Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ષડશીતિટીકા, સપ્તતિકા-ટીકા આદિ વિવેચન ગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત શબ્દાનુશાસન નામે વ્યાકરણ રચેલું છે. આજે પણ જૈન સાહિત્ય જગતમાં વૃત્તિકાર મહર્ષિરૂપે તેમનું નામ ઘણા જ ગૌરવથી યાદ કરાય છે. લક્ષ્મણ ગણિ મલધારી હેમચંદ્રસૂરિના શિષ્ય એવા આ શ્રમણે સંવત ૧૧૯૯માં ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ સુપાર્શ્વનાથચરિત્ર રચેલ છે. ------* વિક્રમ સંવત ૧૨૦૪ થી ૧૨૯૯માં ઘણું સાહિત્ય સર્જન થયું. જેમ કે જિનભદ્ર એ ઉપદેશમાલા કથા રચી. ચંદ્રસેને વ્યાકરણ સંબંધી ગ્રંથ ઉત્પાદસિદ્ધિ રચ્યો. નેમિચંદ્ર એ પ્રાકૃતમાં અનંતનાથચરિત રચ્યું કનકચંદ્રએ પૃથ્વીચંદ્રચરિત-ટિપ્પણની રચના કરી. રવિખભે શીલભાવના વૃત્તિ રચી એ પ્રમાણે અનેક ગ્રંથો રચાયા. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [40] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70