Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ઉદ્યોતનસૂરિ હરિભદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૮૩૪માં તેઓએ કુવલયમાલા' નામક પ્રાકૃત-કથાની રચના કરેલી. તેઓ દાક્ષિણ્યાંક સૂરિ નામે પણ પ્રસિદ્ધ છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં અમૂલ્યરત્ન સમાન છે. સિદ્ધર્ષિસૂરિ | વિક્રમની દશમી સદીમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન- “ઉપમિતિ ભવપ્રપંચ- કથા' છે. આ એક વિશાળ મહારૂપક ગ્રંથ છે. તેનું સાહિત્યમૂલ્ય પણ ઘણું જ ઊંચું છે. તેમણે હરિભદ્ર-સૂરિની અનુપમ સ્તુતિ કરેલી છે. તેમને તેઓ ધર્મબોધકર રૂપે ઓળખાવે છે. તેઓએ શ્રી ચંદ્રકેવલીચરિત્ર પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં રૂપાંતરિત કર્યું . ધર્મદાસગણિની પ્રાકૃત ઉપદેશ-માળા પર સંસ્કૃત ટીકા લખેલી છે. સિદ્ધસેન દિવાકર કૃત ન્યાયાવતાર ગ્રંથ ઉપર સિદ્ધ વ્યાખ્યાનિકા વૃત્તિ રચી છે. ----0-----0---0-----0-----0----- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [20] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70