Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 444
________________ 77 22. શું આ દેશમાં રત્નોની તથા વસ્ત્રોની ખાણ છે! જે ના હોય તે સુંદર વસ્ત્રો અને રત્ન ક્યાંથી મળે ! એમ યાત્રિકો વિચારે છે. 23. સુંદર વસ્ત્રો, દેવ યોગ્ય ભોજન, સૂર્યના રથમાં રહેલા ઘડા જેવા ઘડાઓ તથા લક્ષ્મીના રૂપ જેવી સ્ત્રીઓને જોઈ પંડિતએ એને પુન્યનું જ ફલ કહ્યું છે. ર૪. જે દેશમાં માર શબ્દ કામદેવમાં તથા દારા શબ્દ સ્ત્રીઓમાં તથા કાલ શબ્દ કાળા વર્ણમાં વાપરે છે. બીજો અર્થ કઈ જાણતું નથી. 25. પુણ્યરૂપી કમલેને વિકસાવવામાં સૂર્ય જેવા, ઉત્તમ સુવર્ણની કાયાવાળા વીતરાગ પ્રભુ શ્રી શાંતિનાથ સ્વામી શત્રુંજય પર્વત પર ચડ્યા. 26. જે પર્વત ઉપર તેલ વિના ઔષધિઓ રાત્રિમાં પ્રકાશ કરતી હતી તે સીમાડાના લોકોને આશ્ચર્ય પમાડતી દીવાળી પર્વની યાદ આપે છે. ર૭. વાદળોની પંક્તિ આકાશમાં આલંબન વિના પવન વડે ગતિ કરીને આવે છે. અને પવન રહિત શિખર ઉપર રહે છે. તેમ જ આ પ્રદેશમાં મિથ્યાજ્ઞાનના નાશથી શીવ્ર મોક્ષ મેળવે છે. - 28. લાલવણું વાળી ગેરેયક ધાતુ બતાવીને જે પર્વત જાત્રીઓને ઉપદેશ આપે છે. કે અહીં ઘણું ભવ્ય રાગ-મોહ છેડીને આત્મનિષ્ઠ બની મેક્ષે ગયા છે. 29. આ પર્વત ઉપર ઝરણાથી ઉઠેલા જલ કણિયાને શરદચંદ્રની ચાંદનીથી બનેલા મિતી ના હોય એમ માનીને ભેળી ખેચરીઓ હાથથી ગ્રહણ કરતી પિતાના પતિ વડે કાઈ I 30. સર્વ લક્ષ્મીના નિવાસ રૂપ, કેવલજ્ઞાનથી શોભતા, દેવેન્દ્રો વડે સેવાતા, પિતાની ઈચ્છાથી શાંતિનાથ પ્રભુ જ્યારે શત્રુંજ્ય પર્વત પર આવ્યા ત્યારે ઈન્દ્રાદિથી યુક્ત જન્મ કલ્યાણકના આશ્રયભૂત મેરુપર્વતને આ પર્વત હસ્યો. 31. દેએ પૂર્વ પ્રમાણે અશોકવૃક્ષાદિ યુક્ત રચેલ સમવસરણમાં બેસીને પ્રભુએ અમૃતસરખી દેશનાથી સમસ્ત છને અભયદાનને ઉપદેશ આપ્યા. '' 32. દેશના પૂર્ણ થયા બાદ, પ્રભુને હાથ જોડી ઈન્દ્ર કહ્યું કે હે સ્વામી ! મારા પર અનુગ્રહ કરી મારી આગળ આ શત્રુંજય તીર્થનું માહાસ્ય આપ જણાવો. - 33. ત્યારે શાંતિનાથ પ્રભુએ આ પર્વતનું માહાસ્ય કહેવા માંડયું. હે શક! અષ્ટાપદ પર્વત કરતાં પણ શ્રેષ્ઠ અને પ્રથમ તીર્થ તરી - 34. હે ઈદ્ર ! રૂષભદેવ ભગવંતે મેહરૂપી હાથીઓને નાશ કરવામાં સિંહ જેવા પુંડરીક મુનિને ઉદ્દેશીને આ સિદ્ધક્ષેત્ર છે. એમ ઉપદેર્યું હતું. 35. પંડિતે આ પર્વતનાં ત્રણ નામો કહે છે. તેમાં પ્રથમ “શત્રુંજય નામ છે. કારણકે સંસાર સમુદ્રમાં ભમણનું કારણ ક્રોધ છે. તે ક્રોધ રૂપી શત્રુને નાશ કરતે હેવાથી આ પર્વત શત્રુજ્ય નામથી પ્રખ્યાત છે. 36. કેવલી અરિહંતેએ કહ્યું છે કે પાપના નાશકારક તથા આત્માને વિમલ બનાવતે હોવાથી આનું બીજું નામ વિમલાચલ છે. અહિં પુંડરીક ગણધર મેક્ષે ગયા હતા તેથી આ પર્વતનું નામ પુંડરીક ગિરિ છે.

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452