Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ સંવત ૧૨૭૬ની આસપાસના સમયગાળામાં રાજગચ્છીય અભયદેવસૂરિના પરિવારમાં માણિક્યચંદ્રસૂરિ થયા. જેમણે કાવ્યપ્રકાશ સંકેત, પાર્શ્વચરિત્ર, શાંતિનાથ ચરિત્ર આદિ ગ્રંથો રચ્યા. સંવત ૧૨૭૭માં તિલકાચાર્યએ સમ્યક્ત્વપ્રકરણદર્શનશુદ્ધિ પરની ચક્રેશ્વરસૂરિની અધૂરી ટીકા પૂરી કરી. ૧૨૯૬માં આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ તથા દશવૈકાલિક લઘુટીકા રચી. તદુપરાંત શ્રાવકપ્રાયશ્ચિત-સામાચારી, પૌષધિક પ્રાયશ્ચિત-સામાચારી, વંદનક પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, સાધુપ્રતિક્રમણસૂત્રવૃત્તિ, પાક્ષિકસૂત્ર અને પાક્ષિકખામણાં અવસૂરિ આદિ સામાચારી ગ્રંથોની રચના કરી. સંવત ૧૨૭૮માં ચંદ્રકુલના વર્ધમાનસૂરિના પરિવારના અભયદેવસૂરિ બીજાએ જયંતવિજયકાવ્ય રચ્યું. સંવત ૧૨૮૦માં શ્રી શ્રી પ્રભસૂરિએ હેમચંદ્રસૂરિકારક સમુચ્ચયોધિકારમાંથી પહેલા બે અધિકાર પર વૃત્તિ રચી. સંવત ૧૨૮૨માં પૂર્ણભદ્રગણિએ સ્થાનાંગ-ભગવતીઋષિસ્તવમાંથી ઉદ્ધરીને અતિમુક્તચરિત્ર, સં ૧૨૮૫માં શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [58] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70