Book Title: Shrut Upaasako ane Saahity Sarjan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ સંઘદાસ ક્ષમાશ્રમણ અંદાજે સાતમી સદીમાં થયા. તેઓએ પંચકલ્પમહાભાષ્યની રચના કરી. વસુદેવહિંડી નામક ગ્રંથ પણ પ્રાકૃતમાં તેમણે આરંભેલો જે ધર્મસેન ગણિએ પૂર્ણ કરેલ. માનતુંગાચાર્ય ભક્તામરસ્તોત્ર' જેવી મંત્ર-ગર્ભિત અને ભક્તિસભર રચના તેમનું સર્જન છે, જે દિગંબર-શ્વેતાંબરસ્થાનકવાસી આદિ સંપ્રદાયોમાં આજ પર્યત માન્ય છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિક્રમ સંવત ૬૪૫ માં થયેલ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હરિભદ્રસૂરિની પૂર્વે થયા. આ ક્ષમાશ્રમણે ‘વિશેષાવશ્યક ભાષ્ય' નામે એક સચોટ સાહિત્ય-સર્જન કરેલ છે. આવશ્યક આગમ પરત્વે રચાયેલ આ ભાષ્ય એ વર્તમાનકાલીન ગણધરવાદને પ્રદાન કર્યો છે. આ ભાષ્યની સ્વોપજ્ઞટીકા પણ તેમણે રચી. તદુપરાંત બૃહત્ સંગ્રહણી અને બૃહત્ ક્ષેત્રસમાસ જેવા જૈન ભૂગોળના ગ્રંથોની પણ રચના કરી છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [18] મુનિ દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70