Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 68
________________ સંવત ૧૩૮૩માં જિનકુશલસૂરિએ જિનદત્તસૂરિકૃત્ત દેવવંદનકુલક પર વૃત્તિ રચી. તેમના શિષ્ય લબ્લિનિધાને આ વૃત્તિ પર ટિપ્પણક રચ્યું. ૧૩૮૯માં રૂદ્રપલ્લીયગચ્છના સોમતિલકસૂરિએ વીરકલ્પ અને ષદર્શનસૂત્ર ટીકા રચી. ૧૩૯૨માં શિલોપદેશમાલા પર શીલતરંગિણી નામક વૃત્તિ રચી. ૧૩૯૭માં લઘુસ્તવટીકા અને કુમારપાલપ્રબંધની રચના કરી. સંવત ૧૩૯૩માં રત્નદેવ ગણિએ જયવલ્લભકૃત પ્રાકૃત વક્યાલય પર ટીકા રચી. ચૌદમી સદીના જ ઉત્તરાર્ધમાં રુદ્રપલીય ગચ્છના દેવભદ્રસૂરિના શિષ્ય તિલકઉપાધ્યાયે ગૌતમપૃચ્છા પર વૃત્તિ રચી. ધનપ્રભ સૂરિના શિષ્ય સર્વાનંદસૂરિએ જગડુચરિત્ર રચ્યું. અંચલગચ્છીય ભુવનતુંગસૂરિએ ઋષિમંડલ વૃત્તિ રચી. આતુર પ્રત્યાખ્યાન અને ચતુદશરણપયન્ના પર વૃત્તિઓ રચેલી હતી. ૧૩૬૩માં પ્રજ્ઞાતિલકસૂરિએ કડ્ડલીરાસ રચ્યો. માણિક્યપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહસૂરિએ પિંડવિશુદ્ધિ વિવરણ, ધર્મવિધિ-વૃત્તિ, ચૈત્યવંદનદીપિકા રચ્યાં. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [68] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70