરિના શિષ્ય અને ધનપાલ-કવિના ભાઈ એવા આ શોભનમુનિએ યમકયુક્ત એવી ૨૪ તીર્થકરોની સ્તુતિની સંસ્કૃતમાં રચના કરી છે, જેના પર કવિ ધનપાલે સંસ્કૃત ટીકા રચી છે. વાદીવેતાલ શાંતિસૂરિ મૂળ વડગચ્છના એવા શાંતિસૂરિએ ૭૦૦ શ્રીમાલી કુટુંબને જૈન બનાવેલાં. ભોજરાજાએ તેમને વાદીવેતાલનું બિરુદ આપેલું. તેઓ ચાંદ્રકુલના થારાપદ્રગચ્છીય રૂપે પ્રસિદ્ધિ પામ્યા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [22] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70