Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 445
________________ 78 36. ભવ્ય જીવોના તાપને નાશ કરવામાં કમલ સરખા, તથા પુંડરીક મુનિને અનુસરતા કર મુનિ અહીં સિદ્ધ થયા. તેથી આ પર્વતનું નામ સિદ્ધક્ષેત્ર છે. 38. પ્રથમ તીર્થંકરના મુખકમલથી આ પર્વતને અદ્ભુત પ્રભાવ સાંભળી, ભરત ચક્રવતીએ અહિં આવી ઉત્તમ રત્નના દહેરાસરમાં પિતા પુત્રની (શ્રી રૂષભદેવસ્વામી તથા પુંડરીક ગણધરની) મૂર્તિ પધરાવી. ૩બોલ્યા કે મારી પહેલાં પંદર તીર્થંકરે આ ગિરિ ઉપર આવ્યા હતા અને હવે પછી શ્રી નેમિનાથને છોડીને સાત તીર્થકરો આ પર્વત ઉપર આવશે અને આ ગિરિની સ્પર્શન કરશે. 40. આ પર્વતના ઉચ્ચ પ્રભાવને હું કહું છું. શ્રી રાષભદેવ ભગવાનના પુત્રપૌત્રો બધાએ આ પર્વત ઉપર ચઢીને લેકમાં ઉત્તમ સ્થાન સિદ્ધશિલાને મેળવ્યું છે. 41. સંસાર સમુદ્રમાં ડૂબતા લોકોને તારવા માટે કેડ બાધી રહેલું, દુર્જય, અભિમાની મેહરાજાના ક્રોધાદિ સૈન્યને પોતાની શક્તિથી રોકવા આ તીર્થ સમર્થ છે. 42. સાચે સાચી પ્રભુની વાણી સાંભળી ઈન્દ્ર શાંતિ જીનેશ્વરને ભક્તિ પૂર્વક નમ્યો, પછી સ્વાધીન ભાવાળા, દેવાધિદેવ દેવજીંદામાં વિશ્રાંતિ લેવા પધાર્યા. 43. રાત્રિએ મનુષ્યો ગયે છતે શ્રી રૂષભદેવની મૂર્તિ આગળ સુરેન્દ્ર અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી રંભા સહિત સંગીત શરૂ કર્યું 44. ચારે પ્રકારે પ્રસિદ્ધ તતાદિ વાજીંત્રો વાગતાં છતાં ગાનાર, વગાડનાર અને જેનારના ભાવ શુદ્ધિથી ચારે ગતિનાં દુઃખ નાશ થયાં 45 ભાદરવા માસની મેઘગર્જનાને જીતનારા, ચાર પ્રકારના વાજિંત્રનાં તથા ગાયકે ના શબ્દો સાંભળી, ત્યાં રહેલા શબ્દ, રૂપ, રસ ગંધ સ્પર્શ એ પાંચે પ્રત્યક્ષ વિષયે ઈષ્ય આવવાથી ચાલ્યા ગયા. 46. જ્યાં પ્રતિમા રૂપે સાક્ષાત રૂષભદેવ કષ્ટા છે, જ્યાં સંગીત રત્નને આરંભ કરનાર શક છે, જ્યાં દેવીમાં વર્ણનીય નર્તકી રંભા છે તે સંગીત શું લકત્તર ન થાય? થાય જ. 47. તીર્થકર શ્રી આદિનાથની આગળ સુંદર નાચ કરતી રંભા, હાથ અને પગ દેખાડતી શોભતી હતી. કારણકે, પ્રભુ સામુદ્રિક શાસ્ત્રના પારંગત છે. 48. કોઈ દેવી મારા વંશની ખ્યાતિ નહિ થાય, એમ ચિત્તમાં ધારી ઈદ્રની આગળ વાંસળી નામનું વાજિત્ર વગાડવા લાગી 49. દર વાજિંત્રના શબ્દો પ્રમાણે પગના ઠેકાથી આ પુંડરીક ગિરિ કંપાયમાન થશે. એમ મનમાં વિચારી ધીરે ધીરે રંભા લીલા પૂર્વક નૃત્ય કરે છે. 50. પિતાના સ્તન કરતાં આ વીણાનું તુંબડું મેટું છે કે સરખું છે. તે જાણવા કઈ તુંબડાને હદય આગળ થાપી વીણા વગાડવા લાગી. 51. શકની આજ્ઞાથી ભાવના ભાવતા કેટલાક દેવોએ ગીત ગાયા. તે ગીત સાંભળી વર્ગના અમૃત કરતાં અધિક માનવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452