________________ 75. રાજાઓમાં શ્રેષ્ઠ વિશ્વસેન રાજાએ કુલવૃદ્ધ પુત્રવાલી પતિસ્નેહી બાલ્યથી નિર્મલ બુદ્ધિવાળી એવી પોતાના કુલની સ્ત્રીઓ પાસે ખોળે ભરાવવાની ક્રિયા કરાવી. 6. જ્યાં જાતિવંત પુષેિ ખીલતા નથી. ને દારિદ્રયની જેમ કમલપુષ્પો કરમાઈ જાય છે ને આંબાની મંજરી જ્યાં ત્યાં સ્મરણને વિષય બને છે ને કેવલ કુંદનું પુષ્પ ખીલે છે. ખરેખર જગત વિચિત્ર છે. 77. કેયલની વાણી સાંભળી વસંતઋતુ જલદી આવી છે વસંતપ્રભુ વિજયી અભિમાની કામદેવ રૂપી પોતાના મિત્રની સહાયતા કદી છોડે નહિ. કારણ કે ભાવિ અચિરાના પુત્ર ૧૬માં તીર્થકર કામદેવના બલવાન શત્રુ છે. 78. સત્પાત્રના સ્વામી ત્રણ ભુવનના ગુરુ તે વિમાન છેડીને પૃથ્વીમંડલના આભૂષણ સરખી અચિરાદેવીના ગર્ભને આશ્રય કરે છે. ઉપર રહેલા અમારા પર્ણોના સમૂહથી આશાતના ન થાઓ એમ માની પાંદડાં વૃક્ષોના સમૂહથી ખરી પડ્યાં 76 થી 78 79. કેશુડાના પુષ્પોના સમુહની શોભાથી રાતા વસ્ત્રોવાળી વિકસેલા ચંપા ને કેશરથી પીળી આમ્ર મંજરીમાંથી ઉડતા પરાગથી સફેદ વર્ણોવાલી થયેલી વનસ્થલી હર્ષવાળી થયેલ કેલરૂપે જાણે ગર્ભમાં રહેલા જિનને ગાવા માટે જ ન આવી હોય. જિનેશ્વર, લેકના અજ્ઞાનને દૂર કરતા, વિલક્ષણ તેજને ફેલાવતા હિંસાદિ ઉગ્નકર્મના ઉપદેશથી નાશ કરતા હોય તેમ અર્થાત: 80 શિશિર ઋતુને નાશ કરીને દુસહ તેને આશ્રય કરતે રવિ થયો એટલે કૃષિઆદિ કર્મનાશ કરવામાં કઠેર ગ્રીષ્મઋતુએ પિતાનુ શાશન પ્રવર્તાવ્યું. 81. બીજી ઋતુમાં જન્મ લીધે નહિ કિંતુ ઊનાળામાં જન્મ લેશે એમ માનીને મલ્લી પુપ જેવા ફેલાતા યશવાળે તેજસ્વી ઊનાળો આવે. . - 82. સ્વામિની વૃદ્ધિ તથા હાસમાં સેવકની વૃદ્ધિ તથા હાસ થાય તેમ ઊનાળામાં સૂર્ય વધે છે તેથી દિવસ વધે છે. જે એમ ના હોય તે હેમંત ઋતુમાં કેમ વધતો નથી. - ' 83. દેવોએ કરેલા જિનેશ્વર ભગવાનના સ્નાત્ર મહોત્સવ વખતે અમારાં ફલે મૂકવાથી અમે કૃતાર્થ થયા, એમ માની વિકસિત પર્ણોસહિત આમ્ર વૃક્ષો જાણે નાચી ઉઠયાં. 84 રાજાએ સખીઓના મુખે સાંભળી–સાંભળી કઠિન દેહલા તુરત પૂર્ણ કર્યો. એમ નવ-માસ સાડા આઠ દિવસ થયા ત્યારે જેઠ વદિ ૧૩ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રના રોગ આવતાં 85 ઉચ્ચને કેન્દ્રમાં ચંદ્ર ગુરુ ને શુક આવ્યા ત્યારે, પૂર્વ દિશા ચંદ્રને જન્મ આપે તેમ અચિરા રાણીએ મૃગલાંછન વાળા 16 મા જિનને જન્મ આપ્યો. 84 થી 85 86 જે ભગવાનનું શરીર અત્યંતર દોષ રહિત હતું ને બાહ્યપણે એર વિગેરેથી નહિ વિંટાયેલા વિશુદ્ધ શરીરવાળા હતા. - 87 ત્યાં જિનેશ્વરના જન્મ સમયે નરકે પણ મહા આનંદની-પ્રાપ્તિ તેમ ત્રણે લોકમાં અજુઆળું થયું. જાણે પૃથ્વી તેજમય ના બની હોય? * 88 દશે દિશાઓમાં અનિર્વચનીય પ્રકાશ થયો. તેમાં જિનેશ્વરના જન્મ કલ્યાણક સિવાય બીજું કઈ કારણ નથી. એમ પંડિતાએ કહ્યું.