Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ મુનિરત્નસૂરિ પૌર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિના શિષ્ય હતા. તેમણે નરવર્મા રાજાની સભામાં વિદ્યાશિવ વાદીને હરાવેલ. તેઓએ સંવત ૧૨૨૫માં અમમસ્વામીચરિત્રની રચ્યું. તેમણે અંબડચરિત્ર અને મુનિસુવ્રતચરિત્રની પણ રચના કરેલી. સોમપ્રભસૂરિ કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા લીધેલી. તીવ્રબુદ્ધિ પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરેલી. કાવ્યવ્યાખ્યાન અને તર્કશક્તિમાં પ્રધાન એવા આ આચાર્યે રચેલ ગ્રંથોમાં સુમતિનાથ ચરિત્ર, સૂક્તિ મુકતાવલિ, શતાર્થકાવ્ય અને કુમારપાલ પ્રતિબોધ એ ચાર ગ્રંથ મુખ્ય છે. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા આ આચાર્યનો સમયગાળો સંવત ૧૧૬૨થી ૧૨૨૯નો હતો. તે સમય સાહિત્યયુગમાં હેમયુગની જેમ પ્રવર્તો છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [43] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70