________________ પ્રશસ્તિ 1. અત્યંત પ્રેમથી જુદા જુદા ઈંદ્રોથી સેવાને લાખો યોજન વિસ્તારવાળે, ઉંચે, મેરુ પર્વતના જેવો અને તે અંતકાલમાં સ્થિર રહેલે, સિદ્ધ થવાની ઈચ્છાવાળે આ ચાલુ બૃહદ્ ગચ્છ ચિરકાલપર્યત જયવંતે રહે. - 2. જે ભવ્યજીવ રૂપી કમલોને વિકસાવનાર, શ્વેતાંબરમાં શિરોમણિ, સર્વ દિશામાં અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને ગરછમાં સૂર્ય જેવા પ્રકાશતા શ્રી મુનિચંદ્ર સૂરિ થયા. જેમણે જીવોની સાથે મિત્રભાવ રાખતા સમ્યકજ્ઞાનને આપ્યું. 3. ઉધ્યામલ પર્વતને શોભાવવામાં સૂર્ય સરખા, ફોલેલ કુમુદચંદ્ર દિગંબર મતનું ખંડન કરી પ્રખ્યાત કીર્તિવાળા, વળી તાપરૂપી આપદ દૂર કરવાથી હર્ષિત બનેલા સજજને વડે નિરંતર સેવા, પાટપરંપરાએ આચાર્ય મહારાજ શ્રી દેવસૂરિ લાંબા કાળ સુધી જ્યવંત વર્તો. . 4. તેમની પાટે અદ્દભુત બુદ્ધિવાળા, સમતારસના સમુદ્ર; જેના ચરણ કમલમાં લક્ષમીબિરાજે છે, જેની સાથે પ્રીતિપૂર્વક સરસ્વતી રહે છે એવા ભક્ત લે કે વડે વંદાતા ભદ્રેશ્વર સૂરિ થયા. 5. તેમની પાટે ગચ્છમાં પ્રધાન શ્રી ઈન્દુસૂરિ થયા. સમ્યકજ્ઞાન પંથને બતાવનાર, અભિમાની મીમાંસક, તથા નાસ્તિકે એવા મિથ્યાત્વ રૂપી હાથીઓ તેનું માન ઉતારવામાં સિંહ સરખા જેમને સાંભળી અજ્ઞાનવશ મિથ્યાત્વ માર્ગનું આલંબન લીધું. 6. તેમની પાટે જેની બુદ્ધિ બૃહસ્પતિને પણ આશ્ચર્ય પમાડનારી હતી તથા પુણ્ય પાપનું અનુમાન કરનારી બુદ્ધિ. ચાર્વાકને તિરસ્કાર કરતી હતી. કર્મ તથા જીવનરૂપી - દૈતવાદને સિદ્ધ કરી અદ્વૈતવાદ-વેદાંતને ઉપહાસ કરતી હતી એવા આચાર્ય શ્રી માનભદ્રસૂરિથયા. 7. તેમની પરંપરામાં રાજાઓમાં શ્રેષ્ઠ અહમદશાહ બાદશાહે જેની જ્ઞાન બુદ્ધિથી ચમત્કાર પામી અબજો સુવર્ણમુદ્રાઓ અર્પણ કરતા છતાં આ તપસ્વિઓને યોગ્ય નથી એમ કહી ત્યજીને ચારિત્ર પદને સ્થાપન કર્યું એવા ગુણભદ્ર સૂરિ થયા. 8. કેટલાક વ્યાકરણમાં પંડિત હોય છે. કેટલાક છન્દશાસ્ત્રોમાં, કેઈ નાટકમાં, કઈ ન્યાયશાસ્ત્રમાં, કેઈ સાહિત્યમાં કઈ શ્રેષ્ટબુદ્ધિ જણાવનાર અલંકાર શાસ્ત્રોમાં નિપુણ હોય છે. પણ આ ગુણભદ્રઆચાયની બુદ્ધિ સર્વશાસ્ત્રોમાં કુશલ હતી. . તેમના શિષ્ય મુનિભદ્રસૂરિ થયા, તે કેવા હતા, સ્યાદ્વાદના જાણકાર, શ્રી પેજ બાદશાહની સભામાં પ્રતિષ્ઠા મેળવનાર હતા વળી આ નવા શાંતિનાથ ચરિત્રની રચના કરીને અનેક અનેક જન્મનાં મહાપાપને તેમણે નાશ કર્યો. 10. પૂજ્યપાદ શ્રી મુનિદેવ સૂરિએ બનાવેલ શાંતિ તીર્થકરનું અદ્ભુત કાવ્ય જોઈને મેં આ કાવ્ય કર્યું. તેમાં કોઈ ઉસ્મરૂપણુ થઈ હોય તે સજજન પુરૂષોએ તે ગ્રહણ ન કરવી જોઈએ. કાંઈ ઓછું હોય તે અધિક બનાવીને સમજવું જોઈએ.