Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 412
________________ 176. બીજે દિવસે પણ તે આળસુ નેત્રવાળા રાજકુમાર જિનાલયમાં આવે છે. આ પ્રમાણે વિચારી પ્રત્યુતર આપવામાં અસમર્થ તેણી અરેરે હું દરેક માણસોમાં નિંદવાલાયક થઈ તેથી એ વિચારવા લાગી, 177. લાંબો ટાઈમ વિચારી તે રાજપુત્રી બેલી હે પ્રિય કંકણ કયાં છે? ત્યારે તેણે મંત્રિપુત્રને હુકમ આપે અને મંત્રીપુત્રે તેને તે આપ્યું. 178. રાજપુત્રે ફરીથી પૂછ્યું મનહર પતિવાળી તારૂં આ કયાં પડ્યું હતું ત્યારે કનકવતી બેલી શું આર્યપુત્ર તેનું પડવાનું સ્થાન જાણતા નથી? 179. હું જાણતો નથી, મને બીજાએ આપ્યું છે. એ પ્રમાણે બેલતા ગુણવર્મા કુમારને કનકવતીએ કહ્યું હે પ્રિય પૂર્વ કહેલ ઉત્તરથી સર્યું અર્થાત્ તમે જાણે છે, 180. હે સ્વામી તમે જાતે જ મારૂ અંગદને કિંકિણી મેળવ્યા છે જે બીજા વડે મેળવાયાં હશે તે અગ્નિથી પણ મારી શુદ્ધિ થવાની નથી. 181. આ પ્રમાણે બલીને વિવેક સહિત પણાથી વચન વડે નમ્ર મુખવાળી તેણી થઈ. ત્યારે રાજપુત્ર મધુર વાણીથી તેને પ્રસન્ન કરી તે સ્થાનથી ગયે. 182. તે રાજકુમાર સ્નાન કરી, જમી પરવારી, પહેલાની જેમ રાત્રે આવી ત્યાં રહ્યો અને રાણીને બે દાસીઓ સાથે ખિન્ન થયેલી વાતચીત કરતી જોઈ. 183. હે સખી આ દુષ્ટ વિદ્યારે કુમારીપણામાં મને આ પ્રમાણે પ્રતિજ્ઞા લેવડાવી તેથી મંદ ભાગ્યવાળી હું શું કરું? - 184. મારા હુકમ શિવાય ક્યારે પણ તારા પતિને સેવ નહિ. ભય રાખતી અલ્પ બુદ્ધિવાળી મેં પણ તેનું વચન સ્વીકાર્યું. 185. રૂ૫ ગુણવડે સરખા એવા અમે એક બીજાને પ્રિય છીએ. છતાં હું જાણતી નથી કે મારે પતિ વિદ્યાધરને જીતી શકશે કે નહિ? " 186. જે રાજપુત્રને જય થાય તે મારી ઈચ્છાઓ પૂર્ણ થાય નહિ તે મારા મનોરથ ચોકકસ આકાશ કુસુમ જેવા થી. ના થશે. - 187. આ પ્રમાણે ફરી ફરી સંમત અને હિતકારી વચનને કહેતી એવી કનકાવતી પાસે આવેલી દાસી બેલી હે સ્વામિનિ તું આજે ઘેર રહે અને હું વેષસજી ત્યાં જાઉં છું. 188. તારી સ્વામિનિ આજે કેમ ના આવી એમ જે તે વિદ્યાધર પૂછશે તે કહીશ કે તેનું શરીર નરમ છે. - 189. એ ઉત્તર આપતાં તેના સ્વભાવને હું જાણી લેશ આવું યોગ્ય વચન સાંભળી તે રાજકન્યાએ તેને જવાની આજ્ઞા આપી. 190. ત્યાં ક્ષણવારમાં કનકવતી વડે તૈયાર કરાયેલા વિમાનમાં દાસી સાવધાનીથી ચઢી ગઈ. ગુપ્ત રીતે તે રાજકુમાર તેના એક ભાગમાં બેઠે. . 191. અત્યંત અભિમાની એવા તે વિદ્યાધરે તે બે દાસીને એકલી આવેલી જોઈને પૂછયું, તારી સ્વામિની આજ કેમ ના આવી? તે સાંભળી દાસીએ તેને કહ્યું કે,

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452