Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala
View full book text
________________ 78. ઈફવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા મુનિઓના દેહ માટે ઈંદ્રના હુકમથી દેવોએ દક્ષિણ દિશામાં ચાર ખુણ વાળી ચિતા બનાવી તથા અન્ય વંશમાં જન્મેલા મેક્ષ પામેલા મુનિઓ માટે બીજા દેવોએ પશ્ચિમ દિશામાં તેજ પ્રમાણે ચિતા બનાવી. સ્વામિના હુકમથી સેવકે શું શું નથી કરતા? 79 પ્રભુના શરીરને ક્ષીર સમુદ્રના નિર્મલ જલવડે સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, ચંદ્રકિરણના જેવા ઉજવલ દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવી પુષ્પોથી પૂજા કરી. તેવી જ રીતે દેએ બીજા મુનિઓના દેહની પૂજા આદિ કરી જલ્દી શિબિકામાં પધરાવ્યા, " 80. બેદપૂર્વક ઇંદ્ર શિબિકાને પિતાના મસ્તકે ઉપાડી ચા, બીજા હજારે દે બીજી બે શિબિકાને ઉપાડીને ચાલ્યા ( 81. ઈંદ્રાણી તથા રંભા વગેરે દેવીઓ ઉંચાસ્વરથી ગાતી અને રાસડા લેતી ચાલવા લાગી. પ્રભુની આગળ સંગીત કરતા ગાંધર્વ દે ચાલ્યા. કેઈકે દેવ દિવ્ય વરની વૃષ્ટિ કરવા લાગ્યા. હજારે દેવની પંક્તિ પ્રભુજીને વંદના કરતી નમવા લાગી, વળી કઈક દેવે કેશરીયા રંગ છાંટવાના બહાને મનથી પ્રભુની ભક્તિ કરતા નીકળ્યા, - 82. પ્રભુની આગળ કઈ ક દેવે કૃશ્નાગુરૂ ધૂપ કરતા હતા, કેટલાક દેવે સુગંધિ પુષ્પોની માળાઓ વર્ષાવતા હતા. કેટલાક દે સંપૂર્ણ દેષ દૂર કરવા માટે ચઢેલા નિમલ્ય પુષ્પને તેડતા છતા ચાલ્યા. - 83. પ્રભુના અંતિમ દર્શન હેવાથી જેનાર માટે પગલે પગલે ઉભા રહેતા, દે તથા ઇદ્રો ત્રણ શિબિકાઓ ઉપાડી ચિતાની નજીક આવ્યા. 84 ઇ ખેદપૂર્વક પૂર્વ દિશામાં ગોળાકાર બનાવેલી મોટી ચિંતામાં પ્રભુના દેહને મુક્યા બીજા દેએ બે ચેરસ ચિતામાં બન્ને જાતના મુનિ દેહને મુક્યા. 85 વહિનકુમાર દેએ ચિતામાં અગ્નિ નાખ્યો. વાયુકુમાર દેએ વાયુ નાખી, ચિતાને અગ્નિજવાલા વડે પ્રગટ કરી. બીજા દેવે કÉરધૂપ વિગેરે તેમાં નાખવા લાગ્યા, ત્રણે ચિતામાંથી ઉડેલી ધૂમની પંક્તિ જાણે પ્રભુના વિરહ કાલમાં ત્રણભુવનમાં શોક આપનારી થઈ 86. વાયુના સંબંધથી ઉચે બળતે અગ્નિ ત્રણે ચિતામાંથવી કે લજ્ઞાનના ત્રણ પ્રકાર ના બતાવતું હોય, તેમ શોભે છે. ' 88. અગ્નિથી બળી ચરબી મેદ વિગેરે રહિત શદ્ધ અસ્થિ થયે છતે મેઘકુમાર દેએ સમુદ્રના જલની વર્ષા કરી ચિતાઠારી દીધી પછી ઈ પ્રભુની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરી. ચમરે દોષર કરનારી નીચેની ડાબી દાઢા લીધી. બીજા ઈંદ્રોએ દાંત વિગેરે લીધા રાજાઓએ ભસ્મ લીધી અને મનુષ્યોએ ધૂલિ લીધી જિનની ચિતાના સ્થાને ઇદ્રોએ રત્ન સૂપ બનાવ્યા. 8. શાંતિજિનેશ્વરનાં કુમાર અવસ્થામાં પચ્ચીશ હજાર વર્ષ વીત્યાં. રાજ્ય, ચકવતિ પદવી તેમજ દીક્ષામાં કુલ એક લાખ વર્ષનું આયુષ્ય વીતાવ્યું તે ધર્મનાથ સ્વામિના નિર્વાશુથી પલ્યોપમ ઓછું એવા ત્રણસાગરોપમ કાલ ગયે છતે શ્રી શાંતિજિનેશ્વરનું નિર્વાણુ થયું.

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452